સુવર્ણ ભસ્મ : માનસિક રોગની અને ક્ષયની બીમારી સાથે આપશે અનેક બીમારીમાં 8 જાદુઈ ફાયદા…

0

સુવર્ણ ભસ્મ ના ફાયદા

પ્રાચીન આર્યુવેદ દવા મા સુવર્ણ ભસ્મ નુ સ્થાન સૌથી પહેલા લેવાય છે. સુવર્ણ ભસ્મ સુવર્ણ (ગોલ્ડ) માથી તૈયાર થાય છે. સુવર્ણ ભસ્મ નો ઉપયોગ કેટલાક પ્રકાર ના સંક્રમણ કરવા મા, હ્રદય રોગ, દમ, માનસીક રોગ, ઉધરસ, ટીબી, નીમોનીયા, માંસપેશી ની કમજોરી, પુરુષો ની કમજોરી, ફેફસા નુ સંક્રમણ, શરીર ની થકાવટ દુર કરવા જેવી અનેક વ્યાધી મા ખુબજ ઉપયોગી થાય છે. તો આજે આપણે સુવર્ણ ભસ્મ ના લાભ, તેના ઉપયોગ વિશે જાણીશું.

સુવર્ણ ભસ્મ એક વિશીષ્ટ પ્રકાર ની ઔષધી છે, જેનો પ્રભાવ શરીના દરેક અંગો ઉપર પડે છે. આ તમારા શરીર ને સ્વસ્થ રાખવા મા ખુબ મદદ રૂપ થાય છે. સુવર્ણ ભસ્મ નો ઉપયોગ આપણે કેટલીય પ્રકાર ની બીમારી ના ઉપચાર તરીકે કરી શકાય છે.

સુવર્ણ ભસ્મ એક ઉત્તમ હ્રદય ટોનીક

સુવર્ણ ભસ્મ એક ઉત્ક્રુષ્ટ હ્રદય ટોનીક છે. જે તમારા હ્રદય ની કમજોરી દુર કરી તેની ક્ષમતા વધારે છે. આ ભસ્મ તમારા હ્રદય અને હ્રદય ની માંસ પેશીઓ ને શક્તિ પ્રદાન કરે છે. આ રક્તચાપ ને સામાન્ય રાખવા મા પણ મદદ કરે છે. આના થી હ્રદય ની ધમની ઓ મા સુધાર લાવી શકાય છે.

ફાયદા લોહી શુધ્ધ કરવા માટે

શરીર મા સંક્રમણ કે અપચા ને કારણે ઘણા વિશેલા પદાર્થ બનવા લાગે છે. આ વિશેલા પદાર્થો ને કારણે શરીર મા કેટલાક પ્રકાર ના રોગ ઉત્પન થાય છે. સુવર્ણ ભસ્મ ના સેવન કરવા થી આપણા શરીર મા આ પ્રકાર ના વિશેલા પદાર્થ દુર થાય છે અને લોહી શુધ્ધ કરે છે. જેથી આપણુ શરીર નિરોગી રહે છે. આ વાત્ત, કફ અને પીત્ત ને પણ યોગ્ય કરે છે.

ત્વચા રોગ મા સુવર્ણ ભસ્મ ના ફાયદા

આ સોયરાસિસ જેવી જુની ત્વચા ની બીમારી મા ખુબ લાભ કારક થાય છે. એ સીવાય ના ત્વચા ના રોગો જેવા કે સોજા, ચામડી ની બળતરા, લાલાશ પડતા ડાઘ, ખંજવાળ જેવા ત્વચા ના રોગો મા સુવર્ણ ભસ્મ નો ઉપયોગ ઘણો ફાયદા કારક સાબીત થાય છે. એ સીવાય આપણી ત્વચા મા ક્રાંતી ની સાથે સાથે નવી ચમક પણ લાવે છે. સુવર્ણ ભસ્મ ના નિયમિત ઉપયોગ થી લાંબા ગાળે ચામડી ઉપર પડતી કરચલી ને રોકવા મા મદદ મળે છે.

માનસીક વિકાર દૂર કરે

આ માનસીક રોગ જેવા કે અલ્જાઈમર, પાર્કિસન્સ જેવા રોગો ને ઠીક કરવા મા અને એને રોકવા મા ઘણુ કારગર સાબિત થાય છે. સુવર્ણઁ ભસ્મ ના નિયમિત સેવન થી આપણી એકાગ્રતા મા વધારો થાય છે સાથે સાથે સ્ફૂર્તિ પણ વધે છે. આ માથા ના સોજા ને ઓછો કરી શકે છે અને માથા ના દુખાવા મા રાહત આપે છે.

રોગ પ્રતીકારક શક્તિ વધારવા મા

સુવર્ણ ભસ્મ આપણા શરીર ની રોગ પ્રતીકાર શક્તિ વધારી આપે છે અને આપણા શરીર મા થતા વાયરલ સંક્ર્મણ સામે શરીર ને શક્તિ આપે છે. આ એક માનવીય જીવન શક્તિ બનાવી રાખવા મા મદદ રૂપ થાય છે. આ એક સામાન્ય જીવન શક્તિ બુસ્ટર કહી શકાય. જે તમારા મન ના વિચારો ને નવી જીવન શક્તિ આપે છે. જેથી આપણી રોગ પ્રતિકાર શક્તિ વધે છે. આ ઉર્જા, ઉત્સાહ અને સહનશક્તિ બનાવી રાખવા મા વધારે પ્રભાવી છે.

ક્ષય રોગ મા સુવર્ણ ભસ્મ ના ફાયદા

આર્યુવેદ ના આચાર્યો એ દેશ, કાળ, બળ વગેરે જેવા સુક્ષ્મ થી સુક્ષ્મ વિચાર કરી અનેક રીતે સુવર્ણ ભસ્મ નો ઉપયોગ ક્ષય રોગ મા કર્યો છે. સુવર્ણ કીટાણુ નાશક છે એથી ક્ષય રોગ મા ઉપયોગ કરવા થી ખુબજ લાભ મળે છે. ક્ષય રોગ જ્યારે પુર્ણ અવસ્થા મા હોય ત્યારે સુવર્ણ ભસ્મ દેવાથી પુરો લાભ થાય છે કારણ કે તે સમયે ક્ષય રોગ ઉત્પન કરવા વાળા કીટાણુ અથવા દુષીત દોષ સુવર્ણ ભસ્મ ના પ્રયોગ થી આગળ નથી વધતા. કારણ કે આ ભસ્મ નુ પ્રધાન કાર્ય રક્ત વિકાર ને દુર કરી સ્વચ્છ રાખી રોગો ઉત્પન કરવા વાળા કીટાણુ નો નાશ કરવાનુ છે. અર્થાત જો ક્ષય રોગ થવાની સંભાવના હોય શરીર દુબળુ પાતળુ હોય તો પહેલે થી જ સુવર્ણ ભસ્મ નુ સેવન કરવા મા આવે તો આ રોગ ઉત્પન થવા ની શક્યતા રહેતી નથી.

આ સીવાય સુવર્ણ ભસ્મ અનેક રોગો જેવા કે જુનો તાવ, જુની શરદી, હ્રદય ની નબળાઈ, લોહી ની ઉણપ, શરીર ની દુર્બળતા, નાડી ની ગતી ધીમી જેવા અનેક વ્યાધી નો અક્સીર ઉપાય સુવર્ણઁ ભસ્મ છે.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here