સુંદરતા માં પ્રિયંકા ચોપરા કરતા અનેક ગણી આગળ છે તેની સાસું, મોટી હીરોઇનો પણ પડી ગઈ ફિક્કી….જુવો Photos

0

બૉલીવુડ ની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા અને અમેરિકન સિંગર નિક જોનસ એ 18 ઓગસ્ટ ના દિવસે એકબીજા ને વીંટી પહેરાવીને દુનિયાની સામે પોતાના રિશ્તા ને કબુલ કર્યો છે. તેઓની સગાઈના દરેક રિવાજો હિન્દૂ રીતિ રિવાજો ની સાથે થયા હતા, જેમાં પ્રિયંકા અને નિક ના અમુક ખાસ મિત્રો અને મહેમાનો શામિલ થયા હતા. આ સગાઈ માં પ્રિયંકા ની માં, ભાઈ-બહેન, પરિણીતી ચોપરા અને અમુક ખાસ મહેમાનો હાજર રહ્યા હતા જયારે નિક ના પેરેન્ટ્સ અને તેના અમુક ખાસ મિત્રો હાજર રહ્યા હતા. આ સગાઈ માં એક અન્ય સુંદર ચહેરો પણ હતો જે પ્રિયંકા ની થનારી ભાવુ સાસુ હતી. જે સુંદરતા ની બાબત માં પ્રિયંકા કરતા અનેક ગણી આગળ છે, અને તે કોઈ હિરોઈન થી ઓછી નથી.પ્રિયંકા-નિક ની સગાઈમાં ખુબ મોટી સિક્યોરિટી લાગેલી હતી અને અંદર શું ચાલી રહ્યું છે તેના માટે કોઈ મીડિયા વાળા ને પણ અંદર જાવા દીધા ન હતા. સગાઈના એક દિવસ પહેલા નીક ના માતા-પિતા ડેનિશ મિલા અને પૉલ કેવિન મુંબઈ પહોંચ્યા હતા અને આ સગાઈ માં પ્રિયંકા ના જ કહેવા પર નિક અને તેના પેરેન્ટ્સ એ ટ્રેડિશનલ કપડાં પહેર્યા હતા.પ્રિયંકા ની સાસુ ગ્રીન કલર ના ડ્રેસ માં હતી જે કોઈ મૉડલ થી ઓછી નોતી લાગી રહી, જયારે પ્રિયંકા ના સસરા એ સફેદ રંગ નો કુર્તો-પાયજામો પહેર્યો હતો. નીકે પણ ક્રીમ કલર નો કુર્તો પહેર્યો હતો, આ પુરી સેરિમની ભારતીય ટ્રેન્ડ ની સાથે-સાથે હિન્દૂ ધર્મ ના આધારે સંપન્ન થઇ હતી.
આ સગાઈ પછી મુંબઈ ના સબ અર્બન હોટેલ માં એક પાર્ટી આપવામાં આવી હતી જેમાં ઘણા મોટા ઉદ્યોગ અને ફિલ્મ જગત ના લોકો શામિલ થયા હતા.
આ પાર્ટીનો પ્રિયંકા નો ડાન્સ નો વિડીયો ખુદ નિક એ બનાવ્યો છે, જેમાં તેની થનારી પત્ની અને સાળી ડાન્સ કરી રહ્યા છે. વિડીયો ને જોતા લાગે છે કે પ્રિયંકા પોતાના લગ્ન ને લઈને ખુબ જ ખુશ છે.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here