સુરતમાં આતંકનું બીજું નામ છે આ સુંદર લેડી ડોન,ચેહરો જોઇને વિશ્વાસ નહિ કરી શકો…જુવો Photos ક્લિક કરીને

સુરત પોલીસ માટે માથાંનો દુઃખાવો બનેલી લેડી ડોનનો એક બીજો વિડીયો વાઈરલ થયો છે. વિડીયો વાઈરલ થયા બાદ સુરત પોલીસે લેડી ડોનના વિરુદ્ધ એફઆરઆઈ દર્જ કરીને તેને જેલ મોકલી દીધી છે.સુરતની સુંદર લેડી ડોનનો લોકોમાં એવો ડર છે કે તેના વિરુદ્ધ કોઈપણ ફરિયાદ નથી કરતું. સુંદર લેડી ડોનની કહાની જાણતા પહેલા તેની સુંદર તસ્વીરો પર એકવાર નજર કરી લો. તસ્વીરોને જોયા બાદ હર કોઈ એજ કહેશે કે આ સુંદર લેડી ડોન કેવી રીતે હોય શકે.સુરતમાં ઘણા આપરાધિક વારદાતોને અંજામ દેનારી અસ્મિતા ઉર્ફ ભૂરી ગોહિલના આ સુંદર ચેહરા પાછળ એક અન્ય ચહેરો પણ છુપાયેલો છે.  આ વિડીયો 21 મે નાં રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. વિડીયોમાં સુરતના વરાછા ઈલાકાની વર્ષા સોસાઈટીમાં સ્થિત એક પાનની દુકાન નો છે જ્યાં પાનવાળો પોતાની દુકાનમાં હતો અને ત્યારે લેડી ડોન પોતાના સાથીઓ સાથે હાથમાં ખુલ્લી તલવાર લઈને આવી પહોંચી હતી. આ પાનવાળો કઈ પણ સમજી શકે તેના પહેલા તેને ધમકાવાનું શરુ કરી દીધું અને તેની પાસેથી જબસદસ્તી પૈસા છીનવી લીધા.
લેડી ડોનની એન્ટ્રી થતા જ પાનની દુકાનની બહાર બાઈક પર બેસેલા બે અન્ય વ્યક્તિ કંઈપણ બોલ્યા વગરજ ત્યાંથી નીકળી ગયા. લેડી ડોનની ધમકી બાદ પાનવાળો પણ પોતાની દુકાન બંધ કરીને ત્યાંથી નીકળી ગયો. તેના પછી લેડી ડોન અને તેના સાથીઓ હાથમાં તલવાર લઈને રસ્તાઓ પર નીકળી રહેલા લોકો પાસેથી વસુલી કરવા લાગ્યા.બીકને લીધે પાનવાળો પણ આ લેડી ડોનના વિરુદ્ધ રીપોર્ટ દર્જ કરવા માટે પોલીસ સ્ટેશન ન ગયો. ત્રણ દિવસ પછી લેડી ડોન અને તેના સાથીઓની સીસીટીવીમાં કૈદ થયેલી હરકતો સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ તો પોલીસે તે પાનવાળાને શોધવાનું શરુ કર્યું અને તેને શોધીને લેડી ડોનના વિરુદ્ધ લુંટફાટ, ધમકી અને મારપીટનાં મામાલની રીપોર્ટ દર્જ કરાવી.તેની પહેલા પણ માર્ચમાં લેડી ડોનનો એક વિડીયો વાઈરલ થયો હતો જેમાં તે પોતાના સાથીઓ સાથે રસ્તા પર છુરો અને તલવાર લઈને નજરમાં આવી હતી.હવે પોલીસ કહી રહી છે કે અસ્મિતા ગોહિલ એક ક્રિમીનલ છે તેના વિરુદ્ધ પહેલા પણ ઘણી રીપોર્ટ દર્જ કરવામાં આવેલી છે. પોલીસનું કહેવું છે કે તેના પરિવારના લોકો તેને મળવા નથી આવતા. એક અન્ય ખુલાસો કરતા પોલીસે જણાવ્યું કે લેડી ડોન કોઈ નશો નથી કરતી પણ ગુંડાઓની સાથે ફરવું જાણેકે તેનો શોખ છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!