સોના-ચાંદી નહિ પણ આ વખતે ધનતેરસ પર ઘર માટે ખરીદો આ 6 ચીજો, વરસશે પૈસા….

0

તમે ધનતેરસ પર મોટાભાગે લોકોને સોનુ કે ચાંદી ખરીદતા જોયા હશે. હિન્દૂ માન્યતા ના અનુસાર ધનતેરસ ના દિવસે ખરીદારી કરવાનું પોતાનું એક અલગ વિશેષ મહત્વ હોય છે. માનવામાં આવે છે કે આ દિવસે ખરીદારી કરવાથી ઘરમાં સુખ,શાંતિ, સૌભાગ્ય અને સમૃદ્ધિ આવે છે. ધનતેરસ ના દિવસે ખરીદવામાં આવેલી ચીજો આખું વર્ષ શુભ ફળ આપનારી હોય છે. આ વખતે ધનતેરસ 5 નવેમ્બર ના રોજ મનાવામાં આવશે. એવામાં આવો તો જાણીએ તે કઈ પાંચ ચીજો છે જેને ધનતેરસ ના દિવસે ઘર માટે ખરીદવાથી પુરા વર્ષ સૌભાગ્ય બની રહે છે. 1.સાવરણી:ધનતેરસ ના દિવસે સાવરણી ખરીદવી ખુબ શુભ માનવામાં આવે છે કે, માનવામાં આવે છે કે સાવરણી ખરીદવાથી ઘર સાથે જોડાયેલા આર્થિક સંકટો દૂર થઇ જાય છે. આ દિવસે સાવરણી ખરીદીને લાવવાથી દરિદ્રતા અને નકારાત્મક ઉર્જા દૂર થઇ જાય છે. દિવાળી ના દિવસે સાવરણી નું પૂજન કરીને આગળના દિવસે તેનો ઉપીયોગ કરવો જોઈએ.

2. વાસણ:  ધનતેરસ ના દિવસે વાસણ ખરીદવા ની પણ માન્યતા છે. તમે આ દિવસે પીતળ ના વાસણ ખરીદી શકો છો. વાસણ  ખરીદીને તેને તમારા ઘરની પૂર્વ દિશા માં રાખો.

3. ઇલેક્ટ્રોનિક વસ્તુઓ:ધનતેરસ ના દિવસે ઇલેક્ટ્રોનિક ચીજો જેવી કે ફ્રિજ, ઓવન, મોબાઈલ ફોન, લેપટોપ વગેરે પણ ખરીદવું શુભ માનવામાં આવે છે. આ ચીજો ને તમે તમારા ઉત્તર-પૂર્વ દિશામાં રાખો.

4. વ્યવસાય સાથે જોડાયેલી ચીજો:ધનતેરસ ના દિવસે તમે તમારા કામ સાથે જોડાયેલી ચીજો જેવી કે પેન, આર્ટિસ્ટ બ્રશ, બુક વગેરે ખરીદી શકો છો. ધનતેરસ ના દિવસે ખરીદવામાં આવેલા આ સામાન ની પૂજા કરવાથી લાભ મળે છે.

5.ધાણા ના બી:ધનતેરસ ના દિવસે ધાણા ના બી ખરીદવા પણ શુભ માનવામાં આવે છે. પૂજા માં લક્ષ્મી ને ધાણા ના બી અર્પણ કર્યા પછી તેને તમારી તિજોરી માં રાખી દો.

6. સ્વસ્તિક:માનવામાં આવે છે કે ઘરના દરવાજા પર સ્વસ્તિક નું નિશાન બનાવાથી પણ સૌભાગ્ય માં વૃદ્ધિ થાય છે.

7. ગોમતી ચક્ર:ધનતેરસ ના દિવસે 11 ગોમતી ચક્ર ખરીદીને તેને પીળા કપડા માં બાંધી ને તમારી તિજોરી માં રાખી દો, આવુ કરવાથી ઘર માં સંપન્નતા બની રહેવાની સાથે તમે સ્વાસ્થ્યમંદ પણ બની રહેશો.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here