કેન્સર ની જંગ જીતીને સોનાલી બેન્દ્રે એ ફેન્સ ને આપી બર્થડે ની ખાસ ભેટ….વાંચો અહેવાલ

0

બોલીવુડને નવા વર્ષની શરૂઆત માં જ એક દુઃખદ અને સારા સમાચાર મળ્યા છે. દુઃખદ સમાચાર એ છે કે બૉલીવુડ ના દિગ્ગજ અભિનેતા કાદરખાન નું 31 ડિસેમ્બર ના રોજ નિધન થઇ ગયું છે.જયારે અભિનેત્રી સોનાલી બેન્દ્રે એ કેન્સર  ની જંગ જીતીને ફેન્સ ને પોતાના જન્મદિસવ ની ભેટ આપી છે. બર્થ ડે પર સોનાલી એ એક વિડીયો શેયર કર્યો છે.તે પોતાના ફેન્સ અને પરિવાર ની સાથે નવા વર્ષ ની ઉજવણી કરવા માટે તૈયાર છે. જો કે આગળનું વર્ષ આ અભિનેત્રી માટે ખુબ જ કઠિન રહ્યું હતું. તેનો કેન્સર નો ઈલાજ લાંબા સમયથી અમેરિકા માં ચાલી રહ્યો હતો. એવામાં હવે સોનાલી કેન્સર ની જંગ જીતીને ખુબ ઉત્સાહ થી પોતાનો જન્મદિવસ અને નવા વર્ષની ઉજવણી કરી રહી છે.સોનાલી એ એક સુંદર મેસેજ પણ ઇન્સ્ટાગ્રામ પર લખ્યો છે. સોનાલી એ પોતાની એક તસ્વીર શેયર કરી છે. તેની સાથે તેમણે લખ્યું કે,”હેપ્પી અને હેલ્દી નવા વર્ષ માટે શુભકામનાઓ. હવે હું હેપ્પી અને હેલ્દી વર્ષ 2019 ની કામના કરું છું”.સોનાલી આગળ લખે છે કે,”મારા માટે મારો આગળનો સમય ખુબ જ વ્યાપક રહ્યો હતો. મેં આ દરમિયાન ઘણું બધું શીખ્યું છે. એવામાં મારા વાળ પણ ધીમે-ધીમે પાછા આવવા લાગ્યા છે. મને લાગે છે કે 2019 માં હું એક અન્ય પડાવ માટે પણ તૈયાર છું.હવે હું પોતાને ખુબ સારું અનુભવી રહી છું. હું તે લોકોને ધન્યવાદ આપવા માગું છું, જેઓ લગાતાર મારી સાથે ઉભા રહ્યા હતા. તમારા દુઃખના સમયે જે તમારી સાથે ઉભા રહે તેઓ જ તમારા સાચા મિત્રો હોય છે”.
આ વચ્ચે સોનાલીનો એક વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં તે પતિ ગોલ્ડી ની સાથે નવા વર્ષની ઉજવણી અને જન્મદિવસ ને મનાવી રહેલી જોવામાં આવી હતી. સોનાલી ના આ ખાસ દિવસ પર અભિનેતા ઋત્વિક રોશન અને કૃણાલ કપૂર પહોંચ્યા હતા.સફેદ કલર ની ટીશર્ટ અને સ્કર્ટ માં સોનાલી ખુબ જ સુંદર લાગી રહી હતી. સોનાલીના જન્મદિસવ ની પાર્ટી માં ઘણા બૉલીવુડ કિરદારો પણ નજરમાં આવ્યા હતા. જેમાં સૌથી વધુ ચર્ચા માં અભિનેતા ઋત્વિક રોશન રહ્યા હતા. જયારે સોનાલી પોતાના પતી ગોલ્ડી ની સાથે ખુબ જ ખુશ દેખાઈ રહી છે.Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here