સુષ્મિતા સેન ના જન્મદિવસ પર 15 વર્ષ નાના બોયફ્રેન્ડ એ કબુલ્યો પ્રેમ, કઈક આવા અંદાજ માં કર્યો પ્રેમ નો ઈઝહાર…વાંચો અહેવાલ

0

મિસ યુનિવર્સ થી બૉલીવુડ એક્ટ્રેસ બનેલી સુષ્મિતા સેન હાલ 43 વર્ષની થઇ ચુકી છે. 19 નવેમ્બર ના રોજ સુષ્મિતા સેન ના જન્મદિવસ ના મૌકા પર તેના કથિત બોયફ્રેન્ડ રોહમન શૉલ એ પોતાના પ્રેમનો ઈઝહાર સોશિયલ મીડિયા પર કર્યો છે. મોડેલિંગ ની દુનિયામાં પોતાનું ભાગ્ય અપનાવી રહેલા રોહમન શૉલ ને મોટાભાગે સુષ્મિતા સેન ની સાથે જોવામાં આવ્યા છે. સુષ્મિતા થી 15 વર્ષ નાના રોહમન એ તેની પહેલા ક્યારેય પણ કોઈ અભિનેત્રી માટે પોતાના પ્રેમને કબુલ્યો ન હતો. પણ સુષ્મિતા ના જન્મ દિવસ ના મૌકા પર રોહમન એ કહ્યું કે તે તેને ખુબજ પ્રેમ કરે છે.સુષ્મિતા ના 43 માં જન્મદિવસ ના મૌકા પર રોહમન એ તેની સાથે ખુબ રોમેન્ટિક તસ્વીર શેયર કરી છે, કૈપ્શનમાં તેમણે લખ્યું કે,”જન્મદિન મુબારક મેરી જાન. મને ખબર છે કે હું માત્ર અમુક જ શબ્દો માં મારી વાત કહું છું માટે આજ ના દિવસે હું બુદ્ધિમાની ની સાથે શબ્દો ને પસંદ કરવાનો છું. આજે તારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ દિવસ છે માટે તેને સૌથી બેસ્ટ તરીકાથી ઉજવણી કરો. દુવા કરું છું કે તારું આ વર્ષ ખુબ અદ્દભુત તરીકાથી વીતે…અને તારું જીવન પણ અદ્દભુત રહે!”
રોહમન એ સુષ્મિતા ના નામની ઇનિશિયલ ઉપીયોગમાં લેતા લખ્યું કે-#SS, હું તને ખુબ જ પ્રેમ કરું છું…હંમેશા!”
સુષ્મિતા સેન રોહમન ની સાથે મોટાભાગે નજરમાં આવે છે. દિવાળી ની પાર્ટીમાં પણ તે રોહમમન ની સાથે જ જોવામાં આવી હતી. રોહમને સુષ્મિતા અને અને તેની બંને દીકરીઓની સાથે દિવાળી ની ઉજવણી કરી હતી, તેઓની તસ્વીરો પણ ખુબ વાઇરલ થઇ હતી.રોહમાન શૉલ સુપરમૉડલ છે. જણાવી દઈએ કે બંને વચ્ચે 15 વર્ષની ઉમર નો અંતર છે. સુષ્મિતા ની ઉંમર 43 વર્ષ જયારે રોહમન ની ઉંમર માત્ર 27 વર્ષ છે.
સુષ્મિતા 1994 માં મિસ યુનિવર્સ ક્રાઉન જીતનારી પહેલી ભારતીય બની હતી. સુષ્મિતા એ 1996 માં ફિલ્મ દસ્તક થી બૉલીવુડ માં એન્ટ્રી લીધી હતી. બીબી નંબર 1, મૈને પ્યાર કયો કિયા, મૈં હું ના, ફિલહાલ, બંગાળી ફિલ્મ ‘निर्बाक’ તેની ચર્ચિત ફિલ્મોમાંની એક છે. 2010 થી 2013 સુધી સુષ્મિતા સેન એ ‘આઈ એમ શી’ પીજેન્ટ નું આયોજન કર્યું, જેના દ્વારા મિસ યુનિવર્સ માટે ભારત ના પ્રતિનિધિ ની પસંદગી કરવામાં આવતી હતી. હાલ સુષ્મિતા પોતાની બે એડૉપ્ટ કરેલી દીકરીઓ ની સંભાળ લેવામાં વ્યસ્ત છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here