સુરતની આ મહિલા વેંચી રહી છે હાઇ ફાઈ ગાડીમાં આવીને પાણીપૂરી, જાણો આખી રસપ્રદ કહાણી…..

0

સુરતના હાઇ ફાઈ ગણાતા એક વિસ્તારમાં આધુનિક વસ્ત્રોમાં સજ્જ એક યુવતી આવે છે તેની મોંઘી કાર લઈને અને વહેંચે છે લોકોને પાણીપૂરી. જાણો એ યુવતીની સંપૂર્ણ વાત.

સુરતમાં આવેલ વી.આઈ.પી રોડ પરના ગૌરવપાઠ વિસ્તારમાં આ છોકરી રોજ સવારે 9 વાગ્યા પછી આવે છે પોતાની કાર લઈને આવે છે. અને એની મદદ કરવા એના જેવી જ મોંઘી કાર લઈને એક યુવાન પણ આવે છે. બંને મળીને પાનીપૂરીનો સ્ટોલ લગાવે છે…અને કારની ડેકીમાંથી બધો જ સમાન કાઢીને પાણીપૂરી વહેંચવા લાગી જાય છે. આ માહિતી ત્યાના સ્થાનિકો પાસેથી જાણવા મળી છે.
મોટાભાગની યુવતીઓને આધુનિક કપડાં પહેરવાનો શોખ હોય છે ને મોંઘી મોઘી કાર લઈને મોંઘા રેસ્ટોરમાં જઈને નાસ્તો કરવાનો શોખ રાખતા હોય છે. પરંતુ આ રિદ્ધિ પટેલ નામની યુવતી મૂળ સૌરાસ્ટ્રના રંગીલા સીટી રાજકોટની છે અને તેના પરિવાર જાણો પણ ખૂબ જ સુખી સંપન્ન છે. મોટાભાગના લોકો તેના પરિવારમાંથી બિલ્ડર લાઇન સાથે સંકળાયેલા છે. પરંતુ તે આ કામ કરવા માટે કોઈ પણ શિક્ષણના કે મેનેજમેંટના ભાગ રૂપે નથી કરતી પરંતુ તે તેનું કામ છે એ સમજીને કરી રહી છે.
તેઓનું આવું આખું ગૃપ છે. જેમાં આઠ લોકો સંકળાયેલા છે, તેમાના જ એક રાહુલ પટેલે જણાવી હતું કે, અમે બધા જ ગ્રૂપ મેમ્બર સૌરાષ્ટ્ર ના જ છીએ.
અને અમે જે પાણીપૂરી લોકોને વહેંચી છીએ એમાંથી જે પણ નફારૂપે રકમ વધે છે ખર્ચ કાઢતા એ બધી જ રકમનો અમુક ભાગ અમે અબોલ જીવની સેવામાં ખર્ચ કરીએ છીએ. આ ગ્રૂપમા જોડાયેલા બધા જ સભ્યો આ કામ કરવામાં એકબીજાને મદદ કરે છે. અને બીજા શેરીએ શેરીએ ભૂખ્યા કુતરાઓને ખવડાવવા પહોંચી જાય છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો. ➡➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here