ઘરમાં થી ગરીબી કે પૈસા ની તંગી નીકળી જશે, ગણપતિ ના આ મંત્ર બોલો

0

શસ્ત્રો અનુસાર ભગવાન ગણપતિને તેમના કેટલાક મંત્રો દ્વારા સરળતાથી પ્રસન્ન કરી શકાય છે. ત્યાં સુધી કે મનવાંછીત આશીર્વાદ પણ તેમની પાસેથી પ્રાપ્ત કરી શકાય છે. તો ચાલો જાણીએ કેતાલક ગણપતિ મંત્ર ને તે મંત્રનો સાર..

ૐ ગં ગણેશાય નમ :
શાસ્ત્રોના વચન અનુસાર, આ ગણેશનો મંત્ર ચમત્કારિક છે અને તત્કાલ ફળ આપનાર છે. આ મંત્રને પૂર્ણ ભક્તિભાવ પૂર્વક કરવાથી બધી જ બાધાઓ દૂર થાય છે. ષડાક્ષર નો જાપ આર્થિક પ્રગતિદાયક અને સમૃદ્ધિ દાયક છે.

ૐ વક્રતુંડાય નમ :
કોઈના દ્વારા કરેલ તાંત્રિક પ્રયોગને અને તેની અસરને દૂર કરવા માટે, કામનાઓની શીધ્ર પૂર્તિ માટે, ગણપતિની સાધના ઊચીષ્ટ રહે છે.ઊચીષ્ટ ગણપતિ મંત્રનો જાપ કરવાથી ભંડાર પ્રાપ્ત થાય છે.
ॐ હસ્તી પીશાચી લીખે સ્વાહા
આળસ, નીરાશા, કલહ, તેમજ વિધ્ન દૂર કરવા માટે વિઘ્ન રાજ ગણેશની આરાધના કરો.

ૐ ગં ક્ષીપ્રપ્રસદાય નમ :
આ મંત્રના જાપથી કર્મ, બંધન, કુબુદ્ધિ, રોગ, કુસંગતિ, દૂર્ભાગ્ય થી મુક્તિ મળે છે. બધા જ વિઘ્નો દૂર થઈને ધન, આધ્યાત્મિક ચેતના, તેમજ વિકાસ માટે આત્મબળ પ્રાપ્ત થાય છે. તેના માટે હેરંબ ગણેશ મંત્રનો જાપ જપો.

ૐ ગૂં નમ :
આ મંત્રથી રોજગારની પ્રાપ્તિ થાય છે તેમજ આર્થિક સમૃદ્ધિમાં વધારો થાય છે.
ॐ શ્રીં ક્લીં ગ્લો ગંગનપતયે વર વરદે નમ: ॐ તત્પુરુષાય ધીમહી, વક્રતુંડાય ધીમહી, તન્નો દંતી પ્રચોદયાત।
લક્ષમિ પાપતિ માટેનો આ ઉતમ મંત્ર છે.

ૐ ગી ગૂં ગણપતે નમ:સ્વાહા ।
આ મંત્રના જાપ થી બધાજ પ્રકારના કષ્ટો ને બધાઓ દૂર થાય છે ને જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય છે.
ૐ ગં ગણેશાય વર વરદમ સર્વજન મે વશમાનય સ્વાહા।
વિવાહમાં આવનાર દોષોને દૂર કરવા ટ્રેલોક્ય મોહન ગણેશ મંત્રનો જાપ કરવાથી વિવાહ આડેની બધાઓ દૂર થઈ જાય છે.

ॐવક્રતુંડાય દૃષ્ટાય ક્લીહી ગં ગણેશાય વર વરદમ સર્વજન મે વશમાનય સ્વાહા।
આ મંત્રના અતિરેક્ત ગણપતિ અથર્વશીષ, સંકટનાશન, ગણેશ સ્ત્રોત, ગણેશ કવચ, સંતાન ગણપતિ સ્ત્રોત, રૂણહરતા ગણેશ સ્ત્રોત, મયૂરેશ સ્ત્રોત, ગણેશ ચાલીશા, ગણેશ કવચ, નો પાઠ કરવાથી શીઘ્ર ફળ મળે છે.

ૐવર વરદાય શીઘ્ર ગણેશાય નમ :
આ મંત્રના જાપથી કોર્ટ કચેરીમાં તરત જ ચુકાદો આવી જશે ને સફળતા મળશે.

ૐ ગં ગણેશાય સર્વવિઘ્ર હરાય સર્વાય સર્વગુરવે લંબોદરાય હીં ગં નમ:
વાદ-વિવાદ, કોર્ટ-કચેરીમાં વિજય પ્રાપ્તિ, શત્રુ ભયથી આરામ મળે છે.

ॐ નમ: સિદ્ધિવિનાયકાય સર્વકાર્યકત્રે સર્વ વિધ્ર પ્રશમનાય સર્વ રાજ્ય કારનાય સર્વજન સર્વ સ્ત્રી પુરુષકર્ષનાય શ્રી ૐ સ્વાહા ।
આ મંત્રના જાપ કરવાથી યાત્રામાં સફળતા મળે છે.

ૐ હું ગં ગ્લો હરિદ્રા ગણપતયે વરદ વરદ સર્વજન હૃદયે સ્તંભયા સ્વાહા |
આ હરિદા ગણેશ મંત્રનો ચમત્કારિક મંત્ર છે.

ૐ ગ્લો ગં ગનપતે નમ:
ગૃહ કલેશ નિવારણ હેતુ અને ઘરમાં સુખ શાંતિ માટેનો ઉતમ મંત્ર છે.

ૐ ગં લક્ષ્મએ આગચ્છ આગચ્છ ફટ।
આ મંત્રના જાપથી દરિદ્રતાનો નાશ થાય છે, ધન પ્રાપ્તિના યોગ પ્રબળ બને છે.

ૐ ગણેશ મહાલક્ષમયે નમ:
વેપાર સંબધિત બાધા ને ધનલાભ માટેનો આ મંત્ર કરવાથી નિરંતર પ્રગતિ થાય છે.

ॐ ગં રોગ મુક્તએ ફટ।
ભયાનક અને અસાધ્ય રોગોથી પરેશાન હોય ત્યારે તેમજ યોગ્ય ઈલાજ ન કારવવાથી પણ લાભ મળે છે. તો પૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા સાથે આ મંત્રના જાપ કરવાથી જરૂર લાભ મળે છે.

જાપ વિધી :
સવારે સૂર્યોદય સમયે સ્નાન કરી ઊનનું આસન લઈને તેને પૂર્વ દિશામાં મુખ રહે તેમ પાથરીને બેસવાનું છે. સામે જ ભગવાન ગણેશનો ફોટો કે મુર્તિ રાખીને ષોડોપચાર અથવા પંચોપચાર વિધીથી ભગવાન ગણેશનું પૂજન કરો અને પ્રથણ દિવસે સંકલ્પ કરો. આ પછી ભગવાન ગણેશંનું ધ્યાન ધરો. અને દીવો પ્રગટાવવો. રોજ 108 માળાનો જાપ કરવો તમને શીઘ્ર ફળ પ્રાપ્તિ થશે. જો એક જ દિવસમાં 108 સંભવ ના હોય તો 9, 18, 27, 54, મળાનો જાપ કરવો. જો તમે એ પણ ના કરી શકો તો કોઈ ભૂદેવને બોલાવી ને પણ મંત્રજાપ કરાવી શકો છો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here