સોમવારના દિવસે કરો આમાંથી કોઈ એક ઉપાય, ધન પ્રાપ્તિ સાથે થશે મનની ઈચ્છા પૂરી ….

0

ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે તેમના અભિષેકની સાથે સાથે બીજી ઘણી વસ્તુ ચઢાવવી પણ શુભ માનવમાં આવે છે. આમ કરવાથી વ્યક્તિની મનોકામના તો પૂર્ણ થાય જ છે, સાથે સાથે મનવાંછિત ફળની પ્રાપ્તિ પણ થાય છે. જો તમે પણ કોઈ પરેશાનીમાંથી છૂટકારો મેળવવા ઈચ્છો છો ? તો સમવારે આમાથી અચૂક કોઈ ટોટકાનો કરો પ્રયોગ.
જે લોકો મનપસંદ નોકરી અથવા ધંધામાં સફળતા મેળવવા ઈચ્છે છે તે લોકોએ સોમવારના દિવસે મહાદેવનો મધથી અભિષેક કરવો જોઈએ. યાદ રાખો કે મધથી અભિષેક કરતી વખતે ધાર એક સરખી જ રહેવી જોઈએ.
જો તમે તમારા જીવનમાં સુખ શાંતિ મેળવવા ઈચ્છો છો તો તમારે સોમવારે શિવજીને દૂધથી સ્નાન કરવી અને લાલ ચંદનથી શિવજીનો શૃંગાર કરો. કેમકે લાલ ચંદન એકદમ ઠંડુ હોય છે અને આમ કરવાથી જીવનમાં પણ શીતળતા પ્રદાન થાય છે.
જો તમે જીવનમાં ધન મેળવવા ઈચ્છો છો તો શિવજીને આંકડાના ફૂલની સાથે સાથે ચોખાથી અભિષેક કરો અને મહામૃત્યુંજયનો જાપ કરો.
તમારી કોઈપણ મનોકામના પૂર્ણ કરવા માટે શિવજીને દૂધમાં મધ નાખીને અભિષેક કરો. આ પ્રયોગ સળંગ પાંચ સોમવાર સુધી કરવો. અને અભિષેક કરેલ દૂધનો પ્રસાદ્દ તરીકે ગ્રહણ કરવો. આમ કરવાથી મનની ઈચ્છા પૂરી થશે.
જે લોકો પૈસાની તંગીથી છૂટકારો મેળવવા માંગે છે અને પૈસાદાર બનવા મહેનત કરે છે તેમણે દર સોમવારે એક મુંઠી ચોખા લઈને શિવજીનો અભિષેક કરવો.
જો તમારા બાળકનું મન ભણવામાં નથી લાગતું. તો દર સોમવારે શિવજીને જવ અર્પણ કરો. આમ કરવાથી બાળકની યાદશક્તિ વધશે અને એનું ભણવામાં મન પપણ લાગશે.

જે લોકોને સંતાન સુખ પ્રાપ્ત નથી થયું અને પિતાના સુખથી વંચીત છે, તેમણે દર સોમવારે દૂધમાં ખાંડ અથવા સાકર મિક્સ કરીને શિવજીનો અભિષેક કરવો. સંતાન સુખ જરૂર મહાદેવની કૃપાથી પ્રાપ્ત થશે.

જો તમે તમારા જીવનમાં પ્રગતિ કરવાની ઈચ્છા રાખો છો તો તમે દર સોમવારે મહાદેવજીને ઘઉં અર્પણ કરો. આમ કરવાથી જરૂર પ્રગતિ થશે.

જે લોકો આ જ્ન્મ મરણના બંધનમાંથી મુક્ત થવા માંગે અને મોક્ષ ની કામના રાખે છે. તેમણે શિવજીનો ગંગાજળથી અભિષેક કરવો. મનને શ્નતી મળશે.

જે લોકોને વાહન સુખની ઈચ્છા છે તે લોકો દર સોમવારે શિવજીને ચમેલીનું ફૂલ ચડાવી અભિષેક કરે, જરૂર એમને વાહન સુખની પ્રાપ્તિ થશે

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here