સોનાલી બેન્દ્રેએ કેન્સરને ચોથા તબક્કાનું કેન્સર છે, ફોટોશૂટમાં જોવા મળ્યું 20 ઇંચનો સર્જરી કટ, ક્લિક કરીને જુવો તસવીરો

0

બોલિવૂડ અભિનેત્રી સોનાલી બેન્દ્રેના અભિનય અને તેની સુંદરતાના લોકો પહેલેથી જ દિવાના છે, પરંતુ હવે એ લોકો માટે કોઈ પ્રેરણાથી ઓછી નથી. સોનાલીના કેન્સરની ખબરે તેના ચાહકોને હલાવીને મૂકી દીધા હતા, પરંતુ જે મજબૂત મનોબળ અને સકારાત્મકતાથી તેને આ મુશ્કેલ સમયમાં હિમ્મત દાખવી છે, એ કોઈ સામાન્ય વાત નથી.સોનાલી ઘણીવાર કેન્સર અને તેનાથી જોડાયેલી સારવાર વિશે સોશિયલ મીડિયા પર કંઈક ને કઈંક શેર કરતી રહે છે. હાલમાં જ સોનાલીએ વોગ મેગેઝીન માટે ખૂબ જ સુંદર ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તેમનો આત્મવિશ્વાસ ઘણા લોકોને પ્રેરણા આપશે.આ ફોટોશૂટમાં સોનાલી પોતાના વાળ વગરના લૂકને ફ્લોન્ટ કરી રહી છે અને ખૂબ જ સુંદર લાગી રહી છે. આ તસ્વીરોમાં સોનાલીએ Prada બ્રાન્ડની હેરબેન્ડ, મોતીનો નેકલેસ, અને સ્વેટર શર્ટ પહેરેલું છે. પોતાના લૂકને પૂરો કરવા માટે સોનાલીએ લાઈટ મેકઅપ કર્યો છે. આ સાથે જ તેમની ખૂબ જ સુંદર સ્માઈલ તેમના લૂકને વધુ આકર્ષક બનાવી રહી છે.આ તસ્વીરમાં સોનાલીએ Givenchy બ્રાન્ડનો મેટાલિક ડ્રેસ પહેર્યો છે, જેમાં તેમનો સર્જરી વાળો કટ દેખાઈ રહ્યો છે. આ કટ લગભગ 20 ઇંચનો છે. સોનાલીએ એને અચકાયા વિના લોકો સાથે શેર કર્યો છે. આ તસ્વીરને શેર કરતા સોનાલીએ લખ્યું – ખરાબ સમયમાં ભરોસો ન ગુમાવતા…સોનાલીએ એ તસ્વીરમાં લેમન કલરનું સુંદર ટયૂલ ગાઉન પહેર્યું છે, ત્યારે બીજી તસ્વીરમાં સફેદ ડ્રેસમા એ ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. વોગ માટે કરાવેલા આ ફોટોશૂટ સાથે સોનાલીએ પોતાના વાળને કપાવવા વિશે પણ વાત કરી. સોનાલીએ જણાવ્યું કે હવે એ વાળ વગરના લૂકને લઈને ઠીક છે. એ પોતાના વાળને મિસ નથી કરતી. તેમ છતાં વાળ તેમના માટે બધું જ હતા. તેમનો સ્વભાવ ટોપી, સ્કાર્ફ કે વિગ લગાવવાનો હતો, પરંતુ એ બધું ખૂબ જ ખરાબ લાગતું હતું.સોનાલીએ કહ્યું કે મને ખબર હતી કે જો મારે આને સ્વીકાર કરવું છે, તો મારે એનો ફોટો નાખવો પડશે. કારણ કે એક વાર જયારે તમે એને સોશિયલ મીડિયા પર શેર કરો છો, તો તમે આઝાદી અનુભવી શકો છો.સોનાલીને પૂછવામાં આવ્યું કે જ્યારે એ અરીસામાં જુએ છે ત્યારે એને પોતાની સાથે કોઈ કનેક્શન અનુભવાય છે કે નહિ. એના જવાબમાં સોનાલીએ કહ્યું કે મને હંમેશાથી ગ્લેમરસ દેખાવું પસંદ છે. કોને સારું દેખાવું પસંદ ન હોય? પણ મને વાળ વિના પણ બદસુરત નથી લાગતું.

 

View this post on Instagram

 

“I’m okay with it now… I don’t even miss it,” says Sonali Bendre Behl (@iamsonalibendre) as she runs her hand neck upwards. “Yet it [my hair] was the be-all, end-all of my life. It was this stupid thing that I was hanging on to,” she shares. “My instinct was to wear a cap, a scarf or a wig—but these things are so ugly. I knew that if I had to accept it [going bald], I had to put a picture out there. Because once you share it on social media, you can feel the release.” Head to the link in our bio to read how she emerged stronger with a little help from family, friends and fans. Styled by: Anaita Shroff Adajania (@anaitashroffadajania) Photographed by: R Burman (@ridburman)

A post shared by VOGUE India (@vogueindia) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here