સની લીઓનીથી જયાં પ્રદા સુધી બોલીવુડની આ 5 એક્ટ્રેસેસનાં સાચા નામ જાણી લેશો તો જટકો લાગશે…

0

બોલીવુડમાં ઘણા એક્ટર અને અકેટ્રેસ એવા છે જેઓએ માયાનગરીમાં આવતા જ પોતાના નામ બદલાવી નાખ્યા. આજે અમે તમને 5 એવી એક્ટ્રેસેસનાં અસલી નામ વિશે જણાવીશું. બોલીવુડ અભિનેત્રી સની લીઓની આજે પોતાનો 37 મો જન્મ દિવસ સેલીબ્રેટ કરી રહી છે. તમને જાણીને હેરાની લાગશે કે સની લીઓનનું અસલી નામ ‘કરનજીત કૌર’ છે. પ્રીતિ ઝીન્ટાનું અસલી નામ ‘પ્રીતમ સિંહ ઝીન્ટા’ છે. પ્રીતિએ 1998 માં ફિલ્મ ‘દિલ સે’ માં સપોર્ટીંગ રોલથી બોલીવુડમાં શરૂઆત કરી હતી. પ્રીતિ ઝીન્ટા આઈપીએલમાં કીન્ગ્સ ઈલેવન પંજાબ ટીમની માલકિન પણ છે. તે છેલ્લી વાર 2014 માં આવેલી ફિલ્મ ‘હેપ્પી એન્ડીંગ’ માં નજરમાં આવી હતી.સુંદરતાની મિસાલ રેખાનું અસલી નામ ‘ભાનુરેખા ગણેશન’ છે. રેખાએ તેલુગુ ફિલ્મ ‘રંગુલા રત્નમ’ માં બાળ કલાકારથી ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી. 1970 માં ફિલ્મ ‘સાવન ભાદો’ થી તેમણે બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી. તેમણે 2010 માં પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી હતી.
શ્રી દેવીનું અસલી નામ ‘શ્રી અમ્મા યંગર અય્યપન’ છે. શ્રી દેવીએ હિન્દી સિનેમામાં ફિલ્મ ‘સોલહવા સાવન’ 1979 દ્વારા એન્ટ્રી કરી હતી. તેમણે તમિલ, મલયાલમ, તેલુગુ, કન્નડ ભાષાની ફિલ્મોમાં કામ કર્યું હતું.
જયા પ્રદાનું નામ બોલીવુડની તે અભીનેત્રીઓમાં શામિલ છે જેઓ પોતાની સુંદરતા અને એક્ટિંગ માટે જાણવામાં આવે છે. પૂર્વ લોકસભા સાંસદ અને સીને અભિનેત્રી જયાં પ્રદાની જિંદગી રહસ્ય અને રોમાંચથી ભરેલી રહી છે. જયા પ્રદાનું અસલી નામ ‘લલીતા રાની’ છે.
Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!