શ્રીલંકા માં હનીમૂન મનાવીને મુંબઈ પાછા આવ્યા રણવીર-દીપિકા, 185 કરોડ સિમ્બાનું કલેક્શન થતા રણવીર ના ચહેરા પર જોવા મળી સ્માઈલ – જુઓ તસ્વીરો

0

બૉલીવુડ ના બાજીરાવ મસ્તાની એટલે કે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ આગળના દિવસોમાં પોતાનું હનીમૂન મનાવીને શ્રીલંકા માટે ગયા હતા. જ્યા દીપિકા એ પોતાનો 33 મોં જન્મદિવસ પણ ઉજવ્યો હતો.જો કે બંને ની સોશિયલ મીડિયા પર કઈ ખાસ તસ્વીરો સામે આવી ન હતી. આગળની રાતે આ બંને હનીમૂન મનાવીને મુંબઈ પાછા આવી ગયા છે.બંને ને એયરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન રણવીર સિંહ બ્લુ કલર ના ડેનિમ શર્ટ અને મલ્ટી કલર ના પાયજામા પહેરેલા ખુબ જ સુંદર લુક માં નજરમાં આવ્યા હતા. જયારે દીપિકા કાળા રંગ ના કપડા પહેરેલી નજરમાં આવી હતી. એયરપોર્ટ પર રહેલા ફેન્સ તેને ‘રણવીર ભાઈ’ કહીને જોર જોર થી બૂમો પડી રહ્યા હતા. રણવીર પણ પોતાના પ્રત્યે આટલો પ્રેમ જોઈને ખુબ જ ખુશ દેખાઈ રહ્યા હતા.
આગળના અઠવાડિયે રણવીર સિંહ અને સારા અલી ખાન ની ફિલ્મ સિમ્બા પણ રિલીઝ થયેલી છે. 10 દિવસમાં ફિલ્મે 170 કરોડ થી વધારે કમાણી કરી લીધી છે. ફિલ્મની આ સફળતા પર રોહિત શેટ્ટી એ બૉલીવુડ ના અમુક દિગ્ગજ સિતારાઓ માટે ફિલ્મ ની સ્ક્રીનિંગ રાખી હતી.જેમાં સલમાન ખાન ના પિતા અને માં પણ પહોંચ્યા હતા. જયારે સિમ્બા ની સફળતા પછી દીપવીર પણ હનીમૂન મનાવવા માટે શ્રીલંકા ગયા હતા.
તમને જણાવી દઈએ કે 14 અને 15 નવેમ્બર 2018 ના દિવસે આ જોડી ના ઇટલી ના લેક કોમોમાં રોયલ લગ્ન થયા હતા. બંને ના લગ્ન ની ચર્ચા પુરા દેશભર માં થઇ હતી. તેઓના લગ્ન સ્થળ ને શણગારવા માટે ફૂલો અને કાર્યકરો ને બીજા દેશમાંથી બોલવામાં આવ્યા હતા.
લગ્ન પછી એ બંને એ શાનદાર રીશેપ્શન પાર્ટી પણ આપી હતી.હાલ રણવીર સિંહ પોતાની આવનારી ફિલ્મ ‘ગલી બોય’ માં વ્યસ્ત છે જેનું ટીજર સામે આવી ચૂક્યું છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here