સોયાબીન – અનેક પોષકતત્વોનો ખજાનો છે, તમે કેવી રીતે ઉપયોગ કરો છો? જાણો અને જણાવો…વાંચો માહિતી ક્લિક કરીને

0

સોયાબીન ભારત મા જલ્દી મળી રહેતી ખાદ્ય સામગ્રી છે આપણા દેશ મા સોયાબીન નો ખોરાક માં ઘણા લોકો ઉપયોગ કરે છે. ચાલો આપણે જોઈએ સોયાબીન થી શુ ફાયદા મળે છે અને શરીર ને પ્રોટીન અને શક્તિ વગેરે ની જરુરીયાત કેવી રીતે પુરી પાડે છે. વિટામિન, ખનીજ અને પ્રોટીન થી ભરપુર સોયાબીન તંદુરસ્તી નો ખજાનો કહેવાય છે.

• સોયાબીન મા પ્રોટીન અને આઈસોફેલ્વોસ ભરપુર માત્રા મા હોય છે. જે શરીર માટે અત્યંત આવશ્યક છે. સામન્ય શરીર માટે રોજ નુ 25 ગ્રામ પ્રોટીન જરુરી છે. જે સોયાબીન માથી ભરપુર માત્રા મા મળી રહે છે સોયાબીન પ્રોટિન નો ભંડાર કહેવાય છે.

• સોયાબીન દરેક પ્રકાર ના કેંન્સર મા કોઈપણ રીતે ખુબજ ઉપયોગી છે, કારણ કે તેમા રહેલ પ્રોટીન શરીર ને શક્તિ પુરી પાડે છે. જેને કારણે શરીર ની શક્તિ વધે છે અને રોગો સામે લડવા ની ક્ષમતા મા વધારો થાય છે

• સોયાબીન એ એક પ્રકાર નુ ધાન્ય છે જેને પીસીને ઉપયોગ કરી શકાય છે. સોયાબીન ખાવા થી હાડકા મજબુત થાય છે. સોયાબીન મા પ્રોટીન અને આઈસોફેલ્વોસ ભરપુર માત્રા મા હોવા થી મહીલા ઓ ને થતા હાડકા ની કમજોરી અને ઓસ્ટીયોપોરોસીસ જેવા જોખમો થી બચાવે છે.

• જો કોઇ માનસીક રોગ હોય તો સોયાબીન ને તમારા રોજીંદા ખોરાક મા અવશ્ય ઉપયોગ કરો. સોયાબીન માનસીક સન્તુલન ઠીક કરી મગજ ને તેજ કરે છે. જો કોઇ હ્રદય ની બીમારી હોય તો સોયાબીન ખાવા થી ફાયદો થાય છે.

• ઉચ્ચ રક્તચાપ ની ફરીયાદ હોય તો રોજીંદા ખોરાક મા સોયાબીન લેવાની સલાહ આપવા મા આવે છે. કારણ કે સોયાબીન ઉચ્ચ રક્તચાપ ને કાબુ મા રાખવા મા મદદ કરે છે. જો નિયમીત ખોરાક મા સોયાબીન ને ચાલુ રાખશો તો હ્રદય ની બીમારી થવાની શક્યાતા ખુબ ઓછી થઇ જાય છે.

• સોયાબીન મા લેસીથીન ની માત્રા હોય છે જે લીવર માટે ઉપયોગી થાય છે માટે જો સોયાબીન ને નિયમિત ખોરાક મા લેવામા આવે તો લીવર સંબધીત રોગ થવાની શક્યતા ઘટી જાય છે. સોયાબીન ની છાસ પીવા થી પેટ ના કિડા નાસ પામે છે અને પેટ સંબધીત રોગ થી બચી શકાય છે.

• તમારા વાળ માટે સોયાબીન ફાયદાકારક છે. સોયાબીન મા વાળ વાધારવા ના ગુણ હોય છે. તમારા વાળ પહેલા કરતાં વધારે મજબુત અને રેશમી બનાવે છે. જો તમારા વાળ મા જુ હોય તો સોયાબીન નુ તેલ લગાવા થી જુ થી બચી શકાય છે.

• જો તમે વજન વધારવા માંગતા હોય તેવા માણસો ને રોજ સોયબીન નો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે સોયાબીન મા ભરપુર માત્રા મા પ્રોટીન સમાયેલુ હોય છે જે લેવાથી શરીર ના સ્નાયુ મજબુત થાય છે અને વજન વધે છે. સોયાબીન નું દુધ, સોયાબીન, પનીર વગેરે દરરોજ લેવુ જોઈએ. તેના થી ૨ થી ૩ મહિના મા વજન વધે છે. તથા શરીર ને શક્તિ મળે છે.

• સ્ત્રી ઓ ને પીરીયડ મા અનિયમીતા એટલે લોહી ની ઉણપ નો ઈલાજ સોયાબીન મા છે. દરરોજ સોયાબીન તેલ ખાવા મા ઉપયોગ અથવા દુધ નો ઉપયોગ કરો તમારા શરીર મા લોહી નુ પ્રમાણ વધારે છે અને અનિયમીત માસીક થી મુક્તી મળે છે.

• કોઈ માણસો ને ભુલવા ની બીમારી હોય, કોઈ બાળક ને જન્મ થી કમજોર હોય તો એના માટે સોયાબીન વધુ ફાયદો આપે છે. એ માણસો એ સોયાબીન ની બનેલી રોટલી ખાવી જોઈએ એનાથી ભુલવાની બીમારી દુર થાય છે. અને યાદ શક્તિ વધે છે.

• સોયાબીન મા ભરપુર માત્રા મા ફેનોલિક એસીડ પ્રાપ્ત થાય છે. જે કેન્સર જેવી બીમારી મા ખુબજ ઉપયોગી થાય છે. સોયાબીન મા મળતુ ફેનોલિક એસીડ કેંન્સર ના સેલ ને ફેલાવતા રોકે છે. તથા શરીર મા નવુ લોહી બનાવવા મા ઉપયોગી થાય છે. કેંન્સર થવા થી તેની રોગ પ્રતિકાર શક્તિ ઓછી થઈ જાય છે તેના માટે સોયાબીન વધારે ફાયદો આપે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. જો કોઈ ને આ પ્રકાર ની બીમારી હોય તો રોજ સોયબીન ખાવા જોઈએ જે ખુબજ ઉપયોગી થાય છે.

• સોયાબીન ત્વચા ના પોષણ અને વાળ ની સમસ્યા દુર કરવા મા પણ ખુબ કારગર છે. સોયાબીન વાળ ને લગતી લગભગ દરેક સમસ્યા દુર કરવા મા ઉપયોગી થાય છે. એટલુજ નહી તેમા મળતા તત્વો ત્વચા ને પોષણ આપે છે.

• સોયાબીન ના રોજીંદા ખોરાક મા લેવાથી સારી તંદુરસ્તી તો મળે જ છે, તો તેના નિયમિત ઉપયોગ થી ત્વચા અને વાળ ની જાળવણી પણ થાય છે.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here