અભિનંદન સિવાય, 1971ના યુદ્ધના 54 જવાનો પણ પાકિસ્તાનની કેદમાં હતા, જેને લોકો ભૂલી ચુક્યા છે

0

વિંગ કમાન્ડર ભારત પરત આવી ચુક્યા છે, 27 માર્ચના રોજ ભારતીય વાયુસેનાના આ બહાદુર પાયલોટ પાકિસ્તાની લડાકુ વિમાનને ખદેડતા તેમની જ સીમમાં જઈ ચડયા અને તેમની વિમાન મિગ-21 ક્રેશ થઇ ગયું અને પાકિસ્તાને તેમને કેદ કરી લીધા. બે દિવસ ચાલેલી વાતચીત પછી પાકિસ્તાને અભિનંદનને ભારતને સોંપી દીધા.

આ દરમ્યાન યુદ્ધકેદી શબ્દ ખૂબ જ સાંભળવા મળ્યો, અભિનંદનને એટલે ભારતને સોંપવામાં આવ્યો કારણકે એ યુદ્ધનો કેદી હતો. જયારે આ વાત ચાલી તો 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ સુધી પહોંચી, જે યુદ્ધમાં ભારતના 54 જવાનો પાકિસ્તાનની કેદમાં ચાલ્યા ગયા હતા, જેમને આજે પણ ‘The Missing 54’ના નામથી ઓળખાય છે. પાકિસ્તાન એ માનવા તૈયાર જ નથી કે તેમની પાસે ભારતના 54 યુદ્ધકેદીઓ હાજર છે.1971ના યુદ્ધ પછી આ જવાનોને Missing In Action કે Killed In Actionનો દરજ્જો આપવામાં આવ્યો છે. જો કે એ પણ માનવામાં આવે છે કે તેઓ પાકિસ્તાનની જુદી-જુદી જેલમાં જીવિત છે.

54માંથી 30 જવાન ભારતીય આર્મીના છે અને 24 વાયુસેનાના છે. આર્મીના જવાનોમાં 1 લેફટનન્ટ, 2 સેકન્ડ લેફટનન્ટ, 6 મેજર, 2 સુબેદાર, 3 નાયક લેફટનન્ટ, 1 હવાલદાર, 5 ગનર અને 2 સિપાહી છે. વાયુસેનાના ગુમ થયેલા જવાનોમાં 3 ફલાઇટ ઓફિસર્સ, 1 વિંગ કમાન્ડર, 5 સ્ક્વોડ્રન લીડર અને 16 ફલાઇટ લેફટનન્ટ છે.

આ યાદી વર્ષ 1979માં લોકસભાના તત્કાલીન વિદેશ રાજ્યમંત્રી સમરેન્દ્ર કુંડુએ એક સવાલના જવાબમાં રજૂ કરી હતી.

ગુમ જવાનોના પરિવારોએ સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય કમિટીના પણ દરવાજા ખખડાવ્યા પરંતુ કોઈ સુનાવણી ન થઇ. જ્યારે ભારતે 1971ના યુદ્ધમાં લગભગ આખા પાકિસ્તાની સૈન્યને કબ્જામાં લઇ લીધા હતા, પરંતુ શિમલા શાંતિ કરાર અંતર્ગત પરત કરી દીધા હતા.

વર્ષ 1989 સુધી પાકિસ્તાન આ વાતને સંપૂર્ણ રીતે નકારતુ રહ્યું કે તેમની કેદમાં ભારતીય સૈનિકો છે પરંતુ ત્યારના પ્રધાનમનત્રી બેનઝીર ભુટ્ટોએ પોતાના ભારત પ્રવાસ દરમ્યાન કહ્યું કે ગુમ થયેલા જવાનો તેમની જેલોમાં જ છે. ડિસેમ્બર 1989માં ભારતીય પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના ઇસ્લામાબાદની મુલાકાત દરમ્યાન પણ ગુમ સૈનિકોને છોડવાની વાત પર ચર્ચા થઇ હતી.

કેટલાક વર્ષો પછી ત્યારના પાકિસ્તાની રાષ્ટ્રપ્રતિ પરવેઝ મુશર્રફ વચનોથી પલટીને જવાનોના પાકિસ્તાનમાં હોવાની વાતને નકારવા લાગ્યા.The Diplomatએ પોતાના એક અહેવાલમાં લખ્યું છે કે 1972માં ટાઈમ પત્રિકાએ પાકિસ્તાન જેલની અંદરના કેદીઓની તસ્વીર છાપી હતી. પરિજનોએ પણ જ્યા એમને શહીદ માની લીધા હતા ત્યાં આ તસ્વીર જોઈને તેમને ઓળખી લીધા હતા.

પૂર્વ BBC સંવાદદાતા અને બેનઝીર ભુટ્ટોનું જીવનચરિત્ર લખનાર Victoria Schoffieldએ પણ પોતાના રિપોર્ટમાં લખ્યું કે પાકિસ્તાની વકીલે તેમને જણાવ્યું હતું કે ભારતના યુદ્ધના કેદીઓ લાહૌરની કોટ લખપત જેલમાં કેદ છે.

The Diplomatના 2015ના રિપોર્ટ અનુસાર, એક અમેરિકન જનરલ Chuck Yeagerએ પોતાની આત્મકથામાં લખ્યું છે કે તેઓએ પોતે ભારતીય યુદ્ધ કેદીઓ સાથે પાકિસ્તાનમાં વાત કરી હતી.

1 સપ્ટેમ્બર 2015ના રોજ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 54 ગુમ થયેલા સૈનિકો વિશે પૂછ્યું, ‘શું એ લોકો હજુ જીવિત છે?’ જેનો જવાબ સોલિસિટર જનરલ રણજિત કુમારે આપ્યો, ‘અમને નથી ખબર.’

તેઓએ પોતાના જવાબમાં કહ્યું કે અમે માનીએ છીએ કે તેમનું મૃત્યુ થઇ ગયું છે કારણકે પાકિસ્તાન પોતાની જેલમાં તેમની હાજરીને નકારી રહ્યું છે.

જિનેવા કન્વેનશનની શરતો પણ ત્યારે જ લાગુ પડે છે જયારે બંને દેશો વચ્ચે ઘોષિત રૂપથી યુદ્ધ ન ચાલી રહ્યું હોય. ખાસ કરીને 1949માં થયેલા ત્રીજા જિનેવા કન્વેનશનમાં યુદ્ધના કેદીઓ સાથે કરવામાં આવતા વ્યવહારને પણ નક્કી કરવામાં આવ્યો હતો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here