બ્રિટીશ, પોર્ટુગીઝ તો સમજ્યા પણ સ્વયં શિવાજી પણ આ કિલ્લો જીતી નથી શક્યા, વાંચો આપણા પાડોશી રાજ્યમાં જ આવેલ છે આ કિલ્લો

0

જંજીરા ફોર્ટ, મહારાષ્ટ્ર રાજ્યના રાયગઢ જીલ્લાના મુરુડ ગામમાં આવેલ છે. મુંબઈ અને પુણે ફરવામાં આવતા ફેમસ સ્થળોમાં આ એક બહુ મનપસંદ અને સુંદર જગ્યા છે. અરબ સાગરમાં નાનકડા આઈલેન્ડ પર આ જગ્યા બનેલ છે એટલા માટે તેને ફોર્ટ એટલે કે તેને કિલ્લો પણ કહેવામાં આવે છે. આ કિલ્લો એ એક સમયે જંજીરાના સીધ્ધીકીયોની રાજધાની ગણવામાં આવતી હતી. આ કિલ્લો એ ૩૫૦ વર્ષ જુનો છે. આ કિલ્લાની દીવાલો એ ૪૦ ફૂટ ઉંચી છે. પોતાની અનોખી બનાવટના કારણે કેટલીય વાર હુમલા થયા હોવા છતાં એ કિલ્લો એવોને એવો અડીખમ છે.

કિલ્લાનો ઈતિહાસ

૧૫મી સદીમાં કોળી પ્રમુખ દ્વારા લાકડામાંથી આ એક નાનકડો કિલ્લો બનાવવામાં આવ્યો હતો જેને અહેમદનગરના સેનાપતિ પીર ખાન દ્વારા પોતાને અધીન કરી લેવામાં આવ્યો હતો. પીર ખાન પછી આ લાકડાના કિલ્લાને તોડીને નગર સામ્રાજ્યને પ્રમુખ શાસક માલિક અંબરે પોતાની દેખરેખ દ્વારા મોટા કિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને આ કિલ્લાને એકદમ નવા રૂપ રંગ આપવામાં આવ્યા હતા.

કિલ્લાની બનાવટ

આ કિલ્લો એ સમુદ્ર તળિયાથી ૯૦ ફૂટ ઉંચાઈ પર છે. આ કિલ્લાના પાયા એ ૨૦ ફૂટ ઊંડા રાખવામાં આવ્યા છે. આ કિલ્લો બનાવવા માટે ૨૨ વર્ષ જેટલો સમય લાગ્યો હતો. ૨૨ એકરમાં ફેલાયેલા આ કિલ્લામાં સુરક્ષા ચૌકી પણ ૨૨ છે. આ કિલ્લાની બનાવટના લીધે જ આ કિલ્લા પર શિવાજીથી લઈને શંભાજી, પોર્ટુગીઝ એટલે સુધી કે બ્રિટીશ લોકો પણ આને જીતી શક્યા નહોતા.

કિલ્લામાં એન્ટર થતા જ જે સૌથી પહેલી વસ્તુ તમારું ધ્યાન ખેચશે એ છે નાગરખાના, એ પ્રવેશદ્વારની બરોબર ઉપર આવેલ છે. આ એક સંગેમરમરના પર એરેબીક ભાષામાં લખેલ શિલાલેખ છે જે એ સમયની જાણકારી દર્શાવે છે. ત્યાંથી તમે અંદર આવશો એટલે તમને પીર પંચાયતન મંદિર જોવા મળશે. સીડી ચઢીને તમે કિલ્લાની સૌથી ઉંચી જગ્યાએ જઈ શકો છો. કિલ્લામાં એ જમાનાની તોપો પણ રાખવામાં આવી છે જેની પરીસ્થિતિ હજી પણ એવીને એવી જ છે. અહિયાં એક પાંચ માળની ઈમારત છે જેની હાલત થોડી જીર્ણ છે આ ઈમારત એ એક સમયે નવાબ શીદ્દી સુરુલ ખાનનો સુંદર મહેલ ગણાતો હતો.

જો તમે આ કિલ્લાના ઉત્તર ભાગમાં જશો તો ત્યાં બીજો એક મોટો પ્રવેશદ્વાર જોવા મળશે. ત્યાના સ્થાનિક લોકોએ આ દરવાજાને ચોર દરવાજો એવું નામ આપવામાં આવ્યું છે. આઈલેન્ડ કિલ્લાની વચ્ચે વચ્ચ એક ૮૦ મીટર ઉંચી નાનકડી પહાડી પણ આવેલ છે તમે ત્યાં પહોચીને કિલ્લાની દરેક ઈમારતને આરામથી જોઈ શકો છો. કિલ્લાની અંદર પાણી માટેની બહુ જ મોટી બે ટાંકીઓ છે અને બે મસ્જીદ પણ આવેલ છે. કિલ્લાના પૂર્વ ભાગમાં જવાથી સમુદ્રનું સુંદર દ્રશ્ય જોવા મળે છે. ઉત્તરમાં એક બીજો પદ્મદુર્ગ કિલ્લો પણ છે. ૮૧.૫ એકરમાં ફેલાયેલા આ કિલ્લાને કાસા કિલ્લાના નામે ઓળખવામાં આવે છે આને છત્રપતિ શિવાજી મહારાજે બનાવડાવ્યો હતો.

કેવીરીતે જઈ શકાશે.

વિમાન મારફતે – જો તમે પ્લેનમાં બેસીને જવા માંગો છો તો છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ એ ત્યાંથી સૌથી નજીકનું એરપોર્ટ છે.

ટ્રેન મારફતે – કોંકણ લાઈન પર રોહા એ અહિયાં પહોચવા માટેનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે.

રોડ મારફતે – મુંબઈ ગોવા હાઈવે NH૧૭ થી થઈને અહિયાં સુધી પહોચી શકાય છે. આના સિવાય રાજ્ય પરિવહન બસો પણ મુરુડ સુધી મળી રહે છે.

હોડી દ્વારા – મુરુડ થી રાજપુરી પહોચીને અહિયાંથી હોડી દ્વારા આ કિલ્લા સુધી પહોચી શકાય છે.

તો તમે કેવીરીતે જવા માંગો છો આ જગ્યાએ અને કોની સાથે એ પણ કોમેન્ટમાં જરૂર જણાવજો. ટેગ કરો તમારા મિત્રો અને પરિવારજનોને.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here