સુરતના વેપારીને રફ હીરામાંથી મળ્યા ગણપતિ,જાણો શું બની હતી ઘટના??

સુરતના કતારગામ વિસ્તાર ના એક હીરા વેપારી ને 12 વર્ષ પહેલાં હીરાની રફ ખરીદી વેળાએ રફ માં ગણપતિ ની આકૃતિ જોતા 12 વર્ષ થી ડાયમંડ ગણપતિની ઘરમાં સ્થાપના કરી પૂજા અર્ચના કરે છે.

શહેર માં ચાલીરહેલાં ગણેશ ઉત્સવ દરમિયાન ઘણા ભાગ્ય શાળી લોકો ને ગણેશજીની કૃપા કોઈ ના કોઈ સ્વરૂપે પ્રાપ્ત થતી હોય છે. ત્યારે આ ગણેશજી ની અસીમ કૃપા કતારગામ ના એક હીરા વેપારી પર થઈ હતી. કતારગામ ના દાન ગિગેવ સોસાયટી માં રહેતા રાજેશભાઇ પાંડવ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. 2005 માં રાજેશ ભાઈ રફ ડાયમંડ ની ખરીદી કરવા ડાયમંડ બજારમાં ગયા હતા ત્યારે ડાયમંડ ના એક બ્રોકર પાસેથી રફ હીરા ખરીદતી વેળાએ આ રફ હીરા નું નિરીક્ષણ કરતા એક મોટા હીરામાં રાજેશભાઇ ને ગણેશ જી ની આકૃતિ નજર આવી હતી.

જેમાં ગણેશજીની માથાનું મુકુટ જમણી સુઢ બે હાથ અને બે પગ ની સંપૂર્ણ આકૃતિ નજરે પડતા આ હીરા ને ખરીદવાનું વિચાર્યું. ત્યારે રાજેશભાઈ એ તેના પરિવાર ની બચત કરેલા પૈસાભેગા કરી બ્રોકર પાસેથી 3 જ દિવસ માં આ ગણપતિ ની ખરીદી કરી . ગણપતિ ની કૃપા સમજીને આ હીરા ની સ્થાપના કરી 12 વર્ષ થી રાજેશભાઈ નું પરિવાર આ વિઘ્નહર્તા હીરા રૂપે પોતાના ઘરમાં બિરાજમાન ગણેશજી ની પૂજા અર્ચના કરે છે.આ હીરાના ગણપતિ ની ખરાઈ કરવા ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ માં હીરાની ખરાઈ કરવામાં આવી હતી. આ હીરા ના ગણેશ ને ટ્રાન્ફરન્સ સફેદ ઓરોજન 27.74 કેરેટ ખરાઈ કરતું એક સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે.એવું પણ કહેવામાં આવે છે કે એક પ્રકાર ના 2 હીરા મળતા નથી.

ત્યારે રાજેશભાઇ પણ એવું જ માને છે કે આજ સુધીમા હીરા ના ગણપતિ મળવા ની વાત સાંભળી છે અને ગણેશજી ના દર્શન પણ કાર્ય છે.પરંતુ આજ સુધી આવી હીરાની પ્રતિમા કોઈ પાસે જોઈ નથી.આ હિરા રૂપી વિઘ્નહર્તા ગણેશજી પોતાના ઘરમાં સ્થાપના કરવાની સાથેજ ઘરમાં શાંતિ સમૃદ્ધિ અને ખુશી માં વધારા નો અનુભવ રાજેશભાઈ ને થયો છે.આ હીરાના ગણેશ રાજેશભાઇ ના પરિવાર માટે કરોડો રૂપિયા કરતા પણ અમૂલ્ય માની 12 વર્ષ થી સમૂહ પરિવાર આ પ્રતિમાં ની પૂજા અર્ચના કરે છે.

News Source

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!