આજથી લઈને 17 સપ્ટેમ્બર સુધી સૂર્યનું સ્થાન રહેશે સિંહ રાશિમાં, વાંચો 12 રાશિમાં કોને થશે ફાયદો અને કોને થશે નુકશાન

0

નવ ગ્રહોના મુખ્ય ગ્રહ સૂર્ય હાલમાં સૂર્યે પોતાનું સ્થાન બદલ્યું છે અને તે ૧૭ સપ્ટેમ્બર સુધી રહશે સિંહ રાશિમાં. જયારે જયારે કોઈ ગ્રહ પોતાનું સ્થાન બદલે છે અને કોઈ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ૧૨ રાશિના જાતકોને તેની અલગ અલગ અસર થાય છે ઘણી રાશિના જાતકોને તેનાથી ખૂબ લાભ થતો હોય છે જયારે અમુક રાશિના જાતકો માટે એ મુશ્કેલી ભર્યો સમય હોય છે.

સૂર્ય એ અગ્નિ પ્રધાન ગ્રહ છે સૂર્યનું કોઈપણ રાશિમાં પ્રવેશ કરવાથી જે તે જાતકને સુખ, શાંતિ અને સંપત્તિ મળતી હોય છે. પણ જો કોઈ જાતકની કુંડળીમાં સૂર્ય ગ્રહ નબળો હોય તો એ જે તે જાતકને બીમારી, નુકશાન અને બીજી અનેક મુશ્કેલી સર્જાય છે. જે જાતકનો સૂર્ય નબળો હોય તેઓએ સારા જ્યોતિષની સલાહથી માણેકનો નંગ ધારણ કરવો જોઈએ. હવે જયારે ૧૭ તારીખ સુધી સૂર્ય સિંહ રાશિમાં સ્થાન રહેશે તો જાણીએ કે આના કારણે ૧૨ રાશિના અલગ અલગ જાતકો પર તેની કેવી અસર થશે.

મેષ રાશિ

સૂર્યના સ્થાન બદલવાના કારણે આ રાશિના જાતકો પર મિશ્ર અસર રહેશે. સરકારી સ્કીમમાંથી તમને અનેક લાભ મળશે. સંતાનો તરફથી સારો સપોર્ટ મળશે. જે મિત્રો નોકરી કરી રહ્યા છે તેમને ઘણા સમયથી કરેલી મહેનતનું ફળ મળશે. નવા પ્રોજેક્ટ પર કામ કરી શકશો. જે મિત્રો નોકરી બદલવા માંગે છે તેમની માટે સારો સમય છે. જે મિત્રો વેપાર કરી રહ્યા છે તેમના અટકી ગયેલા પૈસા પરત આવશે અને ધનલાભ થવાની પણ શક્યતાઓ છે.

વૃષભ રાશિ

સૂર્યના સ્થાન બદલવાના કારણે સૌથી વધુ લાભ આ રાશિના જાતકોને થવાના છે. લાંબા સમયથી ચાલી રહેલી બીમારીનો અંત આવશે. પરિવાર સાથે હોવ ત્યારે વાણી અને વર્તનમાં કાબુ રાખવો. અણબનાવ બનવાના યોગ છે. પૈસા કમાવવા માટેના અનેક રસ્તાઓ ખુલશે. કાર્યક્ષેત્રમાં તમને પ્રમોશન મળવાના યોગ બની રહ્યા છે.

મિથુન રાશિ

સૂર્યના સ્થાન બદલવાના કારણે આ રાશિના જાતકોની કાર્ય કરવાની ક્ષમતામાં થશે વધારો. સાહસના કાર્ય કરી શકો તેમાં કોઈ અડચણ આવશે નહિ. તમારા મિત્રો અને પરિવારજનોના સાથના કારણે તમે સરળતાથી દરેક મુશ્કેલીનો સામનો કરી શકશો. તમારા ભાઈ અને બહેન કોઈ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

કર્ક રાશિ

ધનલાભ થવાના યોગ છે. ધનલાભ થવાના કારણે તમે થોડા અભિમાની થઇ શકો છો અને તેના કારણે તમે કોઈનું અપમાન કરી બેસશો. તમારા જીવનસાથીની તબિયત નરમ ગરમ રહેશે. તમારા વાણી અને વર્તનમાં તકેદારી રાખજો. થોડી ધીરજ રાખીને તમારે આ સમય પસાર કરવાનો છે.

સિંહ રાશિ

સૂર્ય તમારી રાશિમાં જ પ્રવેશ કર્યો છે જેના કારણે તમને અઢળક લાભ મળશે. સફળ થવા માટેની અનેક તકો તમારી સામે આવશે તો એ તકને ઓળખો અને ઝડપી લેજો. તમારા માન અને સન્માનમાં વધારો થશે. આ સમય દરમિયાન તમે દરેક કાર્ય ઉત્સાહથી કરી શકશો અને તે દરેક કામનો તમને યોગ્ય ફાયદો મળશે.

કન્યા રાશિ

આ સમય દરમિયાન તમારા અટકી પડેલા કોર્ટ કચેરીના કામનો અંત આવશે અને જીત તમારી જ થશે. જે મિત્રો વિદેશ જવા માટેની તૈયારી કરી રહ્યા છે તેમની માટે આ સમય સારો સાબિત થશે. મિત્રો પાછળ નાહકના ખર્ચ બંધ કરો અને જો બચત કરવા માંગો છો તો આજથી જ શરૂઆત કરો.

તુલા રાશિ

સૂર્યના સ્થાન બદલવાના કારણે તમને અનેક લાભ જેવા કે આર્થિક અને શારીરિક લાભ થશે. તમારા સંતાનોની તબિયત માટે સાવધાની રાખજો. ઉપરી અધિકારી સાથે સંબંધો સારા રાખો જેનો ફાયદો તમને ભવિષ્યમાં મળશે.

વૃષિક રાશિ

નોકરી કરતા મિત્રો માટે આ સમય ખુબ યોગ્ય છે તેમને પ્રમોશન મળવાના યોગ છે. કામમાં વધારો થશે જેના કારણે તમે પરિવારને બહુ સમય નહિ આપી શકો અને તેથી જ તમારા જીવનસાથી તમારાથી નારાજ થઇ શકે છે.

ધન રાશિ

માન સન્માનમાં વધારો થશે. ઉપરી અધિકારી સાથે વાત કરો ત્યારે કોઈનું અપમાન ના કરી બેશો તેની તકેદારી રાખજો. કોઈપણ પ્રકારના વિવાદોથી દુર રહો. પૈસાની લેવડ દેવડ કરવી નહિ.

મકર રાશિ

આ રાશિના જાતકોએ પોતાના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન રાખવાનું છે. કોઈપણ પ્રકારના લેવડ દેવડથી દુર રહેવાનું છે. પરિવારમાં કે મિત્રો સાથે વાત કરો તો વાણી અને વર્તન પ્રત્યે સતર્ક રહો. ધનલાભ થવાના યોગ છે.

કુંભ રાશિ

સૂર્યના સ્થાન બદલવાના કારણે આ રરાશિના જાતકોને પોતાના લગ્નજીવનમાં એક ફેરફાર જોવા મળશે. આ સમય દરમિયાન તમારા જીવનસાથી સાથે કોઈપણ પ્રકારનો વિવાદ કરવો નહિ. બંનેની સમજદારી અને ભાગીદારીથી અનેક લાભ મળશે. લાંબી મુસાફરીના યોગ બની રહ્યા છે.

મીન રાશિ

આ સમય તમારી માટે પણ અનુકુળ રહેશે. તમારા કામથી તમારા શત્રુઓ તમારાથી ઈર્ષા કરશે. અચાનક ધનલાભ થવાના યોગ છે. કોઈપણ પ્રકારના વિવાદમાં ભાગ લેશો નહિ. જે મિત્રો સ્પ્રધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને સફળતા મળશે.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here