સોમવારે અનેક દુખિયાના દુઃખ દૂર કરનાર ખોડિયાર માતાની પ્રાગટ્ય જયંતી, વાંચો આગળ ક્લિક કરીને , જય માતાજી


પોતાના ભાઇને સાપે ડંસ દેતા પાતાળમાંથી અમૃત લાવતાં જાનબાઇનો પગ પથ્થર સાથે અથડાતા તેઓને ખોડ આવતા ખોડિયાર નામથી જાણીતાં બન્યાં

ભાવનગર પંથકમાં બોટાદ, પાળિયાદ પાસે રોહિશાળા નામના નાનકડા ગામમાં આદ્યશક્તિ જોગમાયા મા ખોડિયારનું પ્રાગટ્ય સ્થાનક છે. વિક્રમ સંવત 836ની આસપાસ મહા સુદ આઠમના રોજ ખોડિયાર માતાજીનો પ્રાગટ્ય દિવસ છે. આ નાનાકડા ગામમાં પશુપાલક મામડિયો ચારણ રહેતો હતો. તેને સંતાન ન હોવાથી તે વાંઝિયો કહેવાતો હતો. મામડિયાએ શિવજીની કઠોર તપસ્યા કરી. શિવજી પ્રસન્ન થયા અને તેને આઠ સંતાનો આપી તેનું વાંઝિયામેણું દૂર કર્યું હતું. સાત બહેનો અને એક ભાઇએ અહીંયાં પારણામાં જન્મ લીધો હતો. સૌથી નાની બહેન એ જ જોગમાયા ખોડિયાર મા છે. આજે પણ આ નાનકડા રોહિશાળા ગામમાં દર વર્ષે ધામધૂમથી ખોડિયાર જયંતી ઊજવાય છે.

વલ્લભીપુર (ભાવનગર)માં મૈત્રેય વંશના શિલાદિત્ય રાજા સંગીત, સાહિત્ય, કલાકારીગરીના ઉપાસક હતા. તેમના દરબારમાં કવિ, ભાટ, ચારણ, ગઢવી જેવા અનેક કલાકારોને પ્રથમ ઉચ્ચસ્થાન મળતું હતું. મામડિયો ચારણ પશુપાલક હતો પણ ભક્તિભાવના અને નીતિરીતિના રસ્તે ચાલનાર શિવજીના પરમ ઉપાસક હતા. આવા સદ્ગુણોના સંબંધે રાજા શિલાદિત્યના દરબારમાં મામડિયા ચારણને પ્રથમ સ્થાન અને માન-સન્માન મળતાં હતાં. તેઓ રાજાના પરમ મિત્ર ગણાતા હતા. રાજદરબારમાં કોઇકે રાજાને કહ્યું કે વાંઝિયાનું મુખ જોવાથી રાજના કાર્યમાં વિલંબ થાય કે વિઘ્ન આવે છે. ‘મામડિયો ચારણ વાંઝિયો છે.’ આ વાત જાણીને ધીમે ધીમે મામડિયા ચારણ સાથે રાજાનો પ્રેમ ઘટવા લાગ્યો.

એક દિવસ મામડિયાએ રાજાને પૂછ્યું. રાજાસાહેબ આપ મારા પ્રત્યે ઉદાસ લાગો છો. મનદુ:ખ થયું લાગે છે. રાજાએ કહ્યું: ‘તું વાંઝિયો છે.’ વાંઝિયાનું મુખ જોવાથી કામમાં વિલંબ કે વિઘ્ન આવે છે એમ શાસ્ત્રો કહે છે. આવું સાંભળીને મામડિયો નિરાશ વદને ઘેર આવ્યો. પત્ની દેવળબાને સઘળી વાત કરી. બંનેને ખૂબ દુ:ખ થયું. તેમણે ભગવાન શંકરની અખંડ આરાધના કરી અને મહાદેવને કહ્યું કે મને પુત્રફળ આપો નહીં તો કમળપૂજા કરીશ.

મામડિયાએ અન્નજળનો ત્યાગ કર્યો. આઠ દિવસ પછી પ્રસન્ન થયેલા શિવજીએ વરદાન આપ્યું કે તેં આઠ દિવસ સુધી આકરું તપ કર્યું છે તો હું તને આઠ સંતાનો આપું છું. સાત દીકરી અને એક દીકરો. સાત દીકરીઓ જોગમાયા ગણાશે. તેમાં સૌથી નાની દીકરી મહાશક્તિ જોયમાયાનો અવતાર હશે. તે દુનિયાનાં તમામ દુ:ખો મટાડશે… હે મામડિયા ચારણ, તું ઘેર જા અને આઠ પારણાં બંધાવજે.

મહાદેવની કૃપાથી મામડિયાને ઘેર સાત દીકરીઓ અને એક દીકરાએ અવતાર લીધો. દીકરાનું નામ મેરખિયો રાખ્યું હતું. આવડ, જોગડ, તોગડ, બીજબાઇ, હોલબાઇ, સાંસાઇ અને જાનબાઇ એ પરચાધારી જોગમાયા આઇ શ્રી ખોડિયાર તરીકે ઓળખાયાં, નાનપણથી જ તેમણે અનેક દુ:ખીઓનાં દુ:ખો મટાડ્યાં અનેક પરચાઓ પૂર્યા. આ જોઇ માતા દેવળબાને ખૂબ આશ્ચર્ય થતું હતું. ચારણ દંપતી મહાદેવની ભક્તિમાં સદા લીન રહેતું હતું. એકવાર ભાઇ મેરખિયાને સાપે ડંસ દીધો હતો. મા ખોડિયારે જાણ્યું કે પાતાળમાંથી અમરકૂપો લાવી તેમાંનું અમૃત મેરખિયાને પીવડાવે તો સાપનું ઝેર ઊતરી જશે, ભાઇ સાજો થઇ જશે. મા ખોડિયારે તરત જ સમુદ્રમાં ઝંપલાવ્યું તેમને મગરે મદદ કરી હતી.

અમરકૂપો મેળવ્યા બાદ ઝડપથી આવતાં કોઇક પથ્થર સાથે તેમનો પગ અથડાયો, જેથી માતાજી લંગડાતાં ચાલવા લાગ્યાં. બધી જ બહેનો કહેવા લાગી કે આ ખોડી આવી ત્યારથી મા ખોડિયાર નામ પડ્યું કહેવાય છે. અમરકૂપાના અમૃતથી મેરખિયાનું ઝેર ઊતરી ગયું. આ પ્રમાણે મા ખોડિયારે અનેકનાં દુ:ખો દૂર કર્યાં અને મગરને તેમનું વાહન બનાવ્યું.

ભાવનગરના રાજાએ મા ખોડિયારને પોતાના મહેલમાં લઇ જવા માટે ખૂબ જ વિનંતી કરી. રાજાના અતિઆગ્રહને વશ થઇ માતાજીએ આવવા હા પાડી પરંતુ શરત કરી કે, હે રાજન, હું તારી સાથે આવીશ, તારે આગળ ચાલવાનું હું તારી પાછળ ચાલતી આવીશ, જો તું પાછળ ફરીને જોઇશ તો ત્યાંથી હું આગળ નહીં આવું. તે જગ્યાએ મારું સ્થાનક હશે. રાજાએ શરત માન્ય રાખી. રાજા આગળ અને મા ખોડિયાર પાછળ ચાલી રહ્યાં છે. સમય વહી જાય છે. માતાજીના ઝાંઝરનો અવાજ બંધ થતાં રાજાને શંકા ગઇ કે માતાજી મારી પાછળ આવતાં નથી, એટલે રાજાએ પાછળ ફરીને જોયું. માતાજી ત્યાં જ ઊભાં રહી ગયાં અને રાજાને કહ્યું કે તેં શરતનો ભંગ કર્યો છે, હવે હું અહીંયાંથી આગળ નહીં આવું. આ જ મારું સ્થાનક છે. આ પવિત્ર અને અલૌકિક જગ્યા એ જ રાજપરા સ્થાનક છે.

આજે આ વિશાળ મંદિરમાં દરરોજ હજારો માઇભક્તો લાપસીનો પ્રસાદ ચડાવી શ્રીફળ વધેરીને માના આશીર્વાદ મેળવે છે. રાજપરા અને સિહોરમાં આજે પણ મા જોગમાયા ખોડિયાર સાક્ષાત્ દર્શન દેતાં મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે. તાતણિયા ધરાવાળી, માટેલ ધરાવાળી અને ગળધરાવાળી મા આદ્યશક્તિ મા ખોડિયાર કળિયુગમાં સાક્ષાત્ પરચાધારી મા છે. મનોકામના પૂરી કરનારી મા છે. મા ખોડિયારને શરણે જનાર કોઇપણ ભાવિક ભક્તોની આશા પૂરી થાય છે. આમ, આદ્યશક્તિ મા ખોડિયાર ખૂબ જ દયાળુ અને હાજરાહજૂર છે. દુખિયાનાં દુ:ખો મટાડી, રાજવીઓના કાજ સુધારીને પોતાની ફરજ અને કર્તવ્ય પૂરું થતાં મા જોગમાયા ખોડિયાર માતાએ પોતાની લીલા સંકેલી લીધી. રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના સાંગણવા ગામને પાદરે મા ખોડિયારનું સમાધિ સ્થાન છે.

Source

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
0
Love
LOL LOL
0
LOL
Omg Omg
0
Omg
Cry Cry
0
Cry
Cute Cute
0
Cute

સોમવારે અનેક દુખિયાના દુઃખ દૂર કરનાર ખોડિયાર માતાની પ્રાગટ્ય જયંતી, વાંચો આગળ ક્લિક કરીને , જય માતાજી

log in

reset password

Back to
log in
error: