સૂર્ય ને જળ ચડાવવાનાં ફાયદાઓ જાણો …હિન્દુ ધર્મ માં વેદ, પુરાણ, અને ગ્રંથો શું કહે છે ? વાંચો

0

સૂર્ય ને જળ કેમ ચઢાવાય છે આપણાં માતા-પિતા અને દાદા-દાદી આપણ ને નાનપણ થી શીખવાડે છે કે સવારે વહેલા ઉઠો અને સૂર્ય ને જળ અર્પણ કરો. આવા સમાજ માં જ્યાં સંસ્કારો, વિશ્વાસ અને માન્યતાઓ માં માનવા માં આવે છે ત્યાં એ પણ જાણવું જરૂરી છે કે સૂર્ય ને જળ ચઢાવવું શું ખરેખર લાભપ્રદ છે કે આ ખોટી માન્યતા છે.


હિન્દુ ધર્મ માં વેદ, પુરાણ, અને ગ્રંથો નું ખૂબ જ મહત્વ હોય છે અને આ ગ્રંથ આપણું સાચું માર્ગદર્શન કરે છે. આ ગ્રંથો નું નિર્માણ એ માટે જ કરવા માં આવ્યું છે કેમ કે આપણ ને આપણાં કર્તવ્ય નું જ્ઞાન રહે. આપણાં શાસ્ત્રો માં લખેલું છે કે સવારે સ્નાન કરી ને સૂર્ય ને જળ અર્પણ કરવા થી આપણાં શરીર ની સાથે સાથે આપણાં મન ને પણ શાંતિ મળે છે.
કહેવા માં આવે છે કે સૂર્ય બધા ગ્રહો ના સ્વામી છે અને જો આપણે સૂર્ય ને નિયમિત રૂપે જળ ચઢાવીએ છીએ તો સૂર્ય ની કૃપા આપણાં પર રહે છે અને જીવન માં સુખ શાંતિ નો વાસ થાય છે. આ ઉપરાંત એ પણ કહેવા માં આવે છે કે સૂર્ય ને જળ ચઢાવવા થી શરીર પણ અનેક રોગો થી મુક્ત થાય છે.

આપણે શાસ્ત્રો નું અનુસરણ કરી ને સૂર્ય ને જળ ચઢાવીએ છીએ પરંતુ તમને શું સૂર્ય ને જળ ચઢાવવા પાછળ નું વૈજ્ઞાનિક કારણ ખબર છે? છેવટે સૂર્ય ને જળ ચઢાવાય છે અને તેના થી આપણાં શરીર અને જીવન પણ શું પ્પ્રભાવ પડે છે? તો આજે અમે તમને જણાવીશું સૂર્ય ને જળ ચઢાવવા પાછળ નું વૈજ્ઞાનિક કારણ?

વૈજ્ઞાનિક દ્રષ્ટિ એ જોવા માં આવે તો સૂર્ય એક તારો છે, જે એક અગ્નિ નો ગોળો છે. સૂર્ય ના પ્રકાશ થી જ ધરતી પર દિવસ ની શરૂઆત થાય છે. સૂર્ય માત્ર મનુષ્ય માટે જ નહીં પરંતુ જીવ જંતુઓ અને વૃક્ષો ના જીવિત રહેવા માટે ખૂબ જ આવશ્યક છે. સૂર્ય આપણી પૃથ્વી થી લગભગ 15 કરોડ કિલો મીટર દૂર છે અને તેનો પ્રકાશ ધરતી પર લગભગ 8 મિનિટ અને 19 સેકન્ડ માં પહોચે છે.

સૂર્ય ને જળ અર્પણ કરવા થી આપણાં શરીર પર તેનો સીધો પ્રભાવ પડે છે, સવારે ઊગતા સૂર્ય ને જળ ચઢાવવા થી આપણાં શરીર ના સ્વાસ્થય પર ખૂબ જ લાભકારી પ્રભાવ પડે છે. જ્યારે સવાર સવાર ની તાજી હવા અને કિરણ શરીર ની ચામડી પર પડે છે તો આપણી સ્કીન ચમકી ઊઠે છે. અને ચહેરા નું તેજ પણ વધે છે.

અનેક શોધકર્તાઓ એ કળશ થી સૂર્ય ને ચઢાવાતા જળ પાછળ નું કારણ આપ્યું છે. જ્યારે આપણે ઉપર થી સૂર્ય ને જળ અર્પિત કરીએ છીએ ત્યારે કળશ માથી પાણી ની ધીમી ધાર નીચે પડે છે ત્યારે સૂર્ય ની તેજ કિરણો ને કારણે આપણે સૂર્ય સામે જોઈ શકતા નથી. આ માટે આપણાં પૂર્વજ સવારે સૂર્ય ઉદય થાય ત્યારે મોટા કિનારા વાળું વાસણ નો ઉપયોગ કરી જળ અર્પિત કરતાં.

જ્યારે તેઓ સૂર્ય ને જળ ચઢાવે ત્યારે નીચે પડતા પાણી માં આંખ ની સામે સૂર્ય નો પડછાયો દેખાઈ છે, જેના દ્રારા આપણાં પૂર્વજ અને સાધુ સંત સૂર્ય ના દર્શન કરી લેતા હતા. આમ સૂર્ય ની કિરણો વહેતા પાણી માં ફિલ્ટર થઈ ને આવે છે, જે આપણી આંખ માટે ખૂબ જ સારું છે. આ સાથે શરીર અને આત્મા માં પણ નવી ઉર્જા નો સંચાર થાય છે.
આ ઉપરાંત જ્યારે સૂર્ય ને જળ ચઢાવીએ છીએ ત્યારે પાણી ની ધાર ની વચ્ચે થી સૂર્ય ની કિરણો આવે છે, જે આપણી આંખ ની રોશની વધારે છે. આ સાથે પાણી ની વચ્ચે થી થઈ સૂર્ય ની કિરણો થી જે રંગ નીકળે છે તે પણ શરીર માટે ખૂબ જ લાભકારી છે. આ ઉપરાંત સૂર્ય ની રોશની માથી શરીર ને વિટામિન ડી મળે છે, જે શરીર ના હાડકાઓ ને મજબૂત બનાવે છે.

સૂર્ય ની કિરણો જ્યારે આપણાં શરીર પર પડે છે ત્યારે તે ઘણા હાનિકારક તત્વો ને નષ્ટ કરી દે છે. આ સાથે જે આપણી નકારાત્મક ઉર્જા ને પણ દૂર કરી દે છે. આ બધા કારણો થી જ કહેવામા આવે છે કે આપણી દિનચર્યા માં રોજ સવારે સૂર્ય ને જળ અર્પણ કરવું જોઈએ, જે માત્ર આપણાં શરીર માટે લાભકારી છે પરંતુ જ્યોતિષ ની દ્રષ્ટિ એ પણ સૂર્ય ની કૃપા બની રહે છે. જેના થી જીવન માં સુખ અને શાંતિ નો વાસ થાય છે.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here