જો તમારા સપનામાં આવે શ્રી ગણેશ અને યમરાજ તો જાણો શું થશે તમારા જીવનમાં પરીવર્તન? જાણો ..

0

આપણને બધાને સપનાઓ આવે છે. સપનામાં કોઈ પણને ભગવાન આવી શકે છે. કોઈ પણ જાતક પૂજા ભલે નથી કરતો છતાં પણ પોતાનું આચરણ અને વર્તનને સારી રીતે રાખે છે. તો ભગવાન પણ તેના પર દયા ભાવ રાખે છે.  ભગવાન ઘણાના સપનામાં આવીને તેમના સંકટો દૂર કરે છે. તો તમે પણ જાણો કે , ભગવાન કયા સ્વરૂપે આવી તમને સ્વપ્નોમાં દર્શન આપે છે.

જ્યારે સ્વપ્નમાં થાય છે ગણેશનાં દર્શન :

જો સપનામાં ગણેશનાં દર્શન થાય તો તમારા અટકેલાં બધા જ કામ નિવિધ્ને પૂરા થઈ જશે. અને તમારા પરિવારમાં શુભ કાર્યો થવાના પણ શરૂ થઈ જશે.

જ્યારે સ્વ્પનમાં આવે મા દુર્ગા ભવાની :

જો સ્વપ્નમાં માતા દુર્ગા ના ર્શન થશે તો સમજો કે તમને રોગની પીડામાંથી મુક્તિ મળવાની છે. તમારા સ્વાસ્થય સંબંધી ચિંતા હળવી બનશે અને પરિવારને પણ પીડામાંથી મુક્તિ મળશે

માતા લક્ષ્મીને સપનામાં જોવા :

જો સપનામાં માતા લક્ષ્મીને જોવા મળે તો ઇનો મતલબ એ છે કે તમારા આવનારા સમયમાં તમને ક્યારેય ધનની કમી નહી થાય. સવારે ઊઠીને જ માતાની મુર્તિ સામે ઘીનો દીવો કરી સફેદ વસ્તુનો પ્રસાદધરાવવો.

સપનામાં શ્રી રામ :

જો સપનામાં રામ અથવા ભગવાન વિષ્ણુંના દર્શન થાય તો એનો અર્થ એ કે તમારા લાંબા સમયથી અટકેલાં કામ પૂરા થવાના છે.

સપનામાં જોવો બજરંગબલીને :

સપનામાં જો તમને હનુમાનજી જોવા મળે તો સમજવું કે તમારા દુશ્મનોનો નાશ થવાનો છે. તમે સચ્ચાઈના માર્ગ પર ચાલશો ને તમારા આર હનુમાનજીની કૃપા થવાની છે.

સપનામાં શિવલિંગ :

જો સપનામાં તમે શિવલિંગની પૂજા કરી રહ્યા છો, એવું દેખાય તો બીજા જ દિવસે શિવાલય જઈને શિવજીની પૂજા કરવી. તેનાથી તમારા અટકેલાં કાર્યો પૂરા થશે.

સપનામાં યમરાજ :

જો સપનામાં તમને યમરાજ જોવા મળે ને તમે એકદમ ગભરાઈ જાવ તો એવું ન સમજો કે કશું ખરાબ થવાનું છે. પરંતુ તમારા જીવનમાં આવનાર સંકટ ટળી જવાના છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here