સર્જરી કરનારા ડોકટરે કર્યો આ મોટો ખુલાસો, આ ડર લીધે વજન વધારતા હતા ડૉ.હાથી…

0

ટીવીના સુપરહિટ શોઝ માંનો એક ‘તારક મેહતા કા ઉલ્ટા ચશમા’ માં ડૉ.હાથી નો કિરદાર નિભાવનારા એક્ટર કવિ કુમાર આજાદ ની મૃત્યુથી તેના ફેન્સ સહીત પુરી ટિમ દુઃખમાં છે. હવે આ ડોક્ટર વિશે જોડાયેલો એક એવો ખુલાસો થયો છે જેને જાણીને તમે પણ ચોંકી જાશો. જે ડોકટરે વર્ષો પહેલા તેની બૈરીએટ્રિક સર્જરી કરી હતી, તેણે જણાવ્યું કે આજાદ જાણી જોઈને પોતાનો વજન ઓછું નથી કરી રહ્યા. રિપોર્ટ અનુસાર ડોકટરે જણાવ્યું કે કવિ કુમાર ને એ વાતનો ડર હતો કે જો તેણે પોતાનું વજન ઓછું કરી લીધું તો તેને કામ નહી મળી શકે. ડોકટરે કહ્યું, ”મેં તેને ફરીથી બૈરીએટ્રિક સર્જરી કરાવા માટે કહ્યું તો કવિએ કહ્યું કે તેને પોતાનું વજન યથાવત જ રાખવું પડશે નહિ તો તે સ્ક્રીન પર મોટા નહિ દેખાય”.ડોકટરે જણાવ્યું કે 8 વર્ષ પહેલા તે શૂર્ટિંગ કરતા કરતા બેહોશ થઇ ગયા હતા, અને તેને વેન્ટિલેટર પર રાખવા પડ્યા હતા. મોટાપા ને લીધે તેની તબિયત બગડતી રહેતી હતી. તે સમયે તેનો વજન 265 કિલો હતો. માટે ડોક્ટરોએ સર્જરી કરીને તેનો વજન 140 કિલો જેટલો ઓછો કર્યો હતો. તેના પછી તેણે ફરીથી કામ પર વાપસી કરી હતી.ડોકટોરે જણાવ્યું કે તેને ફરીથી સર્જરી કરાવા માટેની પણ સલાહ આપી હતી પણ તે ફરી ન આવ્યા. ડોક્ટર્સે એ પણ કહ્યું કે જો તેણે ફરી સર્જરી કરાવી હોત તો તેનું વજન અત્યારે 90 કિલો હોત. અમે તેને એ પણ કહ્યું હતું કે પૈંડિગની મદદથી તે સ્ક્રીન પર મોટા દેખાઈ શકે તેમ છે, પણ તે કેહતા હતા કે તેનાથી તેનો ચેહરો તો મોટો નહિ દેખાય ને?સાથે જ ડોક્ટર્સે કવિ કુમારને ચેતવણી પણ આપી હતી કે જો તેણે પોતાનું વજન ઓછું ન કર્યું તો તેનું મૃત્યુ પણ થઇ શકે છે. સર્જરી કરાવ્યા છતાં પણ તેણૅ 20 કિલો જેટલો વજન વધારી નાખ્યો હતો. જણાવી દઈએ કે 9 જુલાઈ ના રોજ હાર્ટ એટેક આવવાને લીધે કવિ કુમાર આજાદ હંમેશા ને માટે દુનિયા છોડીને ચાલ્યા ગયા.Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!