આ ઉપાય અજમાવીને મહિલાઓ પોતાની જાતને બચાવી શકે છે એનીમિયા જેવી ભયંકર બીમારીથી…

0

ભારતમાં લગભગ 80 ટકા મહિલાઓ એનિમિક છે. ખરેખર તો આ સમસ્યા માત્ર મહિલાઓ સાથે સંકળાયેલ સમસ્યા નથી, પરંતુ તેની સાથે બાળકો અને વૃદ્ધનો પણ સમાવેશ થાય છે. સામાન્ય રીતે શરીરમાં રક્તના આયર્નના અભાવને એનીમિયા ગણવામાં આવે છે. આ ઉપરાંત શરીરમાં વધારે પડતું કેલ્શિયમ, રક્તની ખામી અને લાંબા સમય માટેની બીમારી પણ તમને એનિમિક બનાવી શકે છે. આ સ્થિતિમાં, તમને ખૂબ જ નબળાઈ લાગે. પરંતુ જો તમે ઇચ્છો તો કે જે તમે ક્યારેય અનિમિક ના બનો તો તમારે તમારો આહાર બદલાવો જોઈએ.

પ્રથમ તમારે તમારા ખોરાક પર ખાસ ધ્યાન આપવું પડશે. કારણ કે જો તમે તમારા ખાવા પીવામાં યોગ્ય ફેરફાર કરશો તો તમારી અડધી બીમારી આપોઆપ મટી જતી હોય છે. એમાની એક એનિમિયા પણ છે. એનિમિયાથી દૂર રહેવા માટે તમારે તમારા આહારને જ મુખ્ય સ્ત્રોત બનાવવો પડશે. જેથી તમારા શરીરમાં રક્તની સાથે વિપુલ માત્રમાં આયર્ન પણ હોય. માટે આ ખોરાકમાં તમે સલાડ ને જ મુખ્ય સ્ત્રોત બનાવી શકો છો, જેમાં ટોફૂ , કઠોળ, અંજીર, સ્પિનચ, ટમેટા, ઇંડા, દાડમ, બદામ, સફરજન, દ્રાક્ષ, વિવિધ પ્રકારના, લીલા પાંદડાવાળા શાકભાજી, સોયાબીન, મધ, ફળ વગેરેને તમારા રોજિંદા આહારમાં સામેલ કરો.

જો તમે માંસાહારી છો તો તમારે ઓમેગા 3 ફેટી એસિડ તેમજ આયર્ન યુક્ત માછલીનો આહારમાં સમાવેશ કરવો જોઈએ.

તમે આહાર ઉપરાંત પણ તમારી જાતે જ તમે એનિમિક જેવા રોગને ટાળી શકો છો. આ માટે, તમારા રસોડામાં તમારે લોખંડની કઢાઈનો ઉપયોગ કરો. જ્યારે તમે લોઢાની કડાઈમાં શાકભાજી બનાવો છો ત્યારે તેમાંથી તમને પુષ્કળ પ્રમાણમાં આયર્ન મળશે જે તમને એનિમિકથી બચાવશે.

તમારે તમારા કેલ્શિયમના સેવન પર નજર રાખવી જોઈએ. જો તમારા શરીરમાં અતિશય કેલ્શિયમ હોય તો આ લોહીમાં આયર્નની સમસ્યાઓ ઊભી કરશે અને પછી એનીમેટિક થવાની શક્યતા વધી શકે છે.

આ ઉપરાંત, તમારે ચા, કોફી અને ઠંડા પીણાંથી અંતર રાખવું જોઈએ. તેઓ તમારા સ્વાસ્થ્યને ઘણી રીતે નુકસાન પહોંચાડે છે.
તમારે વિટામીન સી, વિટામિન બી 12 અને ફોલિક એસિડ સાથે આયર્નનો આહારનો ભાગ પણ બનાવવો જોઈએ.

તે જ સમયે નાના બાળકોને પણ આવી સમસ્યાનો સામનો કરવો પડતો છે. માટે તમારે બાળકના જન્મના ઓછામાં ઓછા છ મહિના પછી સ્તનપાન કરાવવું જોઈએ. વધુમાં, છ મહિના પછી, તમે બાળકોને સલાડ ખોરાક આપવાનું શરૂ કરી શકો છો, પરંતુ જો શક્ય હોય તો, સ્તનપાન ચાલુ રાખો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here