ઓસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક જીત પછી અનુષ્કા-વિરાટે આવી મજાની રીતે કર્યું સેલિબ્રેશન, જુઓ તસવીરો

0

ભારતના ઓસ્ટ્રેલિયા ના વિરુદ્ધ ચાર મૈચો ની ટેસ્ટ સિરીઝ 2-1 થી પોતાના નામે કરી લીધી છે. ઓસ્ટ્રેલિયા માં ટેસ્ટ સિરીઝ જીતનારા વિરાટ કોહલી પહેલા ભારતીય કપ્તાન બની ચુક્યા છે.ભારતે આના પહેલા ક્યારેય પણ ઓસ્ટ્રેલિયા માં ટેસ્ટ સિરીઝ જીતી ન હતી. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર સોમવાર ની ટેસ્ટ સિરીઝ જીત્યા પછી થી કપ્તાન વિરાટ કોહલી જીત ના જશ્ન માં ડૂબી ગયા છે. આ જશ્ન નો હિસ્સો તેની પત્ની અનુષ્કા શર્મા પણ બની હતી.
અનુષ્કા શર્મા ની સાથે વિરાટ અમુક ખાસ સમય વિતાવી રહ્યા છે. તેમણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર અમુક તસ્વીરો શેયર કરી છે. ભારતને 12 જાન્યુઆરી થી ત્રણ મૈચો ની વન-ડે સિરીઝ રમવાની છે. સિરીઝ નો પહેલો મૈચ સિડની માં રમવામાં આવશે. ટેસ્ટ સિરીઝ ના જીત પછી વિરાટ અને કંપની એ જશ્ન મનાવ્યો હતો અને હવે વન ડે સિરીઝ ની તૈયારીમાં લાગી જાશે.
એક તસ્વીર માં વિરાટ અનુષ્કા ને કેક ખવડાવી રહ્યા છે, અને પોતે પણ મોઢું ખોલી રહ્યા છે. તેના સિવાય કેએલ રાહુલે પણ એક તસ્વીર શેયર કરી હતી, જેમાં આ બધા એક સાથે જીત નો જશ્ન મનાવતા નજરમાં આવી રહ્યા છે. વિરાટ અને અન્ય ખિલાડીઓ સાથે અનુષ્કા શર્મા પણ આ જશ્ન માં નજરમાં આવી હતી.

ટિમ ઇન્ડિયા એ વિરાટ કોહલી ની કપ્તાની માં ઓસ્ટ્રેલિયા ની ધરતી પર ઇતિહાસ રચાવી દીધો છે. આઝાદીના પછી પહેલી વાર ટિમ ઇન્ડિયા એ ઓસ્ટ્રેલિયા ને તેની જ ધરતી પર હરાવીને ટેસ્ટ સિરીઝ ની ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. ઓસ્ટ્રેલિયામાં માં સિરીઝ જીત્યા પછી પૂર્વ કાંગારું કપ્તાન એલન બોર્ડર એ વિરાટ કોહલી ને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સોંપી હતી.

જીતના આ જશ્ન માં વિરાટ કોહલી એ અનુષ્કા શર્મા ને પણ શામિલ કરી હતી. સિરીઝ જીત્યા પછી વિરાટ પોતાની પત્ની અનુષ્કા ને મૈદાન પર લાવ્યો અને તેને બધા ની વચ્ચે ગળે લગાડી દીધી. વિરાટ-અનુષ્કા એ એકબીજાની સાથે તસ્વીરો પણ ખેંચી હતી.

જણાવી દઈએ કે વરસાદ ને લીધે પાંચમો અને છેલ્લો દિવસ નો ખેલ રમાઈ ના શક્યો અને અમ્પાયરો એ બપોરના ભોજન પછી મૈચ ડ્રો(સ્થગિત) કરવાનો નિર્ણય લીધો. તેનાથી ભારત એ ચાર મેચો ની સિરીઝ 2-1 પોતાના નામે કરી લીધી. આવી રીતે થી ભારત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ને યથાવત રાખવામાં કામિયાબ રહ્યું.

અનુષ્કા-વિરાટે ક્રિસમસ અને નવા વર્ષ ની ઉજવણી નો મૌકો ઓસ્ટ્રેલિયા જ ઉજવ્યો હતો. પતિ ની કપ્તાની માં ટિમ ઈન્ડીઆ એ સીરીજ જીતી, જેની ખુશી અનુષ્કા ના ચેહરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી. અનુષ્કા સફેદ રંગ ની મેક્સી ડ્રેસ માં ખુબ જ સુંદર લાગી રહી હતી.

અનુષ્કા દરેક મૈચ ના દરમિયાન પતિ વિરાટ અને ટિમ ઇન્ડિયા ને ચીયર કરતી નજરમાં આવે છે. અનુષ્કા ના સિવાય બાકીના ક્રિકેટરો ના પરિવાર ના લોકો પણ મૈદાન પર આવ્યા હતા. આ જોડીએ જીત નો જશ્ન પણ એકસાથે મનાવ્યો હતો. સોશિયલ મીડિયા પર વિરાટ-અનુષ્કા ની ઘણી તસ્વીરો વાઇરલ થઇ રહી છે.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here