રાકેશ રોશન ની સર્જરી પછી પહેલી તસ્વીર આવી સામે, નાક માં ડ્રિપ લગાવીને પણ ઉજવ્યો દીકરાનો જન્મદિવસ..જુવો PHOTOS

0

ઋત્વિક રોશને ગઈ કાલ એટલે કે 10 જાન્યુઆરી ના રોજ પોતાના જન્મદિવસ ની ઉજવણી કરી હતી.આ મૌકા પર ઋત્વિક રોશને પોતાના પિતા રાકેશ રોશન ની સાથે એક તસ્વીર શેયર કરી છે. અમુક દિવસો પહેલા જ ઋત્વિક રોશને એ ખુલાસો કર્યો હતો કે તેના પિતા ને ગળા નું કેન્સર થઈ ગયું હતું.આ વાત ઋત્વિકે ત્યારે જણાવી જયારે રાકેશ રોશન ની સર્જરી થવાની હતી.એવામાં સર્જરી સફળ રહી છે અને હવે સર્જરી પછી ઋત્વિકે પિતા સાથેની તસ્વીર શેયર કરી છે. આ તસ્વીર માં રાકેશ રોશન ની નાક માં ડ્રિપ લાગેલી નજરમાં આવી રહી છે. રાકેશ રોશન સર્જરી પછી હોસ્પિટલ થી પાછા ઘરે આવ્યા તો પુરા પરિવારે તેની સાથે તસ્વીરો લીધી હતી.પોતાના જન્મદસિવે પિતા સાથે તસવીરો લેતા ઋત્વિક રોશન ખુબજ ખુશ નજરમાં આવી રહ્યા છે. રાકેશ રોશન પણ પહેલાની જેમ આ ઉંમરે પણ નિયમિત જિમ કરે છે અને ફિટ રહે છે. તસ્વીર માં કેક અને ફુગ્ગાઓ પણ દેખાઈ રહ્યા છે.
તસ્વીર શેયર કરતા ઋત્વિકે પોતાના કૈપ્શન માં લખ્યું કે,”તમારા બધા ના પ્રેમ અને દુવાઓ માટે તમારો ખુબ ખુબ આભાર. આજે મારા માટે ખુબજ મોટો દિવસ છે”. આ સિવાય ઋત્વિક ની માં પિંકી રોશન એ પણ પોતાના પતિ રાકેશ ની સાથે એક તસ્વીર શેયર કરી છે.જણાવી દઈએ કે ઋત્વિક ના જન્મદિવસે જ રાકેશ રોશન સફળ સર્જરી કરાવીને ઘરે પાછા આવ્યા તો આ ઉજવણી બે ગણી વધી ગઈ હતી.ઋત્વિકે પોતાના મિત્રો તથા પરિવાર ની સાથે જન્મદિવસ ની ઉજવણી કરી હતી આ સિવાય પાર્ટી નું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં ઋત્વિક ની પૂર્વ પત્ની સુજૈન ખાન અને સોનાલી બેન્દ્રે પણ આવી પહોંચી હતી.
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here