વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બની ગઈ છે આખી, જે દેખાશે કઈક આવી…તસવીરો જુવો

0

વિશ્વની સૌથી મોટી પ્રતિમા ગુજરાતમાં લગભગ તૈયાર છે. આ પ્રતિમા દેશના પ્રથમ નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત છે. તેની ઊંચાઈ 182 મીટર છે . 31 મી ઑક્ટોબરે, સરદાર પટેલની જન્મજયંતિ પર તે પ્રતિમા વિશ્વને સમર્પિત કરવામાં આવશે.

હાલમાં, વિશ્વની સૌથી મોટી પ્રતિમા ચાઇનામાં છે. ગૌતમ બુદ્ધની આ પ્રતિમા 128 મીટર ઊંચી છે, જેને ગિનિસ બુક ઓફ વર્લ્ડસ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. દેશના લોખંડી પુરુષ એટ્લે સરદાર વલ્લભભાઇ પટેલે જેમણે દેશને જોડવાનો કાર્ય કર્યું. તેમની રાજનીતી અને કૂટનીતિ ને કારણે જ ભારતને એક દેશ તરીકે સ્થાપિત કરવાનું શક્ય બન્યું હતું. આ પ્રતિમાને સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે નામ આપવામાં આવ્યું છે. ચાલો આજે જાણીએ વિશ્વની આ સૌથી મોટી પ્રતિમા સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ હકીકતો.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ 182 મીટર કેમ રાખવામાં આવી છે?

સરદાર પટેલની આ પ્રતિમા નર્મદા નદીના કાંઠે કેવડિયામાં બનાવવામાં આવી રહી છે. આ સ્થળ ગુજરાતના અમદાવાદથી આશરે 200 કિમી દૂર છે. તેની ઊંચાઈ 182 મીટર રાખવામાં આવી છે કારણ કે ગુજરાત વિધાનસભામાં પણ એટલી જ બેઠકો છે. એટલા માટે જ પીએમ મોદી દ્વારા 31 ઓકટોબર, 2013 ના રોજ તેની આધારશીલાને સ્થાપિત કરવામાં આવી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ હકીકતો:

આ સ્ટેચ્યુ લગભગ રૂ. 2,990 કરોડની કિંમત સાથે તૈયાર થશે. રૂ. 2332 કરોડની મૂર્તિ બાંધવા માટે અને 15 વર્ષ માટે રૂ. 600 કરોડની જાળવણી માટે ખર્ચવામાં આવશે.

તેનો મૂળભૂત માળખું સ્ટીલ અને કોંક્રિટથી બનેલો છે. તેમજ તેનું બહારણુ આવરણ તાંબાનું બનેલું હશે.

આ મૂર્તિની નજીક એક હાઈટેક મ્યુઝિયમ પણ બનાવવામાં આવશે. તેમાં ભારતના તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓના જ ઇતિહાસમાં લખવામાં આવશે.આ પ્રતિમાને પૂર્ણ કરવા માટે 2400 કામદારો દિવસ અને રાત કાર્યરત છે. ચાઇનામાંથી લગભગ 100 કલાકારોની મદદ લેવામાં આવી છે.

એક તરફ ભાજપ તેને દેશની ભવ્યતાની ઝાંખી બતાવી રહ્યું છે. તો બીજી તરફ, કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. તેઓ કહે છે કે કરોડોનો આવી રીતે ખોટો બગાડ ન કરવો જોઈએ. જો લોકો માટે આ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોત તો વધુ સારું થાત.

નિષ્ણાતો કહે છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ભાજપની મૂર્તિ કાર્ડ છે, જે તે વોટબેંકમાં રૂપાંતર કરવા માગે છે. આ રમત કોંગ્રેસ દ્વારા નેહરુ અને ગાંધી પ્રતિમા બનાવીને શરૂ કરવામાં આવી હતી, ભાજપ તેનાથી દ્વારા પ્રભાવિત હોય તેમ લાગે છે. ભાજપના પહેલા યુ.પીનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ આ કાર્ડનો ઉપયોગ સારી રીતે કર્યો હતો. તેઓ ઉત્તર પ્રદેશમાં બાબા સાહેબ આંબેડકરની મૂર્તિઓ બનાવડાવી હતી.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here