સુરતના ડાયમંડ ફેક્ટરીના માલિકે તેના 600 જેટલા કર્મચારીને આપી ગિફ્ટમાં કાર, ખુદ PM નરેન્દ્ર મોદીએ પાઠવ્યા અભિનંદન …..

0

આમ જોવા જઈએ તો દર વર્ષની દિવાળીએ સાવજીભાઇ ધોળકિયા પોતાના કર્મચારીને દિવાળીના બોનસમાં ફ્લેટ, ગાડીઓ અને બીજી મોંઘી મોંઘી વસ્તુઓ આપવા માટે ફેમસ છે. નાના મોટા સૌ તેમના આ ઉદાર દીલને સલામ કરે છે. એમાં ખૂબ નરેંદ્ર મોદી પણ આવી ગયા.આવનાર સમયમાં દિવાળી આવતી હોવાથી સુરતની હરેકૃષ્ણ ડાયમંડ ફેક્ટરીના માલિક સાવજીભાઇ ધોળકિયાએ તેમની કંપનીમાં કામ કરતાં કર્મચારીને દિવાળીના બોનસ રૂપે આ વખતે કાર ગિફ્ટ કરી છે. અને એ પણ એક બે નહી..પૂરા 600 કર્મચારીઓને કાર ગિફ્ટ કરીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. અને એ ઉપરાંત 900 જેટલા કર્મચારીને એફ.ડી સ્વરૂપે બોનસ આપ્યું છે. આ વાતના અભિનંદન ખુદ પી.એમ નરેન્દ્ર મોદીએ પાઠવ્યા છે. અને આ વર્ષની સૌથી મોટી દિવાળીની શુભેચ્છા પણ પાઠવી છે.

આ પ્રોગ્રામનું આયોજન 31 ઑક્ટોમ્બરના રોજ યોજાવા જઈ રહ્યું છે. જેનું લાઈવ પ્રસારણ થવાનું છે. આ 600 કર્મચારીઓ કે જેને ગાડી અલવા જઈ રહી છે એ પણ દિવાળી બોનસમાં તો એ કર્મચારીઓ અત્યારથી 31 ઓક્ટોબરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ કર્મચારીઓમાં બહેનોનો પણ સમાવેશ થાય છે.

જાણો કેમ અને કેવી રીતે અપાય છે કર્મચારીનેઓને કાર :

દર વર્ષે સબજીભાઇ પોતાના કરામચરીઓને દિવાળી સમયે કાર , ફ્લેટ કે કોઈપણ મોંઘી ભેટ આપે છે . પરંતુ એ એના માટે યોગી કર્મચારીની પસંદગી કરે છે. દરેક કર્મચારી જે કંપની માટે કામ કરે છે તેની આખા વર્ષ માટે નોંધ લેવાય છે. તેના કમાણી ગુણવતા ચકાસવામાં આવે છે. અને પછી એક લિસ્ટ તૈયાર થાય છે. એમાંથી પણ કર્મચારીઓની પસંદગી કરવામાં આવે છે. જેથી કોઈ કર્મચારીને અન્યાય ન થાય. આ વર્ષ 1350 થી પણ વધુ લોકો આ લીસ્ટમાં હતા. જેમાંથી કર્મચારીના કામની ગુણવતા જોઈને 600 કર્મચારીઓને કાર ગિફ્ટમાં આપવાની પસંદગી કરાઇ. બાકીના કર્મચારીઓને પણ મોટી રકમ જ મળશે પણ એ એફ.ડી સ્વરૂપે આપવામાં આવશે. જેનાથી કર્મચારીઓને પણ આગળ જતાં મોટો ફાયદો થશે.

સાવજીભાઇ જણાવી રહ્યા દર વખતે કર્મચારીને એના કામ પ્રમાણે અમે બોનસ રૂપે મોંઘી ભેટ આપીએ છીએ જેનાથી કર્મચારીઑ મોટીવેટ થાય છે ને કંપનીને મોટો ફાયદો થાય છે.આ વર્ષે પણ 600 કર્મચારીઓને રેનાલ્ટો અને મારુતિ સુઝુકી કંપનીની કાર જ આપવામાં આવશે.

આ વર્ષે દિવાળી બોનસ આપવામાં એક દિવ્યાંગ મહિલાનો પણ સમાવેશ થશે જેને પી.એમ નરેન્દ્ર મોદીના હસ્તે કાર આપવામાં આવશે. આ કાર આપીને સાવજીભાઈએ એમની વિચારસરણીથી એ સાબિત કરી આપ્યું છે કે મહિલાઓ પણ મહેનત કરવામાં પાછળ નથી.

આ આખા કાર્યક્રમ સુરતમાં યોજવામાં આવશે. જેનું લાઈવ પ્રસારણ પણ થશે.
આ કાર્યક્રમનુ નામ રહેશે સ્કિલ ઈન્ડિયા ઇન્સેટિવ પ્રોગ્રામ :સાવજીભાઈના જણાવવા અનુસાર,દર વર્ષે આવા કાર્યક્રમ યોજવામાં આવશે અને તેનું નામ આપવામાં આવ્યું છે સ્કિલ ઈન્ડિયા ઇન્સેટિવ પ્રોગ્રામ. જેમાં કર્મચારીના પગારમાંથી અણુક રકમ જમા કરવામા આવશે ને એમાંથી જ કંપની એ

કર્મચારીને કાર કે કોઈ મોટી રકમ કે બીજી મોંઘી વસ્તુ ગિફ્ટમાં આપવામાં આવશે.

આની પહેલા પણ અગાઉ કર્મચારીઓને કાર અને ફ્લેટ ગિફ્ટમાં અપાઈ ચૂક્યા છે અને આ જ વર્ષે થોડા સમય અગાઉ પણ ત્રણ કર્મચારીને મર્સિડિઝ કાર ગિફ્ટ કરી હતી. આ ગુજરાતી બિઝનેસમેને કર્મચારીઓને ગિફ્ટમાં આપી 1-1 કરોડની મર્સિડિઝ કાર, વાંચો વિગત

આજકાલ આમ જોઈએ તો એવો જમનાઓ આવ્યો છે કે મોટી મોટી કંપનીઓના માલિકો તેના વર્કરોની સેલરીમાં પણ કાપ મૂકી રહ્યા છે અને દિવાળી બોનસ પણ આપતા નથી. ત્યારે અત્યારે ઊલટું બન્યું છે. સુરતનાં જ એક ખાનગી પેઢીના માલિકે પોતાને ત્ત્યા કામ કરતાં કર્મચારીઓને એક કાર અને એક કરોડ રૂપિયા આપ્યા છે. તો ચાલો જાણીએ એ વેપારી વિષે વધુ …

સુરતના ડાયમંડ કિંગ સવજી ધોળકીયા નામના જાણીતા વેપારી માટે પોતાને ત્યાં કામ કરતાં કર્મચારીઓ ખૂબ મહત્વના છે. તેઓ એવું મને છે કે તેમની સફળતા અને કંપની ને મળતા પ્રોફિટમાં મેન ફાળો કર્મચારીનો રહેલો છે. એટ્લે તેઓ દર વર્ષે પોતાના કર્મચારીઓને કંપનીને થતાં પ્રોફિટમાંથી કોઈને કોઈ ગિફ્ટ આપી પોતાના કર્મચારીનો આભાર વ્યક્ત કરે છે. આ વર્ષે તેમણે તેમના કર્મચારીઓને મોંઘીદાટકાર ગિફ્ટ આપીને લાઇમલાઇટમાં આવ્યા છે. તેમણે તેમની કંપનીમાં કામ કરતાં 3 એમ્પ્લોયને લકઝુરિયસ કાર મર્સડીઝ ગિફ્ટ કરી છે. ચૌકી ગયા ને આ સાંભળીને ? આ તો હજી સાંભળો તમે વધારે ચૌકી જશો. પોતાની જ કંપનીમાં કામ કરતાં એક વ્યક્તિનું આકસ્મિક મૃત્યુ થયું હતું તો તેના પરિવારને 1 કરોડનો ચેક અર્પણ કર્યો હતો.

જાણો આ કંપનીના માલિક વિષે :

આવા દિલદાર બિઝનેસમીનાનું નામ છે સવજી ધોળકીયા. જેઓ સુરત અને મુંબઈના ડાયમંડ ઉધ્યોગના મોટા બોસ ગણાય છે. એટ્લે જ લોકો તેમને ડાયમંડ કિંગ તરીકે પણ ઓળખે છે. તો ઘણા લોકો તેમણે કાકા તરીકે પણ સંબોધે છે. તેઓ દેશના અબજોપતિમાના એક છે. આમ તો તે મૂળ અમરેલી જિલ્લાનાં દૂધાળા ગામના વાતની છે. તેમના ઘરની આર્થીક પરિસ્થિતી ખૂબ નબળી હોવાથી તેમણે નાની ઉમરે જ અભ્યાસ છોડવો પડયો હતો અને ઘરના ભરણપોષણ કરવા માટે સુરત સ્થાયી થવું પડયું હતિઉ. તેમની કમાવાની મહેનત અને લગનથી આજે તેઓ દુનિયાના અબજોપતિ બની ગયા છે. ગીતમાં કહ્યું છે કે કર્મનું ફળ મળે જ છે. માટે સવજીભાઈએ જે કર્મ કર્યું તેનું પરિણામ આજે દુનિયામાં જગજાહેર છે ને લોકો પણ તેમના આ જીવનથી પ્રેરણા લઈ રહ્યા છે.

સુરતનાં આ જાણીતા વેપારી દર વર્ષે તેમના અધિકારીને ગિફ્ટ આપવા માટે જાણીતા છે. હજી ગયા વર્ષે જ દિવાળી બોનસમાં તેમના 400 કર્મચારીઓને 400 ફ્લેટ અને 500 કાર ગિફ્ટ આપી હતી.

પોતાના ઉદાર સ્વભાવના કારણે જાણીતા બનેલા સવજી ધોળકીયા આજે ફરી તેમના આ કાર્યથી લાઈમ લાઇટમાં આવી ગયા છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here