સ્માર્ટ ફોનની આ 8 વાતો જે આપણે માનીએ છીએ સાચી, પણ હકીકત છે કઈક અલગ જ…. વાંચો અને જાણો

0

અત્યારે મોટાભાગના લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. તમે ઘણીવખત તમારા મિત્રોને એવું કેહતા સાંભળીયું હશે કે, રાત્રે ફોન ચાર્જીગ માં લગાવી ને રાખવો નહીં કે પછી જેટલા વધારે મેગાપિક્ષલ કેમેરો તેટલો વધારે સારો હોય. આવી ઘણી વાતો જે આપણે સાચી માનીને બીજાને પણ કેહતા હોઈશું. તો ચાલો આજે જાણીએ આવીજ સ્માર્ટફોન વિશેની 8 ભ્રામક વાતો જાણીએ જે આપણે વર્ષોથી સાચી માનીએ છીએ.

બેટરી:

સ્માર્ટફોનની બેટરીને લાગતા નીચે મુજબના દાવાઓ ખોટા છે:
1. સ્માર્ટફોન ને ત્યારેજ ચાર્જ કરવો જ્યારે તેની બેટરી સંપૂર્ણ પુરી થઈ ગઈ હોય ,
2.પેહલી વખત ફોન ઉપયોગમાં લેતા પહેલા બેટરી પુરી ચાર્જ કરવી,
3. વધારે એમએએચની બેટરી સારી હોય છે.

સ્માર્ટફોનનો કેમેરા:

તમે ઘણાને એવું કહેતા સાંભળીયા હશે કે પેલા ફોનનો કેમેરો સારો છે કારણકે તેમાં10,20કે 47 મેગાપિક્ષલનો કેમેરો છે. જયારે હકીકતમાં ફોટાની ક્વોલિટી કેમેરાના મેગાપિક્ષલ પર નિર્ભર કરતી જ નથી. સારા ફોટા માટે અપચર જેવી વસ્તુઓ પણ જવાબદાર હોય છે.

બ્રાઈટનેસ:

હમણાં નવા આવતા મોટાટાભાગના સ્માર્ટ ફોનમાં ઓટોમેટિક બ્રાઈટનેસનો વિકલ્પ હોય છે. એનો મતલબ એમ થાય કે જ્યારે ફોન તાપમાં હોય ત્યારે તેની બ્રાઈટનેસ આપોઆપ વધી જાય છે. આ વિશે એવી માન્યતા છે કે ફોનની બ્રાઈટનેસ ઓટો મોડ પાર રાખવાથી સ્માર્ટફોનની બેટરી જલ્દી ખતમ થઇ જાય છે.આ વાત તદ્દન ખોટી છે.

થર્ડ પાર્ટી એપ:

ઘણી વખત તમેં સાંભળીયું હશે કે થર્ડ પાર્ટીએપ સ્ટોર માંથી એપ ડાઉનલોડ કરવાથી ફોન માં વાયરસ આવી જાય છે આ વાત સાચી નથી. ગુગલપ્લે સ્ટોરમાંથી પણ ડાઈનલોડ કરતા વાયરસ આવી શકે છે ત્યારે 9એપ્સ જેવા સ્ટોરમાંથી એપ ડાઉનલોડ કરવા માટે વધારે વિચારવાની જરૂર નથી.

આખી રાત ફોન ચાર્જીગ માં રાખવો:

ઘણી વખત આપણે સાંભળીએ છીએ કે ફોનને આખીરાત ચાર્જીગ માં રાખવાથી બેટરી ખરાબ થઈ જાય છે આ વાત સાચી નથી. જ્યારે બેટરી ફૂલ ચાર્જ થઈ જાય ત્યાર પછી ચાર્જર કરન્ટ લેતા નથી તો પછી આવી પરિસ્થિતિમાં હેરાન થવાની જરૂર નથી.

બેકગ્રાઉન્ડ એપ:

ઘણાં લોકો એવું માને છે કે ફોનમાં બેકગ્રાઉન્ડ એપ બંધ કરી દેવા જોઈએ નહીં તો બેટરી જલ્દી ખતમ થાય જાય છે અને ફોન પણ હેંગ થવા લાગે છે. આ વાત ને લઈને હેરાન થવાની જરૂર નથી અને નહીં કે એ વાતથી હેરાન થવાની જરૂર કે બેકગ્રાઉન્ડમાં એપ ચાલુ રહે. તમને જણાવીએ કે બેકગ્રાઉન્ડમાં ચાલી રહેલા એટલી જ જલ્દી થી ખુલે છે તેમજ ફોનને હેંગ થવાની પણ તકલીફ આવતી નથી.

ચાર્જર:

ઘણી વખત એવી સલાહ આપવામાં આવે છેકે સ્માર્ટ ફોન સાથે આવેલા કંપનીના ચાર્જર થી જ ફોન ચાર્જ કરવો અન્ય કંપની ના ચાર્જર થી ફોન ચાર્જ કરવો નહીં. આ વાત પૂરી રીતે ભ્રામક છે. આપ અન્ય કંપનીના ચાર્જર થી પણ ફોન ચાર્જ કરી શકો છો, પણ તેમાં ફોન ના ચાર્જર જેટલી જ ક્ષમતા અન્ય કંપનીના ચાર્જર ની હોવી જોઈએ આ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે.

સિગ્નલ:

ફોનમાં દેખાતા સિગ્નલ વિષે પણ લોકોનો મત એવો છે કે જેટલા સિગ્નલ વધારે દેખાય તેટલું નેટવર્ક વધારે સારું હોય છે. જ્યારે આ વાત તદ્દન ખોટી છે અનેં હકીકત બીજી છે. સિગ્નલની ગુણવતા ડિસિબલ પર આધાર રાખે છે. એક વાતનું ધ્યાન રાખવા જેવું છે કે સિગ્નલ 1હોય ત્યારે પણ ઘણી વખત ખૂબ સારી રીતે વાત થાય જાય છે જ્યારે ઘણી વાર 5 હોય તો પણ ફોન કપાઈ જાય છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here