સુતા પેહલા મોઢા પર લગાવો આ 9 વસ્તુઓ , વધી જશે ચેહરા ની સ્માર્ટનેસ – બેસ્ટ ટિપ્સ વાંચો થશે લાભાલાભ

0

દિવસ આખો વ્યસ્ત રહો તો સ્કિન ની સારસંભાળ કરવી મુશ્કેલ થઈ જાય છે. એટલા માટે રાત્રે સૂતા પહેલા થોડી વસ્તુઓ મોઢા ઉપર લગાવી શકો છો. એ વસ્તુઓ માં હાજર એન્ટીઓક્સીડેન્ટ જેવા ન્યુટ્રિએન્ટ્સ ફેયરનેસ વધારે છે. એકધારું સાત દિવસ સુધી એને ચેહરા ઉપર લગાવવા થી ગ્લો વધે છે. આજે અમે તમને એવી જ 9 વસ્તુઓ વિસે જણાવીએ છીએ.

કાચું દૂધ
એના થી ડેડ સ્કિન નીકળી જાય છે. અને સ્કિન નો ગ્લો વધે છે. સ્કિન ટાઈટ રાખવા માટે કાચું દૂધ લગાવો. એ રીંકલ્સ થી બચાવે છે. દૂધ થી મોટું ક્લેન્જીનગ એજન્ટ કોઈ નથી. બ્યુટી પાર્લર માં દૂધ થી જ મોઢું અને બોડી ની સ્કિન ક્લીન કરવા માં આવે છે.

એલોવેરા જ્યૂસ

એને કોટન ની મદદ થી ચેહરા ઉપર લગાવવા થી ફેયરનેસ વધે છે. ડ્રાયનેસ દૂર થાય છે. આ બધી ઋતુ માં સ્કિન માટે ફાયદેમંદ રહે છે.

ગુલાબ જળ

મોઢા ઉપર ગુલાબ જળ લગાવવા થી સ્કિન ની સોફ્ટનેસ વધે છે. જે લોકો ની સ્કિન રફ હોય છે , એમને મલાઈ માં ગુલાબજળ ઉમેરી ને લગાડવા થી ફાયદો થશે.

બટેટા નો રસ

એના થી રંગ સફેદ થાય છે. મોઢા ની ચમક વધે છે. જો સમય ઓછો હોય તો બટાટા ની સ્લાઈસ પણ વાપરી શકો છો.

નારિયળ તેલ

મોઢા ઉપર એની આછી માલિશ કરવા થી રીંકલ્સ દૂર થાય છે. સ્કિન ની સોફ્ટનેસ વધારવા માટે તેલ ખૂબ જ ફાયદેમંદ છે. નાહવા પેહલા નારિયળ નું કે સરસવ નું તેલ નાભિ ઉપર જરૂર લગાવો એનાથી તમારા હોઠો નહીં ફાટે.

મધ

મધ માં લીંબુ નો રસ ઉમેરી મોઢા ઉપર લગાવવા થી દાગ ધબ્બા દૂર થાય છે. ફેયરનેસ વધે છે. ઈચ્છો તો વેસણ માં મધ ઉમેરી ને પણ યુઝ કરી શકો છો. એનાથી સ્કિન હેલ્થી રહે છે.

ગ્રીન ટી

એને કોટન થી મોઢા ઉપર લગાવો. થોડા સમય પછી સાફ કરી લો. એના થી સ્કિન નો ગ્લો વધે છે. ગ્રીન ટી બેગ્સ નો ઉપયોગ હેલ્થી વાળો માટે પણ કરી શકાય છે.

વેસણ

વેસણ માં દહીં ઉમેરી ને મોઢા ઉપર લગાવવા થી બ્લેકહેડ્સ નીકળી જાય છે. એનાથી મોઢા ઉપર લગાવવા થી સ્કિન ની ચમક વધે છે. વેસણ માં મલાઈ ઉમેરી અને શરીર ઉપર લગાવો અને પછી સાબુ લગાડ્યા વિના નાહી લો. ફિલ્મી દુનિયા ની હીરોઇન હેમા માલિની એવું જ કરે છે. એક વખત રાજીવ ભાઈ ધર્મેન્દ્ર ને મળવા ગયા હતા , ત્યારે આ વાત હેમા માલિની એ જ રાજીવ ભાઈ ને કહી હતી. એટલા માટે જ એ આજે પણ આટલી સુંદર દેખાય છે. આ મુલાકાત નો વીડિયો તમે Youtube પર જોઈ શકો છો.

કાકડી નો રસ.

એમાં લીંબુ નો રસ ઉમેરી અને મોઢા ઉપર લગાવવા થી રીંકલ્સ થી બચી શકાય છે. સ્કિન સોફ્ટ થાય છે. એને એલોવેરા જ્યૂસ માં મિક્સ કરી ને લગાવવા થી પણ ફાયદો થાય છે.

Author: GujjuRocks Team
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!