સાડી ને લઈને થવું પડ્યું શર્મિંદા અને ફેશન કરવામાં થયા ખરાબ હાલ, આ 7 સેલિબ્રિટી વિશે વાંચો

સેલીબ્રીટીસ સામાન્ય લોકો માટે તેના સ્ટાઇલ આઇકોન હોય છે. લોકો પોતાના ફેવરિટ સ્ટારના ફેશનને ફોલો કરતા હોય છે અને માટે હીરો-હિરોઇનોને સ્ટાઇલ સેટર માનવામાં આવે છે. તેઓ જે પહેરે છે તે ફેશન બની જાય છે. તે પછી તેઓની ફિલ્મો હોય, પાર્ટીઝ, રેડ કાર્પેટ, કે પછી કોઈ ફેશન શો હોય, તેઓ જ્યાં પણ જાય છે તેઓની ફેશન તેમની સાથે જ ચાલતી હોય છે. અને એવામાં આ સ્ટાર્સને હંમેશા ફેશનનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે. પછી તે તેઓના કપડાં હોય કે પછી જવેલરી, મેકઅપ હોય કે હેયરસ્ટાઇલ, તે બધું તેના ઇમેજને પ્રભાવિત કરે છે. પણ આપણા બૉલીવુડ સ્ટાર જેને આપણે આપણા ફેશન આઇકોન માનીયે છીએ અને જે ફેશનને હર રોજ કંઈક નવું આપે છે, તે પણ ઘણીવાર એવું કંઈક પહેરી લેતા હોય છે કે તેના ફેશન સેન્સ પર સવાલ ઉભો થઇ જાતો હોય છે. આજે અમે બોલીવુડના સૌથી મોટા સિતારાઓના ફેશનને લઈને આવ્યા છીએ જેને જોઈને તમે પણ કહેશો કે તેના કરતા તો આપણા લોકોનું સારું ફેશન સેન્સ છે.

1. મલાઈકા અરોડા:મલાઈકાને હંમેશા થી જ તેના ફેશન સેન્સ માટે જાણવામાં આવે છે પણ આ ગ્રીન સાડી અને પિન્ક બ્લાઉઝે કદાચ ગડબડી કરી નાખી છે.

2. સોનમ કપૂર:સોનમને પણ ખુબ જ સ્ટાઇલિશ માનવામાં આવે છે. એવામાં તેની પાસે આવા પ્રકારની ઉમ્મીદ બિલકુલ પણ ન હતી. બિપાશાના લગ્નમાં સોનમના સાડી કે બ્લાઉઝ પહેરવાનો તરીકો બિલકુલ પણ યોગ્ય ન હતો.

3. અમિષા પટેલ:હવે અમીષાને કોણ સમજાવે કે સાડી અને બિકીનીમાં અંતર હોય છે અને તે બંને અલગ-અલગ પહેરવું જોઈએ.

4. શિલ્પા શેટ્ટી:હવે આના વિશે શું કહીયે. લાગે છે કે ફેશનના નામ પર શિલ્પાના ડિઝાઈનરે તેની સાથે મજાક કર્યો છે અને શિલ્પાએ સમજી ન શકી.

5. કરીના કપૂર ખાન:ફેશનની દુનિયાની કવિન કરીના થી પણ ઘણીવાર ભૂલ થઈ જાતિ હોય છે. તેની આ સાડી પર કમેન્ટ વાંચ્યા પછી કરીનાને સૌથી પહેલા આ ફોટો ડીલીટ કરવાનો ખ્યાલ આવ્યો હશે.

6. વિદ્યા બાલન:વિદ્યાએ હંમેશાથી જ પોતાના ચાહનારાઓ માટે પોતાના ફેશનને લઈને નિરાશ કર્યા છે અને તેની આ સાડી અને બ્લાઉઝની જોડી એવી છે કે જેના પર કઈ પણ ન કહીયે તોજ સારું રહેશે.

7. મંદિરા બેદી:શું મંદિરાએ વાસ્તવમાં સાડી જ પહેરી છે?..આ તસ્વીરને જોઈને એવું લાગે છે કે જાણે મંદિરા સીધી જ બીચ પરથી ફેશન શો પર આવી ગઈ છે અને ઉતાવળમાં બિકીની ઉપર જ સાડી પહેરી લીધી છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!