16 એપ્રિલ સોમવતી અમાસના આ ચાર મહાયોગ તમારી બધી જ મુશ્કેલીઓ દૂર કરશે…જાણો શું કરવાનું રહેશે?

0

👉🏻16 એપ્રિલ સોમવતી અમાસના આ ચાર મહાયોગ તમારી બધી જ મુશ્કેલીઓ દૂર કરશે…

👉🏻

૧૬ એપ્રિલ 2018 ના દિવસે આવી રહેલી સોમવતી અમાસના દિવસે 4 શુભ યોગ બની રહ્યા છે..
વૈશાખ માસ, સોમવતી અમાસ સર્વાર્થસિદ્ધિ યોગ અને અશ્વિની નક્ષત્ર.. એટલા માટે આ અમાસ જીવનના તમામ દુઃખો દૂર કરનારી અને ખૂબ જ પૈસા આપનારી બની રહેશે..

પણ તેની માટે કરવો પડશે આ ઉપાય… સોમવતી અમાસના દિવસે દાન પુણ્ય અને નદીમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે.. આ દિવસે કરેલું દાન હજાર ગણું પુણ્ય આપે છે.. આ દિવસે ગરીબોને દાન કરવુ ..વસ્ત્રોનું અને ફળોનો દાન કરવું.. આ કરવાથી જીવનની મુશ્કેલીઓને દૂર કરી શકાશે.. તેનાથી ધન સમાન પદ પ્રતિષ્ઠા તથા બધા જ દુઃખોનું નિવારણ થાય છે..

અમાસના દિવસે પિતૃના નિવેદનો કરવામાં આવેલું દાન પિતૃ બાધાથી મુક્તિ તથા કાલસર્પ યોગ નું નિવારણ કરે છે.. આ દિવસે અશ્વિની નક્ષત્ર છે અશ્વિની નક્ષત્રના દેવતા શ્રી ગણેશ છે એટલા માટે આ દિવસ જ્ઞાન અને બુદ્ધિ વધારવા માટે ખૂબ અનુકૂળ છે..

સોમવતી અમાસના દિવસે ભગવાનને દેવતાઓની કૃપા મેળવવા માટે શું કરશો ?

1. સોમવતી અમાસના દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને કોઈ નદીમાં સ્નાન કરવું.. જો નદીમાં જવું શક્ય ના હોય તો ઘરના પાણીમાં જ અલગ-અલગ નદીનું પાણી છે તેવો સંકલ્પ કરીને તે પાણીથી નહાવું.

2. પીપળાના વૃક્ષ ઉપર તાંબાના કળશમાં પાણી ભરીને તે પાણી ચડાવવું.. અને પીપળ ની સાત પરિક્રમા કરવી..

તેનાથી બધા જ ગ્રહ દોષ શાંત થશે.. ઉગ્ર ગ્રહોની પીડા દૂર થશે તથા સમસ્ત સુખોની પ્રાપ્તિ થશે..

* કાલસર્પ યોગ અને પિતૃદોષમાંથી મુક્તિ કેવી રીતે મેળવશો…
શિવ મંદિરમાં શિવલિંગ ઉપર જ્યાં નાગ ના હોય ત્યાં તાંબાનો અથવા તો અષ્ટ ધાતુનો નાગ મૂકવો.
નાગ લગાવ્યા પછી વિધિ-વિધાનથી તેની પૂજા કરવી.. તથા મહામૃત્યુંજય મંત્રનો જાપ કરી કાચા દૂધથી અભિષેક કરવો..

* શું તમારે સતત ધનની હાનિ થાય છે નોકરીમાં પ્રગતિ નથી થઈ રહી બિઝનેસમાં નિષ્ફળતા મળે છે તો સોમવતી અમાસના દિવસે પીપળના વૃક્ષ નીચે ઘઉં નો દીવો લઈને તેમાં સરસવનું તેલ લઈને દીવો પ્રગટાવવો..

પીપલની 21 પ્રદક્ષિણા કરવી અને પાછળ જોયા વગર ચૂપચાપ ઘરે આવી જવું.. આવું કરવાથી ખૂબ જ સારા સમાચાર મળશે..

* દામ્પત્ય જીવનમાં તકલીફો આવતી હોય પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ થતા હોય.. ઘરમાં ઝઘડો થાય છે.. પીપળાને મીઠું દૂધ અર્પિત કરવું. બગીચામાં સુગંધિત ફૂલોનું વાવેતર કરવું એનાથી સંબંધ પણ પ્રેમ વધશે..

* ઘર પરિવારમાં જો કોઇ બીમાર છે તો સોમવતી અમાસના દિવસે.. નારિયેળ લેવું ,એ નારીયેલ જે દર્દી હોય તેના માથા ઉપર ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 21વાર ફેરવવું.. તે નારિયેળને વહેતા પાણીમાં પધરાવી દેવું.. તેનાથી રોગી ખૂબ જ જલ્દી સારો થઈ જશે.જો ઘરમાં પિતૃદોષ હોય તો , ધનની હાનિ થાય છે નોકરીમાં પ્રગતિ થતી નથી ઘરમાં ઝઘડાઓ રહે છે..

તો સોમવતી અમાસના દિવસે એક નાનકડો ઉપાય કરીને પિતૃદોષમાંથી અને બધી બાધાઓ માંથી મુક્તિ અપાવશે..

આ સમસ્યાઓથી બહાર આવવા માટે ખીર નો ઉપાય કરવામાં આવે છે. ખીરનો ઉપાય કરવામાં આવે તો જીવનમાં ખુશાલી આવે છે ધનની પ્રાપ્તિ થાય છે બધી જ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે પિતૃદોષ નાશ પામે છે..

તમારા ઘરમાં પિતૃદોષ છે કે નહીં તે તમારી કુંડળી ઉપરથી ખબર પડશે..શું તમારી પાસે કુંડલી ના હોય અને તમારા ઘરમાં વારંવાર ઝઘડો થતા હોય , શાંતિ ના રહેતી હોય, ધનનો ખૂબ જ નુકસાન થાય , કોર્ટ કચેરીના મામલામાં ફસાવું પડે..તો અમાસના દિવસે પિતૃદોષનું નિવારણ કરી શકાય છે.. કેહવાય છે કે અમાસના દિવસે પિતૃઓને આવે છે..

લેખક – નિરાલી હર્ષિત

તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here