‘શ્રી કૃષ્ણ’ નો રોલ અદા કરનાર આ એક્ટરની જિંદગી હાલ બની ગઈ છે કાઈક આવી,જુઓ તેની તસ્વીરો…..

0

દોસ્તો, નાના પળદા પર કામ કરતા કીરદારો નું જીવન તેના અસલ જીવનમાં કાઈક અલગજ હોય છે. જયારે અમુક કીરદારો પોતાના જીવન માં પણ પોતાના કામ ની પ્રેરણા પ્રમાણે ચાલતા હોય છે. તેના વાસ્તવ જીવનની કલ્પના કરવી આપળા માટે અશક્ય છે.

આજે અમે એવાજ એક કિરદાર કે જેણે ટીવી પર ભગવાન શ્રી કૃષ્ણ નો એક શાનદાર અભિનય કર્યો છે. જેનું નામ સર્વદમન ડી.બનર્જી છે. જેમણે ક્રિશ્ના સીરીયલ માં ભગવાન કૃષ્ણનું પાત્ર ભજવીને એક નવી ઈમેજ કાયમ કરી છે. જેમણે ભગવાન શ્રી કૃષ્ણની જીવન કથા એવી રીતે અદા કરી છે કે, તે એક પ્રશંશા ને લાયક છે.

જો તમારો જન્મ 90 નાં દશકમાં થયેલો છે તો ‘શ્રી ક્રિષ્ના’ સીરીયલ માં સર્વદમને આ પાત્ર ભજવ્યું હતું. આ શો દુરર્દશન ચેનલ પર પ્રસારિત થતો હતો. જેના લેખક શ્રી રામાનંદ સાગર હતા. તેમના મંતવ્ય હેઠળ સર્વદમને આ કિરદારને રજુ કર્યો હતો.

પણ શું તમને ખબર છે કે ફિલ્મી દુનીયાથી દુર જઈને તે આજે ક્યા છે? શું કરી રહ્યા છે? જો તમે જાણશો તો તમારામાં પણ ગર્વની લાગણી ઉભરાઈ આવશે.

તો જાણો હાલના સમયમાં ડી. બનર્જી શું કરી રહ્યા છે.

એક ઇન્ટરવ્યુ નિમિતે સર્વદમન જણાવે છે કે,’ મેં શ્રીકૃષ્ણ ના શો કરતી વખતે જે નિર્ણય કરી લીધો હતો કે હું 45-47 વર્ષની ઉમર સુધીજ કામ કરીશ. તેના પછી જીવનને ક્નેકટેડ જ કામ કરીશ. પછી બસ મને મેડીટેશન(ધ્યાન) મળી ગયું અને ત્યારથી 20 વર્ષથી હું એજ કાર્ય કરું છુ’.

એટલુજ નહિ સાથે જ સર્વદમન એ પણ જણાવે છે કે, પોતે મેડીટેશન ની સાથે સાથે એક એનજીઓ ને પણ સપોર્ટ કરે છે. આ એનજીઓ ઉતરાખંડના સ્લમ એરિયા માં રહેવા વાળા લગભગ 200 જેટલા બાળકોને આજીવિકા કમાવામાં મદદ કરે છે. તેના સિવાય તે 200 જેટલા ગરીબ બાળકોને ફ્રી માં શીક્ષણ પણ આપે છે.

મીડિયા રીપોર્ટ નાં આધારે આજકાલ સર્વદમન ડી.બનર્જી હાલ ઋષિકેશમાં છે. જ્યાં તે લોકોને ધ્યાન શીખડાવે છે અને તેના વિશેની પ્રેરણા આપે છે. અમુક વર્ષો પહેલાજ સર્વદમને આ વાતનો ખુલાસો કર્યો હતો. તેમણે એ પણ કહ્યું હતું કે ફિલ્મો અને ટીવી ની દુનિયાથી દુર જાવાનું કારણ શું છે.

તમને જણાવી દઈએ કે આ કિરદાર બાદ સર્વદમન ખુબજ લોકપ્રિય બની ગયા હતા. સાથે જ ત્યાર બાદ તેને લીધે તેને બીજી ઘણી એવી સીરીયલમાં કામ કરવા માટેની ઓફરો પણ મળવા લાગી હતી.

સર્વદમને અમુક ફિલ્મોમાં પણ ભૂમિકા ભજવી હતી જેવી કે સ્વામી વિવેકાનંદ, શંકરાચાર્ય વગેરેમાં સારો એવો રોલ અદા કર્યો હતો. પણ થોડા સમય પછી તે ફિલ્મ ઇન્ડસ્ટરીથી ખુબ દુર નીકળી ગયા હતા.

આજ કાલ સર્વદમન મેડીટેશન ની બાબતમાં ખુંબજ વ્યસ્ત છે અને લોકો સમક્ષ જ્ઞાન બાટે છે.

Story Author: GujjuRocks Team

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!