ખુશ ખબર ! દર વર્ષે જમા કરવો માત્ર 250 રૂપિયા, 21 વર્ષ પછી મળશે બમ્પર રકમ. જાણો આ સ્કીમની શરતો !!!

0

જેવી રીતે આપણે બધા જાણીએ છીએ કે, ભારતસરકાર દિવસે ને દિવસે કોઈ ને કોઈ યોજના દીકરીઓ માટે લાવી રહી છે. આ બધી જ યોજનાઓ પાછળ સરકારનું એક જ લક્ષ્ય છે કે કોઈપણ પરિવાર તેમની દીકરીને ક્યારેય બોજ ન સમજે. અને દરેક દીકરીને સારું ભણાવી શકે, હજી થોડા દિવસ પહેલા જ નરેન્દ્ર મોદીએ એક યોજના બહાર પાડી હતી, જેમાં દીકરીઓ માટે બેંકમાં ખાતું ખોલાવીને દર મહિને તેમાં રકમ નક્કી કરેલી જમા કરવવાની અને પછી નક્કી કરેલ સમય ધોરણ મુજબ અમુક રકમ આપણને પાછી મળે. તો હાલ જ કેન્દ્ર સરકારે કન્યાઓની ભલાઈ માટે એક નવી જ પહલ કરી છે. ખરેખર તો આ વખતે કેન્દ્ર સરકારે દીકરીઑ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી છે. જો કે આ યોજના વર્ષ 2016 થી જ ચાલી રહી છે. પરંતુ આ વર્ષે આ યોજનાને વધારે સરળ બનાવી છે.મળેલ માહિતી અનુસાર હવે હજારની જગ્યાએ માત્ર 500 રૂપિયા જ જમા કરાવવાના છે, અને ઓછી રકમે બમણો લાભ કરી દેવામાં આવ્યો છે. તાકી, આ યોજનાનો લાભ વધારે ને વધારે લોકો મેળવી શકે, તો ચાલો જોઈએ આ યોજના વિષે વધારે.

વ્યાજ મળશે વધારે :
એક અહેવાલ મુજબ, સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતામાં વ્યાજદર અન્ય નાની બચત યોજનાઓ અને પી.પી.એસ જેમ દરેક ક્વાર્ટરમાં સુધારો કરવામાં આવ્યો છે. આ વખતે જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં વ્યાજદર 8.1% રાખવામાં આવ્યો છે. અરુણ જેટલીના બજેટના ભાષણમાં તેમણે દાવો કર્યો કે, 2015 સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆતથી લઈને વર્ષ 2017 સુધી આ યોજનામાં આખા ભારત દેશમાં જેટલી પણ કન્યાઓનાં ખાતા ખોલવામાં આવેલ છે તે બધાના ખાતામાં અત્યારસુધી તે દીકરીઓના નામે મે 1.26 કરોડ ખાતા ખોલવામાં આવેળ છે. અને આ બધા જ ખાતામાંઓમાં કુલ રકમ 19,813 કરોડ જમા કરવામાં આવી હતી.

આવી રીતે ખોલવામાં આવશે બેન્ક એકાઉન્ટ :
જો તમે પણ અત્યંત મહત્વપૂર્ણ એવી આ સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ ઉઠાવવા માંગો છો તો આ પહેલા તો આ યોજનાના નિયમો અને શરતો વિષે માહિતગાર થવું ખૂબ જ જરૂરી છે. કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે કે જે છોકરી 10 વર્ષથી ઓછી ઉંમરની છે, તેના માતાપિતા કાયદેસર રીતે તેના નામથી આ યોજનામાં ખાતું ખોલી શકે છે. તે ખાતાને કોઈપણ પોસ્ટ ઑફિસ અથવા બેંક શાખા પર જઈને સરળતાથી ખોલી શકાય છે. આના પર સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની ટેક્સ રહેશે નહીં. જો ત્યાં નવા નિયમો છે, તો ખાતામાં ફક્ત 250 રૂપિયા જમા કરવવાથી તમને એક વર્ષમાં 1.5 લાખ રૂપિયા મળશે. જો આ એકાઉન્ટ 21 વર્ષ સુધી ચાલુ રહેસે તો તેમાં પૂરતી રકમ જમા થશે અને આ રકમ વધીને અનેક કરોડમાં ફેરવાઇ જશે.

આ દસ્તાવેજોની જરૂર પડશે :

  • સુકન્યા સસમૃદ્ધિ યોજનાનો લાભ ઉઠાવવા માટે નિમ્નલિખિત દસ્તાવેજ ખૂબ જ જરૂરી છે. આ બધા દસ્તાવેજ પછી જ તમે બેંકમાં ખાતું ખોલાવી શકશો.
  • 1. સુકન્યા સમૃદ્ધિ યોજના એકાઉન્ટ ફોર્મ.
  • 2 – તમારા બાળકના જન્મનું પ્રમાણપત્ર.
  • 3- બાળકના માતાપિતાની ઓળખ કાર્ડ જેમ કે પેન કાર્ડ, રાશન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે.
  • 4- બાળકના માતા-પિતાના વાલીના સરનામા (નિવાસ સ્થાન) નો પ્રમાણપત્ર.
  • 5-એસ એસ વાય, જે તમને કોઈપણ પોસ્ટ ઑફિસ અથવા બેંકથી સરળતાથી મળશે.

આ ફાયદાઓ રહેલા છે આ યોજનામાં :

જો તમે આ એકાઉન્ટ પહેલેથી જ ખોલેલું હશે તો તમને ઓછું વ્યાજ મળશે. પરંતુ જો તમે વર્ષ 2018માં ખાતું ખોળાવેળ છે તો તમને 8 ટકા જેટલું વધારે વ્યાજ મળશે. જે 21 વર્ષ બાદ જમા થયેલી રકમ કાઢવામાં આવશે તો આ રકમ રૂ. 5,27,036 ની નજીક હશે. તે વર્ષો પછી, બૅંકના નામ પર જે છોકરીનુંખાતું ખોલવામાં આવ્યું છે તેનું નામ પર તે પણ વાર્ષિક માત્ર 250 રૂપિયા રોકાણ કરીને આ મોટી રકમ તમે આરામથી મેળવી શકો છો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here