રોજ સવારે વહેલા ઊઠી સ્નાન કર્યા પછી તાંબાના લોટાથી ચઢાવો સૂર્યને જળ, આ ફાયદાઓ થશે વાંચો માહિતી

0

રવિવારનો દિવસ સૂર્યદેવનો દિવસ છે. આ દિવસે સૂર્યદેવની પૂજા કરવાનો છે. રવિવારને દિવસે જો સૂર્ય ભગવાનની પૂજા કરવામાં આવે તો ઘર, પરિવાર અને સમાજમાં માન-સન્માનની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને બધા જ ગ્રહોના અધિપતિ માનવમાં આવ્યા છે માટે બધા જ ગ્રહોને મનાવવા કરતાં એક સૂર્યદેવની જ પ્રાર્થના કરવી જોઈએ. અને નિયમિત સૂર્યભગવાનને જળ ચઢાવવું જોઈએ. તો તમારો ભાગ્યોદય થવાથી કોઈ જ રોકી નહી શકે. સૂર્યદેવની ઉપાસના કરવાથી તમારી કુંડળીમાં નકારાત્મક અસર પણ દૂર થાય છે. તેની સાથે જ વ્યક્તિની સફળતાના દ્વાર ખૂલી જાય છે.

એ પણ તમને જણાવી દઈએ કે, જો તમે નિયમિત રૂપથી રવીવારના દિવસે સૂર્યદેવને જળ ચઢાવશો તો એટલું જ ફળ મળે છે. જેટલું તમે રવિવારના દિવસે જળ ચઢાવવાથી મળે છે. જ્યારે સૂર્ય પૂર્વ દિશામાં હોય ત્યારે જ જળ ચઢાવવું જોઈએ. કેમકે પૂર્વ દિશા એ સૂર્ય ઉદયનો માર્ગ છે. જે પોતે જ શક્તિનો માર્ગ કહેવાય છે. સ્વયં શક્તિ અને જીવનનું પ્રતિક માનવામાં આવે છે. રવીવારના દિવસે સૂર્ય દેવની ઉપાસના કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ છે. આ દિવસે સૂર્ય સંબંધિત વસ્તુ જેવીકે તાંબાના વાસણો, પીળા અને લાલ વસ્ત્રો, ઘઉં, ગોળ,માણિક્ય, લાલ ચંદન, નું દાન કરવું જોઈએ. પોતાની શ્રદ્ધા અનુસાર, કોઈ પણ વસ્તુનું દાન આપો. કોઈપણ વ્યક્તિની કુંડળી ગરીબાઈ અને શત્રુથી હારવાનું લખ્યું હોય એ લોકોએ સૂર્ય પૂજા જરૂર કરવી જોઈએ. તે એમને જરૂર સૂર્ય પૂજાથી લાભ થશે. આ દિવસોમાં સૂર્યદેવની વિશેષ પૂજા કરવાથી વ્યક્તિના નસીબમાં રાજયોગ બને છે.

આવી રીતે કરો સૂર્યની પૂજા :

રવિવારની વહેલી સવારે સ્નાન કાર્ય પતાવી તાંબાના લોટમાં પાણી લઈને, ગાયત્રી મંત્રને બોલીને સૂર્યદેવને જળ ચઢાવો. લોટમાંથી વહેતી પાણીની ધરમાંથી સૂર્યના દર્શન કરો. આ પછી આદિત્યસ્ત્રોતનો પાઠ કરવો. ગાયત્રી મંત્રના માળા કરવી. આ કરવાથી ખરાબ સમય આવશે તો એ ટળી જશે., તેમજ કામમાં પ્રગતિ અને માંદગીથી છુટકારો મળશે.

સૂર્યને જળ ચઢાવવા માટે ઉપયોગ કરો તાંબાના લોટાનો જ :

સૂર્યમાંને જળ ચઢાવવા માટે હમેશા તાંબાના લોટામાંથી જ ચઢાવવું જોઈએ. કેમકે તાંબુ પણ સૂર્યની ધાતુ છે. પાણીમાં ચોખા, રોલી ફૂલની પાંદડા વગેરે નાખવા જોઈએ.

ત્યારબાદ જળ ચઢાવતા સમયે ગાયત્રી મંત્રના જાપ ઉપરાંત ભગવાન સૂર્યના 12 નામોનો પણ જાપ કરવો જોઈએ. આ 12 નામ નીચે પ્રમાણે છે .आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर, दिवाकर नमस्तुभ्यं, प्रभाकर नमोस्तुते।
सप्ताश्वरथमारूढ़ं प्रचंडं कश्यपात्मजम्, श्वेतपद्यधरं देव तं सूर्यप्रणाम्यहम्।।

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here