એક માત્ર ચમત્કારિક મંદિર જયાં બિરાજમાન છે ગોબર ગણેશ, પૂરી કરે છે બધી જ મનોકામના 

0

ભગવાન શ્રી ગણેશને પોતાના ભક્તોના વિઘ્ન હરવાવાળા કહેવામાં આવ્યા છે. જે ભક્ત ભગવાન શ્રી ગણેશની ભક્તિ કરે છે તેને બધા જ દુઃખ તેઓ દૂર કરે છે. ભગવાન શ્રી ગણેશને બુદ્ધિના દેવ કહેવામાં આવે છે. ભારતમાં આવા ઘણા ગણેશ મંદિરો છે, જ્યાં ભક્તોની વિશાળ ભીડ લાગેલી જ હોય છે. લોકો આ મંદિરો પ્રતિ ખૂબ શ્રદ્ધા ધરાવે છે. તમે બધાએ ભગવાન ગણેશના ઘણા સ્વરૂપો જોયા હશે, પરંતુ આજે અમે તમને એવા રૂપ વિશે જણાવીશું જ્યાં ભગવાન ગણેશની ગોબરની મૂર્તિ બિરાજમાન છે. હા, આ વાત એકદમ સાચી છે. ભગવાન ગણેશનું એક મંદિર છે જ્યાં તેમની મૂર્તિ ગોબરની છે. આ મૂર્તિ હજારો વર્ષો જૂની છે. આ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે અહીં પર નારિયેળ ચઢાવીને ગણેશજી દ્વારા મન માંગ્યું વરદાન મેળવી શકે છે.ભગવાન ગણેશની આ મૂર્તિ પર, ગળાનો હાર અને સુંદર શૃંગાર બધા ભક્તોનું મન મોહી લે છે. બધા ભક્તો તેમના દુઃખ દર્દના ઈલાજ માટે ભગવાન પાસે આવે છે. સૌથી આશ્ચર્યજનક બાબત તો એ છે કે આ ગણેશજીને ગોબર ગણેશના નામથી જ બોલાવવામાં આવે છે. દરેક ભક્તો તેમને ગોબર ગણેશના નામથી જ બોલાવે છે. ભગવાન ગણેશનું આ મંદિર મધ્યપ્રદેશના આગર માલવા જિલ્લામાં નલખેડામાં આવેલું છે. લોકોની આ મંદિર સાથે ખૂબ જ આસ્થાથી જોડાયેલા છે. આ મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં ભગવાનના આશીર્વાદ મેળવવા માટે આવે છે. ગોબર ગણેશજી પોતાના બધા જ ભક્તોની મનોકામના પૂરી કરે છે. એવું કહેવાય છે કે ગોબરના આ ગણેશજી પોતાના ભક્તોને કદી પણ નારાજ નથી કરતા. જે ભક્તો પોતાની ખાલી જોળી લઈને ગણેશજીના શરણમાં આવે છે તેઓ ખુશી ખુશી પોતાના ઘરે પાછા જાય છે. નલખેડામાં ગોબર ગણેશજીની મૂર્તિ હજારો વર્ષો જૂની છે.ભગવાન ગણેશજીના આ પ્રાચીન મંદિરમાં ગણેશજીની 500 વર્ષોથી પણ વધુ જૂની ગોબર ગણેશજીની મૂર્તિનો શૃંગાર કરવામાં આવે છે. આ જગ્યા પર ગણેશજી કમળના ફૂલ પાર વિરાજમાન છે. શૃંગાર વિના પણ ભગવાનની મૂર્તિ ખૂબ જ આકર્ષિત દેખાય છે. ભગવાનના આ રૂપને જોઈએં બધા જ ભક્તો ભાવવિભોર થઇ જાય છે. ભગવાન ગણેશજીની આ વિશાલ મૂર્તિની સાથે સાથે તેમની આસપાસ રિદ્ધિ-સિદ્ધિની મૂર્તિઓ પણ છે અને ગણેશજીના પગ પાસે મૂષક પણ છે. અહીં ભગવાન ગણેશજીના એક હાથમાં લાડવો પણ છે. આ મંદિરની અંદર ભગવાન ગણેશજીના દર્શન માટે ભક્તોની લાંબી કતારો લાગેલી જ રહે છે. પરંતુ ગણેશોત્સવ દરમ્યાન તો વધુ ભીડ જોવા મળે છે.

ગોબર ગણેશજીના આ મંદિર પ્રત્યે ભક્તો ખૂબ  શ્રદ્ધા ધરાવે છે. જે ભક્તો અહીં દર્શન કરવા આવે છે એમનું કહેવું છે કે ભગવાન ગણેશજી પોતાના ભકતોની બધી જ મનોકામના પૂર્ણ કરે છે. દૂર દૂરથી લોકો ભગવાનના દર્શન કરવા અહીં આવે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here