શાહરુખ એ અનંત અંબાણી ને તેની ગર્લફ્રેન્ડ નું નામ પૂછ્યું, મળ્યો કંઇક આવો જવાબ…

0

30 જૂને આકાશ અંબાણી અને શ્લોકા મેહતા ની સગાઇ થઇ. આ ભવ્ય ઉજવણી નાં ફોટા અને વિડીઓ સોશિયલ મીડીયા માં છવાયેલા છે. હજી એક નવો વિડીયો સમાઈ આવ્યો છે જેમાં શાહરૂખ ખાન મુકેશ અંબાણી નાં નાણા દીકરા અનંત અંબાણી ને તેની ગર્લફ્રેન્ડ નું નામ પૂછી રહ્યો છે.

આ વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યો છે. આ વિડીયો માં શાહરૂખ, રાધિકા મર્ચન્ટ ની સાથે ઉભા છે. જણાવી દઈએ કે આ તે જ રાધિકા છે જેની સાથે થોડા સમય પેહલા અનંત નું અફેર હોવાની ખબર આવી હતી. બંને ની સગાઇ કરવાની પણ ચર્ચા હતી પરંતુ પછી આ ખબર અફવા સાબિત થઇ.

અનંત એ આપ્યો જવાબ…

વિડીયો માં શાહરૂખ અનંત ને પૂછે છે, “અનંત તને શું લાગે છે કે ૧૦ માંથી રાધિકા ને કેટલા મળવા જોઈએ? અનંત કહે છે ૧૦ અબજ. શાહરૂખ કહે છે – ભાઈ તું તો બહુ પૈસા ઉડાવી રહ્યો છે. જેના પર અનંત કહે છે કે – infinity”.

તે પછી શાહરૂખ તેને પૂછે છે કે, “ શું તારી કોઈ ગર્લફ્રેન્ડ નથી અનંત? મને એક એવી રીત ખબર છે જેનાથી ખબર પડી જશે કે એ વ્યક્તિ કોણ છે. કોઈ પણ માણસ ના ફોન નો પેહલો નંબર એજ વ્યક્તિ નો હોય છે જેને તે સૌથી વધુ પ્રેમ કરતો હોય છે. તે પછી શાહરૂખ અનંત નો ફોન માંગે છે. “

ઘણા બધા બોલીવુડ સિતારાઓ એ કાર્યક્રમ માં હાજરી આપી….

તમને જણાવી દઈએ કે આકાશ-શ્લોકા ની સગાઈ પાર્ટી માં ઘણાં બોલીવુડ સિતારાઓ અને ખેલ જગત ના મહાનુભાવો જોડાયા હતા. આ પાર્ટી માં બધા બોલીવુડ સિતારાઓ એ ગ્રુપ માં ડાન્સ કર્યો હતો. જેમાં શાહરૂખ ખાન, અભિષેક બચ્ચન , રણબીર કપૂર પણ જોવા મળ્યા હતા. કાર્યક્રમ માં શંકર મહાદેવન અને કૈલાશ ખેર એ સ્પેશિયલ મ્યુઝીકલ પરફોર્મન્સ આપી હતી.

Author: GujjuRocks Team

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here