સુરતમાં 251 દીકરીઓ એકસાથે બની દુલ્હન, આ હીરા વ્યાપારીએ આ ભવ્ય લગ્નમાં કર્યું એકસાથે કન્યાદાન, જાણો વિગતે…

0

ક્રિસમસના મૌકા પર ગુજરાતના સુરત શહેરમાં 251 દીકરીઓ એક સાથે દુલ્હન બની હતી. આ સામુહિક વિવાહમાં 5 મુસ્લિમ દંપતી, 1 ઈસાઈ દંપતી અને HIV પીડિત બે મહિલાઓ પણ શામિલ હતી. આ વિવાહની રોચક વાત એ હતી કે આ દીકરીઓના લગ્ન પોતપોતાના ધર્મ આધારિત કરવામાં આવ્યા હતા. પારંપરિક પરિધાન અને ઘરેણાઓથી સજેલી દરેક દીકરીઓ ખુબ સુંદર લાગી રહી હતી.

પોતાના જીવનની એક નવી શરૂઆત કરવા જઈ રહેલી આ દીકરીઓના લગ્ન અને કન્યાદાનની જવાબદારી હીરા વ્યાપારી ‘મહેશ સવાની’ એ ઉઠાવી હતી. મહેશ સવાનીનું માનવું છે કે જે દીકરીઓ પાસે પોતાના પિતા નથી હોતા તેઓને લગ્નનો ખર્ચ ઉઠાવવો ખુબ મુશ્કિલ કામ છે. માટે તેમણે આ કામને સામાજિક દાયીત્વ માનીને આવી દીકરીઓના પિતા બનીને જવાબદારી ઉઠાવવાનો નિર્ણય કર્યો છે. આ ભવ્ય સમારોહમાં 251 પ્રકારની મીઠાઈઓ બનાવવામાં આવી હતી.

આ વિશેની વાત કરીએ તો આ હીરા વ્યાપારી કહે છે કે. ‘મેં એક પિતા બનવાની જવાબદારી ઉઠાવી છે. હું 2012 થી દરેક વર્ષે ક્નાદાન અનુષ્ઠાન કરી રહ્યો છુ. મારું માનવું છે કે દરેક દીકરી એક ભગવાનનું વરદાન હોય છે.’

કહેવામાં આવે છે કે આજ સુધીમાં આ સવાનીએ લગભગ 1000 દીકરીઓના લગ્ન સંપન્ન કરી ચુક્યા છે. એટલુજ નહિ, તે આ દીકરીઓના કપડા અને ઘરેણાથી લઈને તેમના ઘર વસાવવા માટેની દરેક વસ્તુઓ પણ ભેંટ કરે છે. જો કે હજુ એ વાતનો ખુલાસો નથી થયો કે આ ભવ્ય અને આકર્ષક લગ્નમાં ટોટલ કેટલા રુપીયાનાઓ ખર્ચ થયો હતો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.