સોનાલી બેન્દ્રેના કેન્સરના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો – સાંભળીને હોંશ ઉડી જશે

0

બૉલીવુડ એક્ટ્રેસ સોનાલી બેંદ્રે એ વીતેલા દિવસો માં ટ્વીટર એકાઉન્ટ માં આ વાત નો ખુલાસો કર્યો કે એમને હાઈ ગ્રેડ કેન્સર છે. એ એના ઈલાજ માટે ન્યુયોર્ક રવાના થઈ ચૂકી છે. સોનાલી એ આ વાત નો ખુલાસો કર્યો કે એમનું કેન્સર છેલ્લા સ્ટેજ ઉપર છે. પણ અત્યારે બચવા ની પુરી સંભાવના છે. સોનાલી ની આ ખબર પછી બૉલીવુડ અને ફેન્સ બંને જલ્દી થી જલ્દી ઠીક થઈ જાય એવી દુઆ કરી રહ્યા છે. આ વચ્ચે મેડિકલ રિપોર્ટ ઉપર થી ખબર પડી કે એમની જ લાપરવાહી ને કારણે જ એમનું કેન્સર હાઈ ગ્રેડ સ્ટેજ સુધી પહોંચ્યું.
ડૉક્ટર્સ એવું કહે છે કે સોનાલી ની લાપરવાહી ની કારણે જ એમની આ બીમારી લાસ્ટ સ્ટેજ સુધી પહોંચી છે , એવું જાણવા માં આવ્યું છે કે સોનાલી ઘણા સમય થી ઘણા સમય સુધી શરીર માં દુખાવા ની શિકાયત હતી, જેને એ ઇગ્નોર કરી રહી હતી. જ્યારે એમની બીમારી વધુ એમને ટેસ્ટ કરાવ્યું ત્યારે ખબર પડી કે તેમને કેન્સર છે એ ખબર સામે આવી. એટલું જ નહીં એ પણ ખબર પડી કે એમનું કેન્સર લાસ્ટ સ્ટેજ ઉપર છે.

જો એ સમયસર તાપસ કરાવી લેત તો એમને ઘણા સમય પેહલા જ એ બીમારી વિસે ખબર પડી જાત અને સમય સર એ એમનો ઈલાજ કરાવી શકત અને એમને ઈલાજ સમય એ વધુ દર્દ સહન ન કરવો પડત. પણ હાલ માં એમની બચવા ની સંભાવના પુરી છે.

સ્ટાર્સ એ એમને મળી અને સોશિયલ મીડિયા દ્વારા સોનાલી ની હિંમત વધારી.

જણાવી દઈએ કે સોનાલી ના કેન્સર પછી અક્ષય કુમાર ન્યુયોર્ક માં એમને મળવા પહોંચ્યા. અઅક્ષય એમની ફેમિલી ની સાથે અમેરિકા માં હોલીડે એન્જોય કરી રહ્યા હતા. પણ જેવી રીતે એમને સોનાલી ના કેન્સર વિસે ખબર પડી એ સમય કાઢી ને ન્યુયોર્ક એમને મળવા પંહોચ્યા. અને એમની હિંમત વધારી.

મુંબઇ માં પણ સોનાલી ના ઘર એ બૉલીવુડ સ્ટાર્સ નું આવું જાવું શરૂ થયું થઈ ગયું છે. સોનાલી ના ઘરે હુમા કુરેશી , આદિતિ રાવ હૈદરી વગેરે લોકો મળવા પંહોચ્યા હતા.

સુનિલ શેટ્ટી એ સોનાલી માટે લખ્યું કે , સોનાલી માટે સ્ટ્રેનથ , પાવર , પ્રેમ અને રિકવરી ની પ્રાર્થના કરું છું. આ સમયે એ જે કઠિન પરિસ્થિતિ માં થી છે , એટલી જ મુશ્કેલી નો સામનો એમનો દીકરો અને પતિ ગોલ્ડી કરી રહ્યા છે. એમની આખી ફેમિલી ને સ્ટ્રેનથ ની જરૂર છે. આ એક એવી બીમારી છે જેમાં તમે સ્ટ્રોંગ રહેશો અને ફેમિલી નો સાથ મળશે તો તમે એની જલ્દી બહાર નીકળી શકશો.

શું હોય છે હાઈ ગ્રેડ કેન્સર.

કેન્સર નો ગ્રેડ શું છે એ ત્રણ વસ્તુ ને આધાર એ ખબર પડે છે. સૌથી પહેલા ડોકટર કેન્સર થી પ્રભાવિત અને સ્વસ્થ કોશિકાઓ ની તુલના કરે છે. સ્વસ્થ કોશિકાઓ ના ગ્રૂપ માં ઘણા પ્રકાર ના ટીસ્યુ હાજર હોય છે. જ્યારે કેન્સર થાય છે ત્યારે એનાથી મળતી પણ અસામાન્ય કોશિકાઓ ના ગ્રૂપ દેખાડે છે. એને લો ગ્રેડ કેન્સર કહે છે. પણ જ્યારે કેન્સર થી પ્રભાવિત કોશિકાઓ સ્વસ્થ કોશિકાઓ સાથે દેખાવા લાગે ત્યારે એને હાઈ ગ્રેડ કેન્સર કહેવાય છે. કેન્સર ના ગ્રેડ ને આધાર એ ડોકટર ને ખબર પડે છે કે એ કેટલી ઝડપે ફેલાય છે.

uthor: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!