સંઘર્ષમય મજુર થી માલિકની સફર – આજ સુદીપ ની કંપનીનું બજેટ 160000 કરોડ થી પણ વધુ છે….

0

સુદિપ દત્તા ની સંઘર્ષમય સફર આજ હું એક એવી વ્યક્તિ ની વાત કરવા ઈચ્છું છુ કે જેમને સાબિત કરી દીધું કે ઉંચાઈ એ પહોચવા માટે માત્ર એક ઊંડો વિચાર, પાકો ઈરાદો અને હાર ન માનવાની જીદ ની જરૂરિયાત છે.એ સિવાય આપણા જીવન ની સાચી હકીકત હોઈ છે. અમુક લોકો એ સમજી જાય.અને અમુક લોકો ની આખી જીંદગી પૂરી થઇ જાય તો પણ સમજી શકતા નથી.
જીંદગી ના દરેક રસ્તા પર આપણે અનેક મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે.એના વિના જીંદગી ની કલ્પના પણ થઇ શકતી નથી.આજ ની વાત એવી વ્યક્તિ વિશે છે જેની પાસે બાળપણ ના દોસ્તો દ્વારા આપેલ મુંબઈ જઈ ને કામ કર એવી સલાહ સિવાય બીજું કઈ નહોતું.ખિસ્સા માં ફૂટેલી કોડી પણ ન હતી. મુંબઈ માં ખાલી પેટ ફરવું,રહેવું અને મુંબઈ ના દાદર સ્ટેશન પર સુવું, એનાથી પણ વધારે થોડાક જ દિવસ પહેલા તેના પિતા અને ભાઈ ના મોત ના શોક માંથી બહાર આવવું.
આવી પરિસ્થિતિમાં માં પણ સુદિપ દત્તા એ જે સફળતા પ્રાપ્ત કરી છે તે,આજ ના યુગ ના યુવકો માટે ખુબ જ પ્રેરણાશ્રોત છે કે જે લોકો પરિસ્થિતિ ની સામે હાર માની ને બેસી જાય છે. પશ્ચિમ બંગાળના દુર્ગાપુર જેવા નાનકડા ગામ ના આ બાળક ના પિતા આર્મી માં હતા. ૧૯૭૧ ના યુદ્ધમાં ગોળીઓ લાગવાથી એ અપંગ થઇ ગયા હતા. અને આવી પરિસ્થિતિ માં મોટો ભાઈ જ પરિવાર માટે આશા નું કિરણ હતો.પરંતુ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી મોટા ભાઈ નો ઈલાજ ન થઇ શક્યો,અને એનું મૃત્યુ થયું.એના પિતા પણ તેના મોટા દીકરા ના મોત ના શોક માં મૃત્યુ પામ્યા.
એમની માં તેની પાસે ભાવનાત્મક સહારા રૂપે જરૂર હતી પરંતુ તેની ઉપર નાના ચાર ભાઈ-બહેન ની જવાબદારી હતી. તેના પુરા પરિવાર ની જવાબદારી હતી.એ પછી દોસ્તો દ્વારા આપેલી સલાહ ત્યારે સાચી સાબિત થઇ જયારે તેને ૧૫ રૂપિયા ની મજુરી નું કામ અને સુવા માટે ની જગ્યા મળી.સુવાની જગ્યા પણ એવા રૂમ માં મળી હતી કે જેમાં ૨૦ મજુરો સુતા હતા. રૂમ એટલો નાનો હતો કે સુતી વખતે પડખું પણ ફરી ન શકાય.એટલી જગ્યા ઓછી હતી. બે વર્ષ ની મજુરી કર્યા પછી એની જીંદગી માં નવો વળાંક ત્યારે આવ્યો જયારે એના માલિક ને ફેક્ટરી માં નુકશાન ને લીધે ફેક્ટરી બંધ કરવાની ફરજ પડી રહી હતી.આવી કઠીન પરીસ્થિતિમાં નવી નોકરી ગોતવાને બદલે તેણે ફેક્ટરી પોતે જાતે જ ચલાવવાનો ફેંસલો કર્યો.
અને ૧૯૭૫માં એને આજ સુધી કમાઈને બચાવેલું હતા તે રૂપિયા અને દોસ્તો પાસે થી ઉધાર એમ કરીને ૧૬૦૦૦ રૂપિયા ભેગા કર્યા.પણ આટલા રૂપિયા ફેક્ટરી ખરીદવા ઓછા પડતા હતા.પરંતુ એને તેના માલિક ને બે વર્ષ કામ કરવાથી જે નફો મળશે, તેનો ભાગ આપવાની વાત કરી ને માલિક ને તે ફેક્ટરી તેના હાથ માં આપવા મનાવી લીધો.
સુદીપ એવી ફેક્ટરી નો માલિક બની ગયો હતો કે જ્યાં એ કાલ સુધી એક મજુર હતો.માત્ર ૧૯ વર્ષ ની ઉમરે સુદીપ કે જે પોતાનું પેટ પણ ભરી નહોતો શકતો,તેણે એના પરિવાર ની જવાબદારી અને બીજા અન્ય સાત મજુરો ના પરિવાર ની જવાબદારી પણ ચલાવવાનું તેને પોતાને માથે લીધું હતું.
એલ્યુમિનીયમ પેકેજીંગ ઇન્ડસ્ટ્રી એ સમયે ખુબ જ ખરાબ સમય થી પસાર થઇ રહી હતી.જીન્દાલ એલ્યુમિનિયમ જેવી કેટલીક કંપની ઓ પોતાની આર્થિક મજબૂતી ના આધાર પર નફો મેળવી રહી હતી.સુદીપ એ જાણી ગયા હતા કે સારું ઉત્પાદન અને નવીનીકરણ જ એને બીજા કરતા ચડિયાતો સાબિત કરી શકશે.પરંતુ સારો વિકલ્પ હોવા છતાં પણ જીન્દાલ ની સામે ટકી રહેવું આસાન ન હતું.
સુદીપે વર્ષો સુધી પોતાના મોટા ગ્રાહકો ને તેના ઉત્પાદન ની ગુણવત્તા ઓ બતાવવાનું અને સમજાવાનું ચાલુ રાખ્યું.સાથે સાથે નાની નાની કંપની ઓ ના ઓર્ડર ના સહારે પોતાનો ધંધો સંભાળી રહ્યા હતા.એની મહેનત ત્યારે રંગ લાવી જયારે એને સન ફાર્મા, સીમલા અને નેસ્લે જેવી મોટી કંપની ઓ માંથી ઓર્ડર મળવાનું શરુ થયું.સુદીપે સફળતા નો સ્વાદ હજુ ચાખ્યો જ હતો પરંતુ એને આગળ આવનારી મુશ્કેલી ઓ નો જરા પણ અંદાજ ન હતો.ઉદ્યોગ જગત ના વૈશ્વિક દિગ્ગજ અનીલ અગ્રવાલે ઇન્ડિયા ફોલ નામની બંધ પડી ગયેલી કંપની ને ખરીદી ને પેકેજીંગ ક્ષેત્ર માં કામ શરુ કર્યું.અનીલ અગ્રવાલ અને વેદાંત ગ્રૂપ એ અનેક જાણીતી નામચિન્હ કંપનીઓ માની એક છે.જેની સામે ટકી રહેવું અસંભવ હતું.પરંતુ વેદાંત ગ્રુપની કંપની ઓ ની સામે તેને પોતાના ઉત્પાદકો ને વધુ ને વધુ સારા બનવાનું ચાલુ રાખ્યું.
છેલ્લે વેદાંત ગ્રુપ ને પણ સુદિપ ના ઉત્પાદનો ની ગુણવત્તા સામે નમવું પડ્યું.અને ઇન્ડિયા ફોલ કંપની ને પણ સુદીપ ને વેચવી પડી.આ ડીલ પછી વેદાંત ગ્રુપ પેકેજીંગ ઇન્ડસ્ટ્રી માંથી હંમેશને માટે નીકળી ગયું.આ ઉપલબ્ધી પછી સુદીપે પોતાની કંપની ને તેજી થી આગળ વધારી અને ફાર્મા કંપની ઓ ની વચ્ચે પોતાની એક અલગ ઓળખ બનાવી.૧૯૯૮ થી ૨૦૦૦ સુધીમાં ૨૦ પ્રોડક્શન કંપની ઓ સ્થાપી દીધી. આજ સુદિપ ની કંપની S S DEE એલ્યુમિનિયમ તેના ક્ષેત્ર ની બેસ્ટ નંબર વન કંપની છે.સાથે બોમ્બે સ્ટોક એક્શીયન અને નેશનલ સ્ટોક એક્શીયન ની સૂચિમાં પણ સામેલ છે.
પોતાના અભિનવ વિચાર ને લીધે તેઓ પેકેજીંગ ઇન્ડસ્ટ્રી ના નારાયણ મૂર્તિ કહેવામાં આવે છે.આજ સુદીપ ની કંપની નું બજેટ 160000 કરોડ થી પણ વધુ છે.જીંદગી માં ઘણું બધું હાંસિલ કરી લીધા પછી પણ સુદીપ પોતાની પૃષ્ઠભૂમિ ની સાથે પણ જોડાયેલા છે.એની ફેક્ટરી ના બધા મજૂરો આજે પણ એને દાદા કહીને બોલાવે છે.
એમણે ગરીબ અને જરૂરિયાતો ની સહાયતા માટે સુદીપ દત્તા ફાઉન્ડેશન ની સ્થાપના કરી છે.જે ગ્રામીણ ક્ષેત્ર ના યુવા બેરોજગારો માટે સમયે સમયે નવા નવા અવસરો આપે છે.
હાલ જોવા મળે છે કે આપણે આપણા દુ:ખો ને લીધે રડ્યા કરીએ છીએ,અને જે બન્યું એને નસીબ કહીને પૂરી જીંદગી વિતાવી દઈએ છીએ.પરંતુ ઘણા લોકો એવા પણ છે જે ખરાબ પરીસ્થિતિ ઓ માં પણ હિંમત રાખીને લડી જાય છે.પરીસ્થિતિ સામે હાર નથી માનતા.તે પરીસ્થિતિ ને પોતાનું નસીબ નથી બનાવતા પણ પોતાનું નસીબ જાતે જ બનાવે છે.
કહેવાય છે ને કે “મનુષ્ય જ પોતે પોતાનો ઘડવૈયો છે.”

આ વાત સુદીપ દત્તા એ બરાબર સાર્થક કરી બતાવી છે. દોસ્તો તમારો બહુમૂલ્ય સમય આપવા માટે ધન્યવાદ .
જો તમને આ આર્ટીકલ પસંદ આવ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નઈ અને તમારા મિત્રો અને પરિવાર ના સભ્યો ને આર્ટીકલ શેર કરવાનું ભૂલતા નહિ.
ધન્યવાદ

લેખન સંકલન : વિજય પટેલ
તમે આ હદયસ્પર્શી લેખ/વાર્તા/રેસિપી ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.