સુતા સુતા વજન ઘટાડવું છે? તો આ વાંચી લો 5 ટિપ્સ

0

શું તમે પણ ફ્લેટ પેટ પામવાના સપના જોઈ રહ્યા છો? પેટ પર જમા થયેલી ચરબીને વગર કોઈ મહેનતે ઘટાળવા વિશે વિચારી રહ્યા છો તો આ જાણકારી તમારા માટે જ છે. આ આસાન ટીપ્સને તમે તમારા રોજીંદા રૂટીનમાં સામીલ કરી દો અને બેલી ફૈટ એટલે કે પેટની ચરબીથી મેળવો છુટકારો.

1. ડાયેટમાં ફાઈબરને શામિલ કરો:
જ્યારે વાત ખોરાકને પચાવાની આવે તો તેમાં સૌથી ખાસ તત્વ છે ફાઈબર. સોલ્યુબલ ફાઈબરનું સેવન કરવાથી વજન ઘટવામાં મદદ મળે છે કેમ કે સોલ્યુબલ ફાઈબર આંતરડાની ચરબી ને ઘટાળીને ડાઈજેશનને યોગ્ય બનાવે છે. સાથે જ ફાઈબર પેટની ચરબી કમ કરવામાં પણ ખુબ જ અસરદાર છે. ફ્રુટ્સ કે ઓટ્સ જેવા અનાજ ફાઈબરના બેહતર સ્ત્રોત છે જેને તમારી ડાએટમાં શામિલ કરીને તમે બહાર નીકળેલા પેટથી છુટકારો મેળવી શકો છો.
2. યોગ સાથે કરો દોસ્તી:
તેમાં કોઈ શક નથી કે યોગ તમારા શરીર માટે સૌથી બેસ્ટ છે. યોગમાં મૌજુદ અલગ-અલગ પ્રકારના આસન અને શ્વાસ સંબંધી વ્યાયામ આંતરિક અંગોને ફરીથી તાજા કરીને શરીરના મેટાબોલીજ્મ્સને બેહતર બનાવે છે. યોગ તમને અંદરથી સ્વસ્થ બનાવે છે. સાથે જ સ્ટ્રેસ હોર્મોન્સ કોર્ટીસોલને પણ ઓછુ કરે છે જે પેટની ચરબી સાથે સીધું જ જોડાયેલું છે.જો તમે પણ ફ્લેટ ટમી ઈચ્છો છો તો હર દિવસ 10-13 મિનીટ યોગને પોતાના રૂટીનમાં જરૂર શામિલ કરો.
3. ચૈનની ઊંઘ લો:
કમ સે કમ 8 કલાકની ઊંઘ આપણા શરીર માટે ખુબ જ આવશ્યક છે. પણ આપણા માંથી કેટલા લોકો તેનું યોગ્ય રીતે પાલન કરતા હોઈએ છીએ? લૈપટોપ પર મોડી રાત સુધી ફિલ્મો જોવા, ચૈટીંગ કરવું, કે ગેઈમ રમવી વગેરે ને લીધે લોકો મોડા સુધી જાગતા રહે છે અને સવારે કામને લીધે જલ્દી ઉઠી જતા હોય છે. ઊંઘને લીધે આપણા શરીરમાં ફૈટનું લેવલ ઉત્પ્રેરિત થઇ જાતું હોય છે. તેનાથી બચવા માટે કમ સે કમ રાતે 8 કલાક જેટલી ઊંઘ લો. તમે જોશો કે સવારે ફ્રેશ ફિલ કરશો જેનો તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પણ ખુબ બેહતર અસર પડશે.
4. એક કમ ગ્રીન ટી પીઓ:
તમે પણ ગ્રીન ટી પીને બેલી ફેટ ઓછુ કરવા વિશે સાંભળ્યું હશે. ગ્રીન ટી માં કૈટચિન નામનું એંટીઓક્સિડેંટ મળી આવે છે જેનું સેવન કરવાથી પેટની ચરબી ઘટવાની પ્રક્રિયા તેજ બની જાય છે.

5. લાઈફસ્ટાઈલ ને એક્ટીવ રાખો:
જો તમે પણ પેટની ચરબી કમ કરવાનું લક્ષ્ય લઈને ફરી રહ્યા છો તો તમારે દરેક સમયે એક્ટીવ રહેવું જોઈએ. એવામાં લીફ્ટની જગ્યાએ સીળીનો ઉપીયોગ કરો. સ્વીમીંગ અને બાઇકિંગ જેવી એક્ટીવીટીજ માં શામિલ થવા માટે દરેક સવારે 30 મિનીટ માટે જોગીંગ કરો. આ એક્ટીવીટીની મદદથી તમે શરીરની એક્સ્ટ્રા કૈલેરીને ક્મ કરીને બેલી ફેટને એકદમ ફ્લેટ બનાવી શકો છો.

લેખન સંકલન: રીના ઠક્કર
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.