શું છે સૌથી કિંમતી કોહિનૂર હીરો ના શ્રાપ નુ કાળુ સત્ય? વાંચો માહિતી

0

દુનિયા નો સૌથી કિંમતી હીરો છે કોહિનૂર. તે ભારત ની એક ખાણ માં થી મળ્યો હતો. ત્યાર બાદ દેશ-વિદેશ ના ઘણા શાશકો એ તેને મેળવવા માટે જીવ ની બાજી પણ લગાવી દીધી. ઇસ 1605 માં એક ફ્રાન્સિસી જોહરી જ્યારે ભારત આવ્યો તો તેણે કોહિનૂર ને દુનિયા નો સૌથી મોટો અને અમૂલ્ય હીરો જાહેર કર્યો. અંગ્રેજી શાસન ના સમય માં તેને અંગ્રેજ પોતાની સાથે બ્રિટન લઇ ગયા અને ત્યાર થી લઈ ને આજ સુધી ભારત ની આ અમાનત બ્રિટન ની રાણી ના મુગટ ની શાન બનેલો છે. કોહિનૂર નો કાળો ઇતિહાસ

કોહિનૂર એટલે ‘રોશની નો પહાડ’, પરંતુ જેટલુ સુંદર તેનુ નામ છે, એટલો જ ખોફનાક તેનો ઇતિહાસ છે. સદીઓ પુરાણો આ હીરો જેની પણ પાસે રહ્યો તેને તાજ તો મળ્યો પરંતુ ત્યારબાદ તબાહી અને મોત પણ મળી. ઇતિહાસ ના પાના માં તેને મેળવવા વારુ કોઈ વધારે દિવસો સુધી જીવિત ના રહી શક્યુ. તે માટે તેને શાપિત માનવા માં આવે છે. કહેવાય છે કે આ હીરા સાથે એક શ્રાપ જોડાયેલો છે જે અનુસાર, ‘આ હીરો તેના માલિક ને દુનિયા નો શાસક બનાવી દેશે પરંતુ તેની સાથે દુર્ભાગ્ય પણ જોડાઈ જશે જે બરબાદી અને મોત લઈ આવશે’. ફક્ત ભગવાન અને સ્ત્રી જ તેને ધારણ કરી શ્રાપ ના પ્રભાવ થઈ મુક્ત રહી શકે છે.

મોત લઈ ને આવે છે કોહિનૂર

કોહિનૂર આજ થી લગભગ એક હજાર સાલ પૂર્વે અત્યારના આંધ્રપ્રદેશ ના ગુંટૂર જિલ્લા ની એક ખાણ માં થી મળ્યો હતો. બાબરનામા એ ઐતિહાસિક દસ્તાવેજ છે જેમાં સૌથી પહેલા તેનો ઉલ્લેખ જોવા મળે છે. તેના અનુસાર ઈસ 1294 માં કોહિનૂર ગ્વાલિયર ના એક અજાણ રાજા પાસે હતો. જો કે તે વખતે તેનુ નામ કોહિનૂર ના હતુ. તેને ઓળખ ઇસ 1306 પછી મળી. ઇસ 1200 થી 1300 ની વચ્ચે આ હીરો ગુલામ સામ્રાજ્ય, ખીલજી તેમજ લોદી સામ્રાજ્ય પાસે રહ્યો અને તે બધા શ્રાપ ને લીધે જલ્દી જ તબાહ થઈ ગયા. ઇસ 1326 માં જ્યારે આ હીરો કાકતીય વંશ ની પાસે ગયો તો તેણે 300 વર્ષ જુના સામ્રાજ્ય (ઇસ 1083 થી શાશન) ને નિસ્તોનાબુદ કરી નાખ્યુ. આ વંશ ના પતન બાદ આ હીરો ઇસ 1325 થી 1351 સુધી મોહમ્મદ બિન તુગલગ ની પાસે હતો. 16 મી સદી ના મધ્ય માં તેને ઘણા સુલ્તાનો એ તેના કબ્જા માં લીધો અને બધા ની હાલત ખુબજ ખોફનાખ રહી.
ત્યાર પછી શાહજહાં એ તેને પોતાના મયુર સિંહાસન માં લગાવ્યો ત્યાર પછી તેના પર મુસીબતો નો પહાડ તૂટી પડ્યો. અને શાહજહાં નો અંત તો સૌ જાણે જ છે. ઇસ 1739 માં નાદિર શાહ ભારત આવ્યો અને કોહિનૂર ને પોતાની સાથે લઈ ગયો. તેણે જ આ હીરા ને કોહિનૂર નામ આપ્યુ. ઇસ 1747 માં નાદિર શાહ નુ કત્લ થઈ ગયુ. ત્યાર પછી કોહિનૂર તેના ઉત્તરાધિકારીઓ પાસે ગયો પરંતુ કોઈ પણ તેના શ્રાપ થી બચી ના શક્યુ.

ત્યાં થી આ હીરો પંજાબ ના રાજા રણજીત સિંહ પાસે આવ્યો અને તેના થોડા સમયબાદ જ તેનુ મૃત્યુ થઈ ગયુ. ત્યાંસુધી કે આ હીરો મેળવ્યા બાદ દુનિયા પર હુકૂમત કરવા વાળુ બ્રિટિશ સામ્રાજ્ય નબળુ પડી ગયુ અને પોતાના દેશ સુધી જ સંકેલાઈ ને રહી ગયુ. બ્રિટિશ કોહિનૂર ના શ્રાપ ને સમજી ગયા અને તેમણે આ હીરા ને કિંગ જ્યોર્જ ષષ્ટમ ની પત્ની ક્વિન એલિઝાબેથ ના મુગટ માં જડાવી દીધો. આ હીરો આજે પણ ક્વિન ના મુગટ પર સુશોભિત છે.

પરંતુ હવે ફરી એક વખત તેને ભારત લાવવા ની પહેલ થઈ રહી છે. કોઈ તેના પક્ષ માં છે તો કોઈ તેનો વિરોધ પણ કરી રહ્યા છે. તમારુ શું માનવુ છે?

Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here