સ્ટાર બન્યા બાદ પણ શ્રી દેવીને ઝાડીઓ પાછળ મજબુરીમાં બદલવા પડતા હતા કપડા અને પછી, આવી અનેક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.. વાંચો જીવનનો એક કિસ્સો

0

શ્રી દેવી એ કહ્યું, ‘તે સમયે એક્ટ્રેસેસ ને ઝાડીઓની પાછળ કપડા ચેન્જ કરવા પડતા હતા કેમ કે તે સમયમાં વૈનીટી વૈન જેવી કોઈ વ્યવસ્થા ન હતી’.

શ્રી દેવી ની ગત ફિલ્મ ‘મોમ’ ને લઈને ખુબ જ ચર્ચા માં રહી હતી. બાળપણ થી જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો હિસ્સો રહેનારી શ્રી દેવી લાંબા સમય સુધી ફિલ્મોમાં ‘લીડીંગ લેડી’ રહી છે. ‘મોમ’ ફિલ્મ શ્રી દેવી માટે એટલા માટે ખાસ રહી હતી કેમ કે આ ફિલ્મ શ્રી દેવી ની 300 મી ફિલ્મ રહી હતી. પોતાના આ લાંબા સફર વિશે વાત કરતા એકવાર શ્રી દેવી એ જણાવ્યું હતું કે, ‘આજ નાં સમયમાં એક્ટ્રેસ ખુબ જ લકી છે કેમ કે તેઓને વેનિટી વેન મળે છે. તેમેણે ખુલાસો કર્યો કે તેમના સમયમાં એક્ટ્રેસેસ ને ઝાડીઓ ની પાછળ જઈને કપડા બદલવા પડતા હતા. કેમ કે તેઓના સમયમાં વેનિટી વાન જેવી કોઈજ વ્યવસ્થા ન હતી. બીબીસી ને આપેલા પોતાના ઇન્ટરવ્યુ માં ‘મોમ’ એક્ટ્રેસ શ્રી દેવી એ કહ્યું કે ‘આજની જનરેશનને વેનિટી વેન મળે છે. અમારા સમયમાં ઝાડીઓ, વ્રુક્ષો, ખંડેર, સ્ટુડિયોની પાછળ જઈને કપડા ચેન્જ કરવા પડતા હતા’.

શ્રી દેવી એ જણાવ્યું હતું કે,’હું એક્ટ્રેસેસ માટે વેનિટી વેન જોઇને ખુબ જ ખુશ થતી હતી.અમારા સમયમાં આવી કોઈ સુવિધા ઉપલબ્ધ ન હતી. તે સમયમાં ટોઇલેટ પણ ન હતા. તે સમયે ઘણી એવી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. તે સમયે હું સૈટ પર પાણી ખુબ જ ઓછુ પીધા કરતી હતી, જેથી બાથરૂમની સમસ્યા ન રહે. ત્યાં સાફ અને સ્વચ્છ વોશરૂમની વ્યવસ્થા પણ ન હતી. પણ હાલ સમય બદલાઈ ગયો છે, હું ખુબ જ ખુશ છું કે આજની જનરેશનને આટલી સારી સુવિધાઓ મળી રહી છે’.

જો કે શ્રી દેવી નું ‘બારીશ’ સોંગ દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવ્યું હતું, પણ શ્રી દેવી ને ખુદ આ સોંગનાં શુટિંગ માટે ઘણી એવી પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો. શ્રી દેવી એ જણાવ્યું હતું કે, ‘મને આવા બારીશ વાળા સોંગ બિલકુલ પણ પસંદ ન હતા, કેમ કે તેના બાદ હું અક્સર બીમાર પડી જાતી હતી’.

લગાતાર શ્રી દેવી ની ફિલ્મ ‘ઈંગ્લીશ વિન્ગ્લીશ’ બાદ ‘મોમ’ ની સુપર કામિયાબી બાદ શ્રી દેવી વધુ માં વધુ છવાઈ ગઈ હતી.

જણાવી દઈએ કે ગત રાત શ્રી દેવી નું દુબઈ માં નિધન થઇ ચુક્યું છે. લોકોના દિલોમાં રાજ કરનારી શ્રી દેવી ઘણી એવી યાદો મૂકી ગઈ છે અને ઘણી એવી યાદો પોતાની સાથે લઈને દુનિયાને અલવિદા કરીને ચાલી ગઈ છે. ભગવાન તેની આત્માને શાંતિ બક્ષે તેવી પ્રાર્થના છે.

Story Author: GujjuRoxcks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!