ગુજરાતની એક એવી કંપની જેમાં દિવાળી બોનસમાં મળે છે કાર, કંપનીમાં જમવાનું ફી મા ને ઉપરાંત કર્મચારીના મૃત્યુ પછી આપે છે સહાય 1 કરોડ પૂરા ….

0

જી હા, આજે અમે વાત કરી રહ્યા છીએ ગુજરાતનાં સુરતમાં જ આવેલી હરેકૃષ્ણા ડાયમંડ કંપનીની. આ કંપની દર વર્ષે દિવાળી પર પોતાના કર્મચારીઓને કાર દિવાળી બોનસમાં આપે છે. એકવાર તો આ કંપનીએ ફ્લેટ પણ આપ્યા હતા.
આમ આ કંપની દર વર્ષે દિવાળી આવતા કેટલાય દેશ વિદેશના ન્યૂઝ્પેપરની હેડ લાઇન અથવા બ્રેકિંગ ન્યૂઝ બની રહી છે. આ વર્ષે જ એની કંપનીના ત્રણ મેનેજરને પૂરા 1 કરોડની કિંમતની મર્સિડિઝ કાર ગિફ્ટમાં આપી હતી અને એ ઉપરાંત ખૂબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 600 કાર પણ ગિફ્ટમાં આપવા જઈ રહ્યા છે.
 દિવાળી પર આ કંપનીએ પોતાના કર્મચારીઓને 600 કાર ગિફ્ટ આપી છે, જેમાં દિવ્યાંગ મહિલા કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. આ મહિલા કર્મચારીને દિલ્હીથી નરેન્દ્રમોદીના હસ્તે કારની ચાવી આપવામાં આવી હતી.
એ તો ઠીક પરંતુ દિવાળી પર આ વર્ષે જ પોતાના કર્મચારીઓને કાર, બેન્ક એફ.ડી અને જ્વેલરી જેવી લાખોની કિંમતની વસ્તુઓ પોતાના કર્મચારીઓને દિવાળીમાં ભેટ સ્વરૂપે આપવામાં આવે છે.

તો આ કંપનીમાં કામ કરવા માટે તમે પણ જોડાઈ શકો છો , જાણો તેની પ્રોસેસ :

બિન્દાસ આ કંપનીમાં એપ્લાય કરી શકો છો. પણ જો તમે ખાલી 12 ધોરણ પાસ જ છો તો પણ તમે આ કંપનીમાં જોડાઈ શકો છો. પરંતુ તમને હીરા કેવી રીતે બને છે તેની જાણકારી હોવી જોઈએ. તમારે હીરાનું મેન્યુફેક્ચરિંગ યુનિટમાં આરામથી કામ કરી શકો છો. અને જો તમે માત્ર 10 ધોરણ જ પાસ હશો તો પણ તમે આ કંપનીમાં કામ કરી શકો છો. આના માટે માત્ર તમારે હીરાનું પોલીસ કેમ થાય છે તેની જ જાણકારી મેળવવી જરૂરી છે. હરેકૃષ્ણા ડાયમંડ કંપનીમાં કામ કરવા માટે તમારી પાસે ગ્રેજ્યુએશનની લાયકાત હોવી જરૂરી છે. તો તમે

કેવી રીતે કરવી અરજી :
આ કંપનીને વેબસાઇટ પર જઈને તમે અબાઉટ અસમાં જઈને તમે તામરું રીઝયુમ મોકલી શકો છો. મુંબઈમાં આવેલી એકપોર્ટ યુનિટની જ વેબસાઇટ છે. આ કંપનીમાં અરજી આપતા પહેલા તમારે કંપનીમાં જ કામ કરતાં કોઈ કર્મચારીની ભલામણ હોવી જરૂરી છે, નહીતર તમને આ કંપની ક્યારેય જોબ આપશે નહી. તમારે રીઝયુમ સાથે સાથે ઓનલાઈન જ એક રેફરન્સ ફોર્મ ભરવાનું રહેશે. એ ચેક કર્યા પછી જ તમારું રીઝયુમ આગળ ઇન્ટરવ્યુ માટે મોકલાશે.
આ કંપનીમાં સેલરી ની શરૂઆત પાંત્રીસ હજારથી એક લાખ સુધીની છે, આ કંપનીમમાં જે લોકો જોડાય છે તે ક્યારેય જોબ છોડતા નથી. રવિવારની રજા રહે છે, બાકી બાકીના દિવસોમાં કામ કરવાનું હોય છે.
આ કંપની સુરતના વરાછામાં આવેલી છે જ્યાં હજારોની સંખ્યામાં લોકો કામ કરી રહ્યા છે, અને તેની બીજી ઓફિસો મુંબઈ સહિત વિદેશમાં પણ આવેલી છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here