સોનાલી પછી હવે વધુ એક અભિનેત્રીને થયું કેન્સર, કહ્યું – ‘3rd સ્ટેજ પર છું’, રહી ચુકી છે મિસ ઈન્ડિયા

0

બૉલીવુડ અભિનેત્રી સોનાલી બેન્દ્રે પછી હાલના દિવસોમાં અભિનેત્રી નફીસા અલી ના કેન્સર નો ખુલાસો થયો છે. હાલમાં જ તેમણે સોશિયલ મીડિયા દ્વારા પોતાની બીમારી વિશે ફેન્સ ને જણાવ્યું છે. આ વચ્ચે નફીસા અલી એ પોતાના જીવનમાં એક ખાસ ઈચ્છા જણાવી છે. તેની આ ઈચ્છા તેના ફેન્સ ને ભાવુક કરી શકે છે. કેન્સર જેવી ખતરનાક બીમારી નો સામનો કરી રહેલી નફીસા અલી એ ખુલાસો કર્યો કે તે પોતાના જીવનમાં કોઈ અનહોની થતા પહેલા પોતાના ત્રિજા ભાણેજ ને જોવા માગે છે. એક ઇન્ટરવ્યૂ માં વાતચીત કરતા નફીસા એ જણાવ્યું કે-મારા બાળકો જ મારી તાકાત છે, જે મને કેન્સર થી લડવાની શક્તિ આપી રહ્યા છે. મારી દીકરી ત્રણ મહીનાંથી પ્રેગ્નેન્ટ છે, હું ઇચ્છુ છું કે હું મારા થનારા ત્રીજા ભાણિયા કે ભાણકી ને જોઈ શકું.
નફીસા અલી ના ત્રણ બાળકો છે જેઓના લગ્ન થઇ ચુક્યા છે. તેણે એ પણ જણાવ્યું હતું કે તેમને કેન્સર ની જાણ કેવી રીતે થઇ. નફીસા એ જણાવ્યું કે-બે મહિના પહેલા મને પેટ માં દર્દ હોવાને લીધે દિલ્લી માં ડોક્ટર ની મુલાકાત લીધી હતી. પાંચ દિવસ દવાઓ ખાધા પછી પણ દર્દ ઓછું ના થયું, જેના પછી ડોક્ટર ની જાંચ થી ખબર પડી કે મને ત્રિજા સ્ટેજ નું કેન્સર છે.  હાલમાં જ નફીસા એ પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પર કોંગ્રેસ ચેયરપર્સન સોનિયા ગાંધી ની સાથે એક તસ્વીર શેયર કરીને પોતાના કેન્સર નો ખુલાસો કર્યો હતો. તસ્વીર ની સાથે નફીસા અલી એ લખ્યું કે-મેં ત્રિજ સ્ટેજ નો કેન્સર ડાયગ્રોસ કરાવ્યો છે. નફીસા અલી વર્ષ 1976 માં મિસ ઇન્ડિયા નો ખિતાબ પણ જીતી ચુકી છે. જણાવી દઈએ કે નફીસા અલી મેજર સાહેબ, યમલા પગલાં દીવાના, ગુજારીશ, લાઈફ ઈન એ મેટ્રો અને સાહેબ બીબી ઔર ગેંગસ્ટર 3 જેવી ફિલ્મોમાં એક્ટિંગ થી દર્શકો ના દિલો ને જીતી ચુકી છે. નફીસા પહેલા સોનાલી એ પણ પોતાના આ કેન્સર નો ખુલાસ્સો કર્યો હતો. સોનાલી અને નફીસા એ ફિલ્મ મેજર સાહેબ માં એક સાથે કામ કર્યું હતું.Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here