સોનાલી બેન્દ્રેને કિડનેપ કરવા માગતો હતો આ પાકિસ્તાની ક્રિકેટર, ઠુકરાવ્યો હતો પ્રેમ, જાણો ચોંકાવનારી બાબત….

0

90 ના દશકની પોપ્યુલર હિરોઈન સોનાલી બેન્દ્રે નો જાદુ આજે પણ યથાવત છે. તેના સાદગીભર્યા અંદાજ અને સુંદરતા પર હર કોઈ દીવાના છે. તેના દીવાનાઓમાં એક પાકિસ્તાની ક્રિકેટર નું નામ પણ શામિલ છે. અને જણાવી દઈએ કે તે સોનાલી બેન્દ્રેનું કિડનેપ કરવા માગતો હતો.જણાવી દઈએ કે પોતાના જમાનાની ફેમસ અભિનેત્રી સોનાલી હાલ કેન્સરની બીમારીથી પીડિત છે. તેનો ઈલાજ હાલ વિદેશમાં ચાલી રહ્યો છે. પણ તેનો જલવો ત્યારથી લઈને અત્યાર સુધીમાં પણ બરકરાર છે. ત્યારે જ તો પાકિસ્તાની ટીમના ફાસ્ટ બોલર શોએબ અખ્તર નું દિલ પણ તેના પર આવી ગયું હતું.
શોએબ સોનાલીના તે હદ સુધી ફેન હતા કે તે હંમેશા પોતાની સાથે તેની ફોટો રાખતાં હતાં. શોએબના અમુક મિત્રોનું કહેવું છે કે તેઓ પોતાના પર્સમાં સોનાલીની તસ્વીર રાખતા હતા અને હંમેશા તેને જોતા રહેતા હતા.
શોએબ સોનાલીને ખુબ જ ફોલો કરતા હતા ત્યારે જ તો તેની એકપણ ફિલ્મ ચુકતા ન હતા. તેને સોનાલીનો અંદાજ ખુબ જ પસંદ હતો. તેને તેની સાદગી ખુબ જ પસંદ હતી.સોનાલી બેન્દ્રેને લઈને શોએબની દીવાનગી ધીમે-ધીમે વધતી જઈ રહી હતી.ત્યારે જ તો તેને મળવા માટે જાત-જાતના જુગાડ લગાવ્યા કરતા હતા. તેની બેચેનીના અમુક ગવાહ તેના ટિમ મેમ્બર પણ રહ્યા છે.રિપોર્ટ અનુસાર શોએબે સોનાલીને મળવા માટેના ઘણા પ્રયાસો કર્યા હતા. તેમણે ભારત બનામ પાકિસ્તાનની મૈચમાં તેને મળવા માટે ફિક્સરોને રીકવેષ્ટ પણ કરી હતી. પણ શોએબ પોતાના આ ઈરાદામાં કામિયાબ ન થઇ શક્યા.
શોએબે સોનાલી સાથે મુલાકાત કરીને પોતાના દિલનો ઈઝહાર પણ કર્યો હતો, જો કે સોનાલી પાર શોએબની વાતોની કોઈ જ અસર થઈ ન હતી. તે શોએબમાં કોઈ રીતે ઇંટ્રેસ્ટ ન હતો માટે બંને વચ્ચે કંઈપણ સંભવ ન બન્યું.સોનાલીને લઈને શોએબનો પ્રેમ એટલો હતો કે તેમણે ખુદ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જો સોનાલી તેના પ્રસ્તાવનો અસ્વીકાર કરશે તો તે તેને કિડનેપ પણ કરી લેશે. જો કે આ બાબત તેણે મજાકિયા સ્વભાવમાં કહી હતી.સાથે જ શોએબે ઇન્ટરવ્યૂમાં એ પણ કહ્યું હતું કે તે, ”તે સોનાલીના પહેલાથી જ ફેન છે અને તે તેની સાથે લગ્ન પણ કરવા માગતા હતા”.સોનાલીએ વર્ષ 2002 માં નિર્દેશક ગોલ્ડી બહલ સાથે લગ્ન કરી લીધા અને પછી શોએબે પણ વર્ષ 2014 માં એક પાકિસ્તાની યુવતી સાથે લગ્ન કરી લીધા.Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!