સનીનો પતિને સાથે રાખવાને લઈ ચોંકાવનારો ખુલાસો, બતાવી બોલિવૂડની કાળી બાજુ

બોલિવૂડની હોટ એન્ડ બોલ્ડ એક્ટ્રેસ સની લિયોનનો જાદુ તો દરેક વ્યક્તિના દિલમાં ચાલે છે. પોતાના અલગ અંદાજ અને શાનદાર કામને કરાણે તે હાલ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી ચૂકી છે. સની લિયોને બોલિવૂડ બાદશાહ શાહરૂખ ખાન સાથે કામ કર્યું છે અને ટૂંક સમયમાં જ સલમાનની ફિલ્મમાં પણ જોવા મળશે. પરંતુ શું તમે તેના એક રિયલ લાઈફ કડવા અનુભવ અંગે જાણો છો?

સની મોટા ભાગના એવોર્ડ શો અને પ્રમોશન ઈવેન્ટ્સ પર પોતાના પતિ ડેનિયલ સાથે જ જોવા મળે છે. એવું તો શું છે કે, તે દરેક જગ્યાએ પોતાના પતિને સાથે લઈને જાય છે?. આ અંગે સની લિયોને પોતેજ બોલિવૂડની કાળી બાજુ રજૂ કરતો આંચકાજનક ખુલાસો કર્યો છે.

સનીને હાય હેલ્લો કરવામાં સંકોચ અનુભવતા સ્ટાર્સ


બોલિવૂડમાં આવ્યા પહેલા સની લિયોન એક પોપ્યુલર પોર્ન એક્ટ્રેસ હતી. બોલિવૂડમાં એન્ટ્રી કર્યા બાદ તેણીએ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એક ઈન્ટરવ્યુ દરમિયાન સની લિયોને જણાવ્યું હતું કે, તે સમયે બોલિવૂડ સ્ટાર્સ તેનાથી દૂર ભાગતા હતા. માત્ર એટલું જ નહીં, તેની સાથે હાય હેલ્લો કરવામાં પણ સંકોચ અનુભવતા હતા.

પતિ ડેનિયલ વેબર સાથે સની લિયોન

સ્ટાર્સ નહોતા સાથે બેસવા તૈયાર

ઈન્ટરવ્યુમાં સનીએ જણાવ્યું કે, જ્યારે પહેલી ફિલ્મ માટે તે એક એવોર્ડ શોમાં ગઈ હતી, ત્યારે અનેક સ્ટાર્સે તેની સાથે બેસવાથી મનાઈ કરી હતી. માત્ર એટલું જ નહીં, તેની સાથે ફોટો ખેંચાવવા માટે પણ તૈયાર થયા નહોતા.

કોઈ સ્ટેજ પર સની સાથે ઉભું રહેવા નહોતું માગતું


સનીએ જણાવ્યું કે, જ્યારે તેને સ્ટેજ પર બોલાવવામાં આવી તો કોઈપણ તેની સાથે સ્ટેજ પર ઉભા રહેવા માગતું નહોતું, કારણ કે તે સમયે તેને લાગતું હતું કે તે સની લિયોન છે અને એક એવી ઈન્ડસ્ટ્રીમાંથી આવી છે. જ્યાં લોકોને સમ્માન મળતું નથી. સનીએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, ભણેલા લોકોનો તેની સાથેનો વ્યવહાર જોઈ તે ખૂબ દુઃખી પણ હતી.

એકલું ના લાગે તે માટે પતિને રાખે છે સાથે

આ સ્થિતિમાં સની એકલી હોવાનો અહેસાસ કરતી હતી. આ કારણે સની લિયોન દરેક જગ્યાએ પતિ ડેનિયલ વેબરને સાથે લઈ જાય છે. ડેનિયલ માત્ર તેની સાથે ઉભો જ નથી રહેતો, પણ એક મિત્રની જેમ આગળ વધવા માટે ઉત્સાહ પણ આપે છે. ઉલ્લેખનીય છે કે, ડેનિયલ વેબર પોતે જ સની લિયોનનો મેનેજર છે અને તેનું તમામ કામ તે જ સંભાળે છે.

Courtesy: DivyaBhaskar

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!