જેટલી વાર જુઓ એટલી વાર જબરી લાગતી સાઉથની આ 5 ફિલ્મો તો જોઈ જ છે ને?

0

વર્તમાન સમયમાં એકબાજુ બોલિવૂડ ગ્રેટેસ્ટ સ્ટારડમને લઈને પણ રસવિહીન ફિલ્મો આપી રહ્યું છે ત્યારે સાઉથની ફિલ્મો હવે દર્શકોના દિલ પર ધીમે-ધીમે ગાઢી અસર નાખી રહી છે. દક્ષિણ ભારતીય ભાષાઓમાં મૂળે તો બનેલી અને હિન્દીમાં ડબ થઈ હોવા છતાં દર્શકો હવે સાઉથની ફિલ્મો વધારે પસંદ કરે છે. મૂળે તમિલમાં બનેલી ફિલ્મ ‘બાહુબલી’ની અધધ…કહી શકાય એટલી સફળતા જ દર્શાવે છે કે, હવે સાઉથની ફિલ્મો બોલિવૂડને આંજી રહી છે.

આજે આપણે વાત કરવી છે સાઉથની એવી પાંચ જબરદસ્ત ફિલ્મોની જેને તમે વારંવાર જોશો તો પણ ધરવ નહી થાય! જબરદસ્ત સ્ટોરી પ્લોટ, એક્શન સીન અને યથાયોગ્ય લોકેશન પર શુટ થયેલી આ ફિલ્મોને તમે કદાચ જોઈ પણ હશે. ચાલો જાણીએ કઈ છે એ ૫ ફિલ્મો :

(1) હેલો –તેલુગૂ ભાષાની આ રોમાન્ટીક એક્શન ફિલ્મ વિક્રમ કુમાર દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. પ્રેમકહાની અને પરિવારની વાતોથી સુંદર કથાગુંથણ કરતી આ ફિલ્મમાં અખિલ અક્કીનેની મુખ્ય ભૂમિકામાં નજર આવે છે.

(2) થેરી –તમિલ ભાષાની આ ફિલ્મ ૨૦૧૬માં રિલીઝ થયેલી, જેને ઇટલી કુમાર દ્વારા ડાયરેક્ટ કરવામાં આવેલ. એક્શન ડ્રામાથી ભરપૂર આ ફિલ્મને દર્શકો દ્વારા ભરપેટ વખાણવામાં આવી છે.

(3) બાહુબલી & બાહુબલી ર –આ બંને ફિલ્મો વિશે તો સ્વાભાવિક રીતે જ કંઈ કહેવાની જરૂર નથી. પ્રથમ ફિલ્મ ૨૦૧૫માં ને બીજી ૨૦૧૭માં રિલીઝ થયેલી. થતાવેંત જ બોલિવૂડના તમામ રેકોર્ડ તોડી નાખનારી કમાણી આદરી! પ્રભાસ-અનુષ્કા-તમન્ના સહિત અનેક ચિરંજીવી કેરેક્ટરોને દર્શાવનારી આ ફિલ્મ એસ.એસ.રાજમૌલી દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી.

(4) એસ આઇ ૩ –સૂર્ય, અનુષ્કા શેટ્ટી અને શ્રુતિ હસન દ્વારા અભિનીત આ ફિલ્મ પણ એક્શનથી ભરપૂર છે.

(5) સરાઇનોડુ –અલ્લૂ અર્જુનના લીડ રોલથી ખુબ વખણાયેલી આ ફિલ્મ ૨૦૧૬માં રિલીઝ થઈ હતી. અલ્લૂ અર્જુન ઉપરાંત રકુલ પ્રીત સિંહ અને કેથરીન ટેરેસા આ ફિલ્મમાં ચમકેલ છે.

મિત્રો, આશા છે કે તમે પણ સાઉથની ફિલ્મોના ફેન હશો. આ આર્ટીકલ સારો લાગ્યો હોય તો જરૂરથી આપના મિત્રો સાથે પણ શેર કરજો અને ન જોવાયેલી ફિલ્મો જોઈ જ નાખજો, ધન્યવાદ!

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here