ઉછીનાં પૈસા લઈને ચાલુ કરેલ ધંધાને આગળ વધારી કર્યું ટર્નઓવર 450 કરોડથી વધૂનું, જાણો સફળતા સ્ટોરી ગોપાલ નમકીનના માલિકની ..

0

આજે વાત કરવાની છે ગુજરાતનાં ઘરે ઘરે ખવાતા ગોપાલના મમરા, ફ્રાઈમ્સ, ચવાણાં ને તીખા ગાંઠિયા જેવા નાસ્તા બનાવવાની શરૂઆત કરનાર બિપીનભાઈ હદવાણીની.બધા જ લોકોના સપના હોય છે કે જીવનમાં જે ધંધામાં હાથ અજમાવે એ ધંધામાં ટોચ પર પહોંચવાની પરંતુ બધા પહોંચી નથી શકતા હોતા. સફળતાના શિખર આંબવા એ કોઈ જેવા તેવાની વાત તો નથી જ. એના માટે ભરપૂર આત્મવિશ્વાસ ને દૃઢ નિર્ણય શક્તિની જરૂર પડતી હોય છે. બધા જ સફળ ઇન્સાનની વાત તમે આખી સાંભળશો કે જાણશો ત્યારે તમને પણ એમજ થશે કે બાપરે બાપ આટલી બધી મહેનત કરે પછી તો અહિયાં સુધી પહોચી જ શકે ને !!આવી જ સ્ટોરી ગોપાલ નમકીનના માલિકની પણ છે. તો ચાલો જાણીએ એમને કેમ અને કેવી રીતે ગોપાલ નમકીનનો બિઝનેસ કરવાનું વિચાર્યું એના વિષે.મૂળ જામકંડોરણા તાલુકાનાં ભાદરા ગામના બીપીનભાઈ નના એવા ગામડામાં ફરસાણની દૂકન ચલાવતા હતા. એ પણ પોતાના ભાઈઓ અને પિતા સાથે. પરિવાર મોટો ને ધંધો નાના એવા ગામડામાં જ હોવાથી કોઈને નહી નફો કે નહી ખોટ એવી પરિસ્થિતી થતી હોવાથી. તેઓએ રાજકોટ જેવા મોટા સીટીમાં જઈને ધંધો કરવાનું વિચાર્યું. 1990 માં તેઓ રાજકોટ સ્થાયી થયા. પહેલેથી ફરસાણ બનાવવાના શોખીન અને અનુભવી હોવાથી અને બધા કુટુંબીઓ પણ આ જ વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી બધા જ પિતરાઇ ભાઈઓએ મળીને એક ‘ગણેશ’ બ્રાન્ડ નામે ફરસાણની કંપનીની શરૂઆત કરી. એ સમયે પૈસાની વધારે સગવડતા તો હતી નહી એટ્લે બીપીનભાઈ એ એ ધંધામાં માત્ર રૂ.8500નું જ રોકાણ કરી શક્યા હતા. આમ ને આમ એમનો ધંધો ચાલવા લાગ્યો. પહેલા ગામડાની દુકાને જે ફરસાણ બનાવી છૂટક કે પસ્તીમાં વીંટાળી આપતા હતા. એ જ ફરસાનને ગણેશ બ્રાંડના પેકિંગમાં લોકો સુધી પહોચાડતા હતા. જેમાં બધુ જ ફરસાણ બનાવવામાં આવતું ને બધુ જ ફરસાણ પેકિંગમાં દુકાનો સુધી પણ પહોંચાડવામાં આવતું હતું. હવે ગામડેથી આવેલ બિપિનભાઈ માટે રંગીલું રાજકોટ લક્કી સાબિત થયું. એમનો એ ધંધો બધાની મહેનતથી ખૂબ જામી ગયો. એટ્લે એમને ભવિષ્યનું વિચારી એ ધંધામાંથી પાર્ટનરશીપ છૂટી કરી ને પોતાનું કરવાનું વિચાર્યું.
પણ પોતાનો ધંધો કરવા માટે તો પનાણાં ને માણા બંનેની જરૂર તો પડે જ. બિપિનભાઈ પાસે તો એટલા બધા પૈસા ન હતા કે એ રોકાણ કરી શકે અને કામ કરવા માટે માણસોને રાખી શકે. એમના પત્ની દક્ષાબેનને 1994મા હિમ્મત આપી અને એમના બેન બનેવીએ સાથ આપ્યો. વગર પૈસે એમના પરિવારની હિમ્મત અને સાથ મળ્યો એટ્લે બિપિનભાઈએ પોતાના જ ઘરમાં જ પરિવારજનોના સાથથી માત્ર 12000 રૂપિયાની થોડી વસ્તુ લાવીને જાત મહેનતે એક ‘ગોપાલ’ બ્રાન્ડ નામે ફરસાણ બનાવીને વેંચવાની કંપની સ્થાપી. ન કોઈ મજૂર કે ન કોઈ ફેક્ટરી. પોતાના જ ઘરમાં ને પોતાની જ મહેનતે આ કંપનીને આગળ વધારવા માટે મહેનત શરૂ કરી, રોજ સવારે નાસ્તાના બનાવેલા પેકેટનું જાતે માર્કેટિંગ કરતાં ને પછી ઘરે આવીને એમના પરિવારજનોની મદદ લઈને ફરસાણ બનાવવા મંડી પડતાં. ફરસાણ બનાવવું, પેકિંગ કરવું ને પછી ફેરિયાઓ અને નાની નાની દુકાનો સુધી ને ગામડાઓ સુધી એ પોતે જ માલ પહોચાડતા. બીપીનભાઈની અથાગ મહેનત અને પરિવારનો સતત સાથ મળવાથી સોનામાં સુગંધ ભળતી હોય એવું લાગયું. તેઓ દિવસે ને દિવસે મહેનત વધારવા લાગ્યા. જેટલા પેકેટો આપીને આવતા કે જેટલો ઓર્ડર મળતો તેનાથી ડબલ પ્રોડક્ટ બનાવી પેકિંગ કરવા લાગ્યા. આહુયા તેમનો આત્મવિશ્વાસ સાફ સાફ દેખાઈ આવે છે. કહેવત છે ને કર્મ કર્યે જાવ એનું ફળ આપોઆપ જ મળશે. બિપિનભાઈનું પણ આવું જ હતું, એ પોતે કામ કરતાં ગયા ને મહેનત કરતાં ગયા એમને સ્વપ્ને પણ નહોતું વિચાર્યું કે માત્ર બે જ વર્ષમાં નાની એવી ગોપાલ બ્રાન્ડ જે ઘરમાં ચાલતી હતી એ મોટી ફેક્ટરી બની જશે.

માત્ર બે જ વર્ષના સમયગાળા દરમ્યાન તેમણે હરિપરમાં કારખાનું શરૂ કર્યું અને ત્યારથી પ્રગતિ તેમની પ્રગટી ચાર ગણી વધી ગઈ. ત્યારથી લઈને આજ સુધીમાં એટ્લે કે માત્ર 22 જ વર્ષમાં ગોપાલ બ્રાન્ડનું ટર્નઓવર રૂ.450 કરોડ પર પહોંચાડ્યું.

બિપિનભાઈની લગન અને સખત મહેનત ઉપરાંત પરિવારના સાથે આજે તેમણે ક્યાથી ક્યાં પહોચડ્યા. માટે તમારા ઘરમાં પણ જો કોઈ શૂન્યમાંથી સર્જન કરવા જઈ રહ્યું છે તો એમાં સકારાત્મક સાથ આપો. એ સાથ જ કાફી છે એના જીવનમાં પ્રગતિના દ્વાર ખોલવા માટે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here