ભગવાન શિવની આરાધના માટે સ્વર્ગથી મૃત્યુલોક લઇ જવામાં આવ્યું હતું આ વૃક્ષ, આ જિલ્લા માં આજે પણ જોવા મળે છે આ વૃક્ષ…

0

દુનિયાભરમાં જો કે જાત જાતના ફૂલ-છોડ છે જેમાના અમુક તો એવા પેણ છે જેના વિશે આપણને જાણ પણ નથી. જો કે દરેક ફૂલ-છોડ વિશે જાણકારી મેળવવી પણ આપણા માટે સંભવ નથી કેમ કે સંસારમાં વનસ્પતિઓની ઘણી પ્રજાતિઓ રહેલી છે. જો કે આજે અમે તમને જે વૃક્ષની જાણકારી આપવા જઈ રહ્યા છીએ તેનો સંબંધ ધરતી સાથે નહીં પણ સીધો સ્વર્ગલોક સાથે છે.

શિવ ભક્તોની મનોકામના પુરી કરવા માટે તેને સ્વર્ગથી લઈને મૃત્યુલોકમાં લાવવામાં આવ્યું છે. અમે અહીં ‘પારિજાત’ વૃક્ષની વાત કરી રહ્યા છીએ જેને શાસ્ત્રોમાં ઉત્તમ સ્થાન મળ્યું છે.ઉત્તર પ્રદેશના બારાબંકી જનપદ માં સફદરગંજ ની પાસે કોટવા આશ્રમ ની નજીક આ વૃક્ષ સ્થિત છે.
એવું કહેવામાં આવે છે કે મહાભારત કાળમાં અજ્ઞાતવાસ ભોગવી રહેલા પાંડવ માતા કુંતીની સાથે આ સ્થાન પર આવ્યા હતા. અહીં પર પાંડવોએ એક શિવ મંદિરની સ્થાપના કરી હતી જેથી તેની માં ને પૂજા કરવામાં કોઈ સમસ્યા ના રહે. શ્રીકૃષ્ણ ના આદેશ પર પાંડવ પોતાની માં માટે સત્યભામાની વાટિકાથી પારિજાત વૃક્ષને લઈને આવ્યા કેમ કે આ વૃક્ષના ફૂલોથી માતા કુંતી શિવની આરાધના કરતા હતા. ત્યારથી આ વૃક્ષ અહીં જ છે.
આયુર્વેદમાં પારિજાતને ‘હરસિંગાર’ કહેવામાં આવે છે અને શિવજીની પૂજાની સાથે-સાથે માતા લક્ષ્મી ની પૂજામાં પણ તેનું ખાસ મહત્વ છે. કલ્પવૃક્ષ ના નામથી ફેમસ આ વૃક્ષની ઉત્પત્તિ સમુદ્ર મંથનના સમયે થઇ હતી. તેના પછી દેવરાજ ઇન્દ્ર તેને પોતાની સાથે સ્વર્ગ લઈને ગયા હતા. ત્યાં માત્ર સ્વર્ગની અપ્સરા ઉર્વશીને જ તેને સ્પર્શ કરવાનો અધિકાર હતો. આ વૃક્ષને સ્પર્શ કરીને ઉર્વશી પોતાના થાકને દૂર કરતી હતી.
પારિજાત વૃક્ષની પોતાની અમુક ખાસ વિશેષતા છે જેના અનુસાર આ એકમાત્ર એવું વૃક્ષ છે જેના પર બીજ નથી લાગતા અને ન તો તેની કલમ વાવવા પર બીજું વૃક્ષ ઉગે છે. તેમાં આવતા ફૂલો પણ એકદમ અલગ જ પ્રકારના હોય છે કેમ કે આ ફૂલ માત્ર રાતે જ ખીલે છે અને સવાર થાવા પર મુરઝાઈ જાય છે.
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વૃક્ષથી આ ફૂલોને કારણવગર તોડવામાં નથી આવતા.પૂજા વગેરેમાં માત્ર આ જ ફૂલોને ઉપીયોગમાં લેવામાં આવે છે જે આ વૃક્ષની નીચે પડેલા હોય છે.
આવી રીતે સ્વર્ગલોકના આ વૃક્ષની ઘણી એવી વિશેષતાઓ છે, જેના વિશે ઘણી સારી પૌરાણિક કહાનીઓ પણ પ્રચલિત છે. આ એક ખુબ મહત્વપૂર્ણ વૃક્ષ છે જેની મહત્વતાને શાસ્ત્રોમાં પણ સ્વીકાર કરવામાં આવ્યો છે.

Author: GujjuRocks Team(ગોપી વ્યાસ)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here