સ્તનપાન કરાવતી મહિલાઓને જાણ હોવી જોઈએ આ 9 બાબતો, નહીતર થઇ શકે છે જોખમ, જાણો ફાયદાકારક માહિતી…..

જો તમે તમારા બાળકને બ્રેસ્ટ ફીડીંગ કરાવી રહ્યા છો તો તમને પણ ફીડીંગ કરાવાની અમુક બાબતોની જાણ હોવી જોઈએ. કેમ કે બ્રેસ્ટફીડીંગ કરવાના સમયે પણ ઘણી એવી વાતોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે નહિતર નાની એવી લાપરવાહી પણ તમારા બાળક માટે ઘાતક સાબિત થઇ શકે છે.

બ્રેસ્ટફીડીંગની પૂરી જાણકારી ન હોવાને લીધે ક્યાંક તમારું બાળક કોઈ ઇન્ફેકશનની જપેટમાં ન આવી જાય. અને ક્યાંક એવું પણ થઇ શકે છે કે અમુક વસ્તુઓને નજરઅંદાજ કરીને ખુદના સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી રહ્યા હોય. આજે અમે તમને નાની પણ કામની બાબત જણાવીશું જેને જાણીને ફીડીંગ કરાવનારી માતાઓ નાની નાની ભૂલોથી બચીને બાળકનું ધ્યાન રાખી શકે છે. આવો તો જાણીએ બ્રેસ્ટફીડીંગ સાથે જોડાયેલી અમુક વાતો.

1. ભૂલથી પણ ટાઈટ બ્રાં ન પહેરો:

બ્રેસ્ટફીડીંગ કરાવતી મહિલાઓ ને ક્યારેય પણ ટાઈટ બ્રાં પહેરવી ન જોઈએ. કેમ કે ફીડીંગના સમયે સ્તન પહેલા કરતા વધુ સંવેદનશીલ હોય છે જેને લીધે થોડીવાર પણ ટાઈટ બ્રાં પહેરવાથી બ્રેસ્ટ પર રેશીજ થઇ શકે છે. આવી મહિલાઓ માટે નર્સરી બ્રાં આવતી હોય છે. જેમાં તે આગળની તરફથી બટન ખોલીને બાળકને સ્તનપાન કરાવી શકે છે.

2. નિપ્પલ સાફ કરવા:

ઘણી મહિલાઓ ગમે ત્યાં અને ગમે તે રીતે સ્તનપાન કરાવાનું શરુ કરી દેતી હોય છે. જ્યારે સ્તનપાન કરાવતા પહેલા નિપ્પલને સારી રીતે ગુનગુના પાણીથી, કોટન કે ટીસ્યુથી સાફ કરવું જરૂરી છે. હાથની જેમ નિપ્પલ અને બ્રેસ્ટ પણ ગંદા હોય છે. તો જેવી રીતે તમે જમતા પહેલા હાથ ધુઓ છો તેવી જ રીતે બાળકને સ્તનપાન કરાવતા પહેલા એકવાર નિપ્પલ જરૂરથી સાફ કરો.

3. ગાંઠ ન બનવા માટે માલીશ કરો:

સ્તનપાન બાદ મોટાભાગે મહિલાઓને સૈગીંગની ફરિયાદ હોય છે. તેના માટે રોજાના બ્રેસ્ટ મસાજ કરો. તેનાથી બ્રેસ્ટમાં બ્લડ સરકયુંલેશન વધી જાશે, અને દૂધની ગાંઠો પણ નહિ બને.

4. નિપ્પલ પર લગાવો ઘી:

ઘણીવાર સ્તનપાન કરાવાથી નિપ્પલમાં દર્દ શરુ થઇ જાતો હોય છે. તેનાથી બચવા માટે નિપ્પલ માં ઘી લગાવો. તે નીપ્પ્લને મોઈશ્ચરાઈજ કરે છે અને ડ્રાઈ થવા દેતું નથી. જેનાથી બાળકોના અધિક દૂધ પીવાથી નીપ્પ્લમાં કોઈ પણ પ્રકારના દુષ્પ્રભાવ નથી પડતો. સ્તનપાન કરાવ્યા બાદ બાળકના થુકને નિપ્પલમાં લગાવેલું જ રાખો. તેનાથી કોઈપણ પ્રકારનું નુકસાન નથી થતું. જો તમારા બ્રેસ્ટ પર વાળ છે તો ફીડીંગ કરાવતા પહેલા આ વાળને દુર કરવા જરૂરી છે.

5. બ્રેસ્ટ પર સાબુ ન લગાવો:

સ્તનપાન કરાવતી મહિલાઓએ ન્હાવાના સમયે બ્રેસ્ટ પર સાબુ લગાડવો ના જોઈએ. કેમ કે સાબુમાં રહેલા કેમિકલ તમારા નિપ્પલને કઠોર અને ડ્રાઈ બનાવી શકે છે.

6. આ છે બ્રેસ્ટમાં ગાંઠ થવાનું કારણ:

ઘણીવાર ફીડીંગના સમયે બ્રેસ્ટમાં ગાંઠ બનવા લાગે છે. ઘણીવાર બ્રેસ્ટની કોઈ ડકટમાં ફીડ રોકાઈ જવાથી દૂધ જમા થવા લાગે છે. જેને લીધે ગાંઠ બની જાય છે, જે દર્દનું કારણ બની શકે છે. ઘણીવાર તેમાં ઇન્ફેકશન પણ થઇ જાય છે તો મવાદ પણ ભરાઈ જાય છે, આગળ જતા મોટી સમસ્યા પણ સર્જાઈ શકે છે. માટે તેની પૂરી રીતે જાંચ કરવી જરૂરી છે.

7. 500 કેલેરી થાય છે ખતપ:

કદાચ ઘણી મહિલાઓને જાણ નહિ હોય કે ફીડીંગ કરાવાના સમયે જે ઉર્જા ખતપ થાય છે તેમાં રોજાના 500 કેલેરી બર્ન થાય છે. મતલબ કે મહિલાઓ આ સમયે આસાનીથી પોતાની કેલેરીને ઓગાળી શકે છે.

8. હેલ્દી ખાઓ:

આવી મહિલાઓએ હેલ્દી ફૂડ ખાવું ખુબ જ જરૂરી છે. કેમ કે તમે જે કઈ પણ ખાઓ છો તે દૂધ બનીને તમારા બાળકમાં આવે છે. તમે હેલ્દી હશો તો તમારું બેબી પણ હેલ્દી રહેશે.

9. બંને માટે છે જરૂરી:

જે માતાઓ પોતાના કામ કે ઓફિસને લીધે પોતાના બાળકને દૂધ નથી પીવડાવી શકતી, તેઓ ઈચ્છે તો તે પોતાના બેબી માટે બોટલમાં પોતાના દુધને સ્ટોર કરી શકે છે. માં નું દૂધ 6 થી 7 કલાક સુધી ખરાબ થઇ શકતું નથી. માતાનું દૂધ બાળક માટે ખુબ જ આવશ્યક છે. માતાનું દૂધ પીવાથી બેબીમાં રોગ-પ્રતિરોધક ક્ષમતા વધી જાય છે. માં અને બાળક વ્ચ્ચેની બોન્ડીંગ સ્ટ્રોંગ બને છે. શરુઆતના 6 મહિનાનું સ્તનપાન ગર્ભનિરોધકનું પણ કામ કરે છે. સાથે જ સ્તન કેન્સર જેવી બીમારીઓ થી પણ બચી શકાય છે.

લેખન સંકલન : GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આવી જ સ્વાસ્થ્યની ટીપ્સ/ફાયદેમંદ માહિતી વાંચવા માટે આપણું GujjuRocks પેઈજ લાઇક કરો અને જોડાઈ રહો

મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!! જો તમે પણ કોઈ હદયસ્પર્શી લેખ/વાર્તા લખી હોય અને એ બધા લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો અમને આ ઇમેલ પર મોકલો
theGujjuRocks@gmail.com

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!