સુતા પહેલા ભૂલથી પણ ન કરો આ 10 કામ, પડી શકે છે ભારે….અત્યારે જ વાંચો આર્ટિકલ

બાથરૂમમાં જઈને આવું કામ ક્યારેય કરવું ન જોઈએ.

ઊંઘ બધા જ માટે ખુબજ મહત્વની હોય છે, એ તો બધા જાણે જ છે. આપળે બધા દરેક રાતે ઊંઘીએ છીએ, પણ આપળે બધા એ નથી જાણતા કે સારા સ્વાથ્ય માટે સારી રીતે ઊંઘ કરવી ખુબજ જરૂરી છે. જ્યારે તમારી ઊંઘ સારી રીતે પૂરી ન થઈ શકે તો તમારો પછીનો દિવસ પણ ખરાબ વીતે છે. જેનાથી પૂરો દિવસ અનિંદ્રા નો અનુભવ થાય છે. સારી ઉંઘ માટે સમયસર ઊંઘવું અને ઉઠવું ખુબ જરૂરી હોય છે.
જો તમારી દિનચર્યા બદલતી રહેતી હોય તો તે તમારી ઊંઘને પ્રભાવિત કરી શકે છે. પણ યોગ્ય સમયે ઊંઘી જવું એ માત્ર પુરતી ઊંઘની નિશાની નથી. ઘણી વાર એવું થતું હોય છે કે યોગ્ય સમય પર ઊંઘવા છતાં પણ ઊંઘ પૂરી થઈ શક્તિ નથી, તેવું તમારી અમુક એવી આદતોને લીધે થઈ શકે છે.

તમે સુતા પહેલા ક્યા ક્યા કામ કરો છો, જે તમારી ઊંઘને ખુબજ પ્રભાવિત કરે છે. એવામાં સારી ઊંઘ માટે અમુક આદતોને છોડી દેવી જોઈએ. આજે વાત એવીજ કઇક આદતોની છે જેને છોડ્યા પછી જ તમે મીઠી ઊંઘ કરી શકો છો.

1. ઇલેક્ટ્રોનીક્સ આઇટમ્સ નો ઉપીયોગ.

ઘણા લોકોનું માનવું છે કે તેમને ઊંઘ નથી આવતી માટે તેઓ ફોન, લેપટોપ, કે ટીવી વગેરેમાં ઘુસી જાતા હોય છે. પરંતુ વાસ્તવમાં ઊંઘ ન આવવાના કારણે આ ઈલેક્ટ્રોનિક ગૈજેટ્સ હોય છે. જે તમારા મગજને સ્ટીમ્યુલેટ કરે છે, અને તમને જ્ગાળી રાખે છે.

2. ઓફીસ ઈ-મેઈલ ચેક કરવા.

રાતના સમયે ઈ-મેઈલ ચેક કરવાથી તમે તણાવમાં આવી શકો છો. તમારે કામ તો પછીની સવારે જ કરવાનું છે માટે રાતે મેઈલ ચકે કરવું આવશ્યક નથી. અને જો ખુબજ વધારે મહત્વનું હોય તો તેને સુવાના એક કલાક પહેલાજ પૂરું કરી દો.

3. જગડો

કોઈ પણ જગડો માત્ર થોડા સમયમાંજ ખત્મ નથી થતો. જો તમે સુવાના પહેલા કોઈ માથાકૂટ કે જગડો શરુ કરી દેશો તો, તે સમયે ખત્મ નહિ થાય. તેવામાં તમારો મૂડ ખરાબ થઈ શકે છે, તમે રોઈ રહ્યા હશો કે પછી ઊંડો વિચાર કરતા હશો. તેવામાં કોઈ પણ સ્થિતિ તમારી ઊંઘ ને ખરાબ કરી શકે છે.

4. સ્નાન કરવું.

અમુક લોકોને સુતા પહેલા સ્નાન કરવાની આદત હોય છે. પણ તથ્યો પ્રમાણે રાતના સમયે શરીર નું તાપમાન ઓછું હોય છે. જો તમે ગરમ પાણી થી સ્નાન કરશો તો, તામારા શરીરનું તાપમાન વધી જતું હોય છે, અને તે તમારી ઊંઘને પ્રભાવિત કરશે. માટે સુતા પહેલા નહાવાનું ટાળો અથવા તો વહેલું સ્નાન કરી લેવું.

5. કાઈ પણ ખાવું,

ઘણા લોકોને સુતા પહેલા ભૂખ લાગતી હોય છે. સુવાના થોડા સમય પહેલાજ કાઈ પણ ખાવું, મોટાપો વધારે છે સાથે જ એસીડ રીફ્લ્ક્સ ની સમસ્યા પણ થઈ જાય છે. સાથે જ અમુક ફૈટી ફૂડ આસાનીથી પાચન નથી થતા જે તમારા માટે મુસીબત બની શકે છે.

6. પાણી પીવું.

માત્ર રાતેજ નહિ પણ પૂરો દિવસ શરીરને હાઈડ્રેટ રાખવું ખુબ જરૂરી છે. પોતાને સ્વસ્થ રાખવા માટે દિવસમાં 6 થી 8 ગ્લાસ પાણી પીવું ખુબ જરૂરી છે. પણ એક જ વારમાં વધારે પાણી પીવું હિતાવહ નથી. આ કારણથી તમારે વારે ઘડીએ વોશરૂમ જવું પડશે અને તમારી ઊંઘ પણ ખરાબ થશે.

7. કૈફીન નું સેવન.

સુવાના પહેલાજ કૈફીનના સેવનથી તમારી ઊંઘ ખરાબ થઈ શકે છે. કૈફીન નો મતલબ માત્ર કોફીજ નહિ પણ ચા કે ચોકલેટ પણ હોય છે. ભલે તમને ચા નાં સેવન પછી ઊંઘ આવી જાતી હોય, પણ તે એક સારી ઊંઘ માટે જવાબદાર નથી.

8. શરાબનું સેવન.

શરાબનું સેવન તો મોટા ભાગે સુવાના પહેલાજ થાતું હોય છે. ડ્રીંક કર્યા પછી તમને રિલેક્ષ મહેસુસ કરી શકો છે, અને જલ્દી ઊંઘ આવી જાય છે. પણ તેમાં તમારા ઊંઘની ક્વોલેટી સારી નથી હોતી. સાથે જ સ્મોકિંગ પણ તમારી ઊંઘને ખરાબ કરી શકે છે.

8. વિચારોમાં ખોઈ જવું.

ઊંઘવા માટે મગજનું રિલેક્ષ રહેવું ખુબજ આવશ્યક હોય છે. જો તમારા મગજમાં ઘણા પ્રકારની ચિંતાઓ સતાવતી હોય તો તમને ઊંઘ આવી શકશે નહિ. માટે ધ્યાન વગેરેની મદદથી તમારા મગજને શાંત રાખવાની કોશિશ કરો.

9. જીમ જવું.

જો કે વ્યાયામ કરવાથી ઊંઘની પેટર્ન બદલી શકે છે. પણ રાતના સમયે જીમ કરવું એ નુકસાનકારક હોઈ શકે છે. જે તમારી ધડકન ને વધારી શકે છે, જે ઊંઘવા માટે સારી સ્થિતિ નથી. જો કે આવું બધાની સાથે બનતું નથી અને એક કોલ્ડ શોવર લેવું ફાયદેમંદ સાબિત થઈ શકે છે.
Story Author: GujjuRocks Team

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!